Translate

Friday, November 7, 2014

તેજી જામતાં SIP તરફ દોટ: MF ફરી ફેવરિટ

દલાલ સ્ટ્રીટ દરરોજ નવી ઊંચાઈ સર કરી રહી છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) ફરી એક વખત રોકાણકારોમાં ફેવરિટ બની ગયા છે. ઇક્વિટીમાં રોકાણકારોનો રસ વધ્યો હોવાનું આંકડા દર્શાવે છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મ્યુ ફંડ્સમાં નવા એસઆઇપીની સંખ્યા બેવડાઈ છે. આર્થિક સ્થિતિ મજબૂત બનવાની આશાએ લોકો બજારમાં નાણાં રોકવા આતુર છે.

મ્યુચ્યુઅલ ફંડ રજિસ્ટ્રાર સીએએમએસના આંકડા પ્રમાણે સપ્ટેમ્બરના અંતમાં ઉમેરાયેલા એસઆઇપીની સંખ્યા 3.48 લાખ હતી જ્યારે જાન્યુઆરીમાં 1.51 લાખ નવા એસઆઇપી ઉમેરાયા હતા. સપ્ટેમ્બરમાં નવા ફોલિયોમાં ઉમેરો 5.85 લાખ હતો જે જાન્યુઆરીમાં 2.85 લાખ હતો. મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી દ્વારા રોકાણ એ બેન્કની રિકરિંગ ડિપોઝિટ જેવી સ્કીમ હોય છે. તેમાં રોકાણકારો દર મહિને ચોક્કસ રકમ રોકી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે એસઆઇપી રજિસ્ટ્રેશન ૨૦૧૩ના ટ્રેન્ડ કરતા વિપરીત છે, જ્યારે રોકાણકારોએ નબળા સેન્ટિમેન્ટના કારણે સાપ્તાહિક અને માસિક રોકાણ રિન્યૂ કરવાનું બંધ કરી દીધું હતું. ફેબ્રુઆરીના મધ્યથી શેર બજાર બાઉન્સ બેક થયું છે ત્યારે ઘણા રોકાણકારોએ ફરીથી ઇક્વિટી સ્કીમમાં મૂડી રોકવાની શરૂઆત કરી છે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ચંદ્રેશ નિગમે જણાવ્યું હતું કે, "રિટેલ રોકાણકારોમાં એવી લાગણી છે કે અત્યારની તેજીમાં તેઓ લાભ લેવાનું ચૂકી જશે. તેથી તેઓ એસઆઇપી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે." ન્યૂ ફંડ ઓફર્સ (એનએફઓ)માં નવા રોકાણ સાથે ક્લોઝ એન્ડેડ ઇક્વિટી પ્રોડક્ટે ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ વધારીને સપ્ટેમ્બરમાં રૂ.2.72 લાખ કરોડ સુધી પહોંચાડી હતી જે જાન્યુઆરીમાં રૂ.1.79 લાખ કરોડ હતી. 30 સપ્ટેમ્બરે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ લગભગ રૂ.10.6 લાખ કરોડ હતી.

2014માં અત્યાર સુધીમાં નવા એસઆઇપી રજિસ્ટ્રેશનમાં નવાઈની વાત એ છે કે ટોચના 15 શહેર બહારનાં નાનાં શહેરો, જે બી-15 શહેર તરીકે ઓળખાય છે, તેમાં પણ શેર બજારની તેજીના કારણે રસ વધ્યો છે. સપ્ટેમ્બરમાં બી-15 શ્રેણીનાં શહેરોમાં 1.45 લાખ નવા એસઆઇપી નોંધાયા હતા જ્યારે જાન્યુઆરીમાં 61,575 નવા એસઆઇપીનો ઉમેરો થયો હતો. મ્યુચ્યુઅલ ફંડના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાનાં શહેરોમાં વેચાણ વધારવા માટે ફંડ ઉદ્યોગ વિતરકો પર દબાણ વધારી રહ્યો છે.

રેલિગેર ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટમાં એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ સૌરભ નાણાવટીએ જણાવ્યું હતું કે, "નાનાં શહેરોમાં રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ તરફ આકર્ષવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ છેલ્લા એક વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યા છે. આ નીતિ કામ કરી રહી છે."

ટોચનાં 15 શહેરોમાં સપ્ટેમ્બરમાં નવા એસઆઇપીની સંખ્યામાં બે લાખનો વધારો થયો હતો જ્યારે જાન્યુઆરીમાં 89,00૦નો વધારો થયો હતો.

સૂત્રોએ જણાવ્યું કે એવરેજ એસઆઇપીનું સરેરાશ કદ હવે વધીને રૂ.2,600 થયું છે જે અગાઉ રૂ.2,000થી રૂ.2,200હતું.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં ઘટાડો અને રિયલ્ટીમાં મંદીના કારણે રોકાણકારો ઇક્વિટી તરફ આકર્ષાયા છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports