Translate

Thursday, September 11, 2014

ચાઇનીઝ અલીબાબાના રૂ. 1,45,800 કરોડના વિરાટ આઇપીઓથી વિશ્વ દંગ!

ચાઇનીઝ અલીબાબાના રૂ. 1,45,800 કરોડના વિરાટ આઇપીઓથી વિશ્વ દંગ!
- આઇપીઓની કિંમત શેરદીઠ 60-66 યુએસ ડોલર વચ્ચે નક્કી થશે
- પબ્લિક ઇશ્યુ મારફત 24.3 અબજ યુએસ ડોલર (લગભગ રૂ. 1,458 અબજ) જેટલું જંગી ભંડોળ એકત્ર થવાની ગણતરી
- શેરદીઠ 66 યુએસ ડોલરની કિંમતે અલીબાબાનું મૂલ્ય 163 અબજ ડોલર થશે
- અમેરિકામાં ફેસબૂક પછીનો તે સૌથી મોટો ટેકનોલોજી આઇપીઓ ગણાશે
- 19 સપ્ટેમ્બરે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં બાબાના નામે તેના શેરનું ટ્રેડિંગ શરૂ થશે
 
બિઝનેસ ડેસ્કઃ ચીનમાં ઇ-કોમર્સ ક્ષેત્રની ધૂરંધર અને વિશ્વની સૌથી મોટી ઓનલાઇન રીટેલર અલીબાબાએ ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે અમેરિકામાં તેનો આઇપીઓ આવી રહ્યો છે તે સાથે વિશ્વના વ્યાપારજગતમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે આ કોઇ જેવો તેવો ઇશ્યુ નથી, પરંતુ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા આઇપીઓ તરીકે ફેસબૂકના આઇપીઓનો રેકોર્ડ તોડી શકે છે. ફેસબૂકે તેના આઇપીઓમાં 16 અબજ ડોલર એકત્ર કર્યા હતા, જ્યારે અલીબાબા તેનાથી ક્યાંય વધુ  24.4 અબજ ડોલર એટલે કે રૂપિયામાં આશરે 1,45,800 કરોડની જંગી રકમ ઉસેટવાનો મનસૂબો ધરાવે છે.
વિશ્વની આ સૌથી મોટી ચાઇનીઝ ઓનલાઇન રીટેલર કંપની અલીબાબાએ અમેરિકામાં પોતાનો વિરાટકાય આઇપીઓ લાવવાની જાહેરાત કરીને આજકાલ વિશ્વના બજારો અને રોકાણકાર સમુદાયમાં હલચલ મચાવી દીધી છે. વિશ્વમાં ડ્રેગન તરીકે જાણીતા ચીનની દરેક વસ્તુ વિરાટ અને ગંજાવર હોય છે એમાં નવાઇ નથી. ભારતમાં અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તાની સૌને જાણ છે, પરંતુ અલીબાબા નામની આ કંપની વિશે કદાચ ઘણાને ખ્યાન નહિ હોય. આ ચાઇનીઝ અલીબાબા છે અને વિશ્વના અનેક દેશોમાં તેનો કારોબાર વિસ્તરેલો છે. ભારતની હોમશોપિંગ, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ તથા અમેરિકાની એમેઝોન.કોમ ઓનલાઇન વેચાણ કરતી જાણીતી કંપનીઓ છે એમ અલીબાબા પણ ચીનમાં અને કેટલાક દેશોમાં ઓનલાઇન સસ્તી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. હવે તેને અમેરિકામાં રહેતા ચાઇનીઝ લોકોને વસ્તુઓ વેચીને નાણાં કમાવા છે, એટલું જ નહિ ત્યાનાં અગ્રણી શેરબજાર ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં તેના શેરોનું લિસ્ટિંગ કરાવવું છે. આ માટે આઇપીઓ લાવી છે.
અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ નામની આ વિશ્વની સૌથી મોટી ચાઇનીઝ ઇ-કોમર્સ કંપનીએ ગયા શુક્રવારે અમેરિકામાં 320 મિલિયન શેરો વેચીને 24.3 અબજ ડોલરનું ભંડોળ એકઠું કરવાની જાહેરાત કરીને ચોંકાવી દીધા હતા. રૂપિયામાં આ રકમ અધધ... 1,458 અબજ રૂપિયા થાય. અમેરિકામાં અગાઉ 2012માં ફેસબૂકનો 16 અબજ ડોલરનો તોતિંગ આઇપીઓ આવ્યો હતો ત્યારે વિશ્વભરમાં તેનો ડંકો વાગ્યો હતો. જોકે, તે ફ્લોપ ગયો હતો અને શેરબજારમાં કંપનીએ સાવ કંગાળ પ્રદર્શન કરીને આપણા રિલાયન્સ પાવરની જેમ રોકાણકારોને રડાવ્યા હતા. એવું મનાય છે કે આ આઇપીઓ સાથે તે ફેસબૂકનો અત્યાર સુધીનો સૌથી મોટા આઇપીઓ તરીકેનો વિક્રમ તોડશે, એટલું જ નહિ, અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ બનશે
ભારતમાં અગાઉ રિલાયન્સ પાવરનો આઇપીઓ આવ્યો હતો ત્યારે દેશભરમાં એક તહેલકો મચી ગયો હતો. લાખો લોકો એવા ઉત્સાહ સાથે ઊમટી પડ્યા હતા કે આ ઇશ્યુમાં શેરો લાગી જશે તો લોટરીની જેમ મોટી કમાણી થઇ જશે. એ પછી તો લોકોને રોવાનો વારો આવ્યો છે એ અલગ વાત છે.

..

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports