Translate

Tuesday, September 16, 2014

પેટા ચૂંટણીના પરિણામો જાહેર : ભાજપનું ધોવાણ, SP અને કોંગ્રેસનું કમ-બેક

નવ રાજ્યોમાં લોકસભાની 3 અને વિધાનસભાની 33 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી 32 સીટોના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ને ભાજપ માટે ખાસ ઉત્સાહજનક રહ્યા નથી. લોકસભાની ચૂંટણીના ચાર જ મહિના બાદ મોદી લહેર ઓસરી હોવાનું પરિણામો થકી પ્રતિત થાય છે. ત્રણ અલગ અલગ રાજ્યોમાં લોકસભાની 3 બેઠકોમાંથી ભાજપ વડોદરાની માત્ર એક જ બેઠક જીતી શક્યો છે. ઉત્તર પ્રદેશની મૈનપુરી પર સમાજવાદી પાર્ટીનો અને તેલંગણામાં ટીઆરએસએ જીત નોંધાવી છે. તેવી જ રીતે 9 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 32 પર ભાજપ કોઈ ખાસ પ્રભાવ પાડી શકી નથી. મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું હતું. છત્તિસગઢની અંતાગઢ બેઠકની મતગણતરી 20 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

modi shah


નવી દિલ્હી : તા, 16 સપ્ટેમ્બર
નવ રાજ્યોમાં લોકસભાની 3 અને વિધાનસભાની 33 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી 32 સીટોના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ને ભાજપ માટે ખાસ ઉત્સાહજનક રહ્યા નથી. લોકસભાની ચૂંટણીના ચાર જ મહિના બાદ મોદી લહેર ઓસરી હોવાનું પરિણામો થકી પ્રતિત થાય છે. ત્રણ અલગ અલગ રાજ્યોમાં લોકસભાની 3 બેઠકોમાંથી ભાજપ વડોદરાની માત્ર એક જ બેઠક જીતી શક્યો છે. ઉત્તર પ્રદેશની મૈનપુરી પર સમાજવાદી પાર્ટીનો અને તેલંગણામાં ટીઆરએસએ જીત નોંધાવી છે. તેવી જ રીતે 9 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 32 પર ભાજપ કોઈ ખાસ પ્રભાવ પાડી શકી નથી. મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું હતું. છત્તિસગઢની અંતાગઢ બેઠકની મતગણતરી 20 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

ઉતર પ્રદેશમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ મૉડલ મહદઅંશે નિષ્ફળ રહ્યું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસને ક્લીન સ્વીપ ફટકારવાના ભાજપના મનસુબા પુરા થઈ શક્યા નથી. જ્યારે ભાજપ શાસીત રાજસ્થાનમાં તો ભાજપ 4 માંથી માત્ર 1 જ સીટ પર જીત નોંધાવી શકી છે. આસામમાં કોંગ્રેસ, ભાજપ અને AIUDFએ મિશ્ર પ્રભુત્વ રહ્યું હતું. જોકે ભાજપ માટે સારા સમાચાર એ છે કે તે પશ્ચિમ બંગમાં એક સીટ જીતી પોતાનું ખાતુ ખોલી શક્યું છે. આંધ્ર પ્રદેશમાં ભાજપની સહયોગી પાર્ટી ટીડીપીએ 1 સીટ પર જીત નોંધાવી હતી. 

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામો
ગુજરાત, ઉત્તર પ્રદેશ અને નવા રચાયેલા તેલંગણા એમ ત્રણ રાજ્યોમાં 3 બેઠકો માટે યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ગુજરાતના નરેન્દ્ર મોદી દ્વારા ખાલી કરવમાં આવેલી વડોદરા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના રંજન બેન ભટ્ટે વિરોધી ઉમેદવારને આસાનીથી હરાવીને જીત નોંધાવી હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં ગત લોકસભાની ચૂંટણીમાં 80માંથી 73 સીટો જીતી સપાટો બોલાવનારી ભાજપને મૈનપુરી સીટના પરિણામોએ ઝટકો આપ્યો હતો. મુલાયમ દ્વારા ખાલી કરવામાં આવેલી મૈનપુરી બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવે ભાજપના પ્રેમ સિંહ કાશ્યને 3 લાખથી પણ વધારે મતોથી પરાજીત કર્યા હતાં. તેલંગાણામાં ચંદ્રશેખર રાવની સ્થાને લડેલા ટીઆરએસના ઉમેદવાર પ્રભાકર રેડ્ડીએ વિજય હાંસલ કર્યો છે. આમ કુલ 3 લોકસભા બેઠકોમાં ત્રણ અલગ અલગ પક્ષોના ફાળે ગઈ હતી.

ગુજરાત

વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં 9 બેઠકોમાંથી 6માં ભારતીય જનતા પાટીનો અને 3 પર કોંગ્રેસનો વિજય થયો છે. ગુજરાતમાં ભાજપ આનંદીબેન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડ્યો હતો. નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં લડાયેલી પહેલી જ ચૂંટણીમાં આનંદીબેનનું પાણી મપાઈ ગયું હતું. ક્લીન સ્વીપ ફટકારવાના મનસુબા ધરાવતી ભાજપ મણીનગર, ટંકારા, આણંદ, લીમખેડા, માતર અને તળાજા પુરતો સીમીત રહ્યો હતો. જ્યારે ડીસા, માંગરોળ અને ખંભાળિયા બેઠક જીતી કોંગ્રેસે બેઠી થઈ રહી હોવાના સંકેત આપ્યા હતાં.

ઉત્તર પ્રદેશ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબીત કરી બતાવ્યું હતું. સમાજવાદી પાર્ટીએ વિધાનસભા 11 બેઠકો પર લડાયેલા જંગમાંથી 8 પર જીત મેળવી હતી. જ્યારે ભાજપ માત્ર 4 જ બેઠક જીતી શક્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની જનતા ભાજપને પ્રચંડ બહુમતી આપી કેન્દ્રમાં સરકારનો માર્ગ મોકળો કરવામાં અગ્ર ભૂમિકા અદા કરી હતી. પરંતુ કેન્દ્રમાં ભાજપના શાસનના માત્ર 4 મહિનામાં રાજ્યમાં મોદી લહેર ઓસરી રહી હોવાનું ભાજપને ભાન કરાવી દીધું હતું. ચરખારી, સિરાથૂ, બલહા, ઠાકુરદ્વારા, હમીરપુર, રોહનિયા, નિઘાસન, બિજનૌર પર સાયકલનું પૈડુ ફરીવળ્યું હતું. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં કમાલ કરી બતાવી ભાજપના રાષ્ટ્રિય પ્રમુખના શિરતાજથી નવાજાયેલા અમિત શાહ વિધાનસભાની ચૂંટણીમાં ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. તેવી જ રીતે 'યોગી આદિત્યનાથ મૉડલ' પણ ઉત્તર પ્રદેશમાં ભાજપની વ્હારે આવ્યું ન હતું અને જનતાનો જનાદેશ ફરી એકવાર સમાજવાદી પક્ષની પડખે રહ્યો હતો.

રાજસ્થાન
વસુંધરા રાજે માટે રાજનસ્થાન વિધાનસભાની પેટા ચૂંટણીના વર્તમાન પરિણામો પણ ગંભીર ચેતવણી સમાન રહ્યા છે. ભાજપશાસિત રાજનસ્થાનમાં 4 બેઠકોમાંથી 3 કોંગ્રેસે પોતાની ઝોળીમાં કરી લીધી હતી જ્યારે ભાજપે માત્ર એક જ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપે કોટા પરથી તો કોંગ્રેસે નસીરાબાદ, વેર અને સૂરજગઢ બેઠક પરજી વિજય હાંસલ કર્યો હતો.

પશ્ચિમ બંગ
પશ્ચિમ બંગ ભાજપને કઈંક અંશે ફળ્યું છે. અહિં ભાજપે બે માંથી એક બેઠક પર ભગવો લહેરાવવામાં સફળ રહ્યું છે. જ્યારે સત્તાધારી તૃણમુલ કોંગેસે બાકીની એક બેઠક જીતી હતી. ભાજપ અહિં ખાતુ ખોલાવવામાં સફળ રહ્યો હતો.

ત્રિપુરા

માનૂ બેઠક પરની યોજાયેલી ચૂંટણીમાં સીપીએમ ઉમ્મેદવાર પ્રભાત ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવારને 15 હજારથી વધુ મતોથી પરાજીત કર્યા હતાં.

આંધ્ર પ્રદેશ

ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં ટીડીપીએ પ્રભાવશાળી પ્રદર્શન યથાવત રાખતા આંધ્ર પ્રદેશની નંદીગામા બેઠક પર જીત મેળવી છે.

સિક્કિમ

સિક્કિમમાં રાગાંગ-યાંગાંગ વિધાનસભા બેઠક પર અપક્ષના ઉમેદવાર આર એન ચામલિંગે 708 મતોના નજીવા અંતરથી વિજય મેળવવામાં સફળ રહ્યાં હતાં.

આસામ

લખીપુર બેઠક પર કોંગ્રેસે ભાજપને હરાવી છે. જ્યારે સિલ્ચર બેઠકપ પર ભાજપે કોંગ્રેસને પરાજય આપીને બદલો વાળી લીધો હતો. જુનામુખ બેઠક એઆઈયૂડીએફના ફાળે ગઈ હતી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports