Translate

Thursday, September 11, 2014

નરેન્દ્ર મોદીને હવે અમેરિકા કયા પ્રકારના વીઝા આપશે?

ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના વિઝિટર્સ વીઝા અમેરિકાએ કૅન્સલ કર્યા હતા. હવે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા ખુદ પોતાને ત્યાં આમંત્રે છે ત્યારે નરેન્દ્ર મોદીને તેઓ કયા વીઝા આપશે? શું તેમના કૅન્સલ કરેલા વિઝિટર્સ વીઝા ફરી પાછા આપશે કે બીજા કોઈ પ્રકારના વીઝા આપશે? કે પછી તેમને એમ ને એમ જ પ્રેસિડન્ટના મહેમાન તરીકે અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવશે?
ડૉ. સુધીર શાહ

૧૪૯૨માં અમેરિકા ખંડ શોધાયો ત્યાર પછીનાં કેટલાંય વર્ષો સુધી અમેરિકામાં પ્રવેશવા માટે વીઝાની જરૂર નહોતી. એ વખતે કોઈ પણ માણસ રોકટોક વિના અમેરિકામાં પ્રવેશી શકતો હતો. ત્યારે વીઝાને લગતા કોઈ કાયદા જ નહોતા.ધીરે-ધીરે અમેરિકા જઈને વસેલા લોકોને લાગવા માંડ્યું કે બસ, હવે બહુ થયું; ઘણાબધા લોકો અમેરિકામાં આવી ગયા છે; હવે અમેરિકામાં આવતા પરદેશીઓ પર નિયંત્રણ લદાવવું જોઈએ. આથી એ બાબતના કાયદાઓ-નિયમો ઘડાવા લાગ્યા.

સૌપ્રથમ એવું ઠરાવવામાં આવ્યું કે ગુનેગારો, વેશ્યાઓ, રોગિષ્ઠો, આતંકવાદીઓ અને મંદબુદ્ધિવાળા -  આવા લોકોને અમેરિકામાં પ્રવેશ આપવો નહીં. આ લિસ્ટ લંબાતું જ ગયું અને આજે એવાં ૧૦૦થી વધુ કારણો છે જેની મોજૂદગી તમને અમેરિકામાં પ્રવેશતાં અટકાવશે.અમેરિકાએ એવું પણ ઠરાવ્યું કે એમના દેશમાં પ્રવેશતા લોકો પાસે ઓછામાં ઓછા ૧૮ ડૉલર તો હોવા જ જોઈએ. આથી તેમણે યુરોપ-ઇંગ્લૅન્ડથી ત્યાંના લોકોને અમેરિકા લઈ આવતા જહાજના કપ્તાનોને સૂચના આપી કે તેમણે તેમના

જહાજમાં ચડતા પૅસેન્જરો પાસે ઓછામાં ઓછા ૧૮ ડૉલર છે કે નહીં એ ચકાસી જોવું. આજે પણ જો તમારે અમેરિકાના કોઈ પણ પ્રકારના વીઝા મેળવવા હોય તો તમારી નાણાકીય ક્ષમતા દેખાડી આપવાની રહે છે.એ પછી અમેરિકાએ એમને ત્યાં પ્રવેશતા પરદેશીઓ પર મુંડનવેરો નાખ્યો, જે શરૂઆતમાં ૫૦ સેન્ટ હતો. આ મુંડનવેરો હજી આજે પણ જુદા-જુદા પ્રકારની વીઝા પ્રોસેસિંગ ફી રૂપે લેવામાં આવે છે.

અઢારમી સદીના અંતમાં અમેરિકાના કૅલિફૉર્નિયા સ્ટેટમાં સોનું મળ્યું. આથી સોનાની ખાણોની માલિકી મેળવવા તેમ જ એ ખાણોમાં કામ કરવા ચીનાઓનો ધસારો થયો. એને અટકાવવા અમેરિકાએ ૧૮૮૨માં ધ ચાઇનીઝ એક્સક્લુઝન ઍક્ટ ઘડ્યો, જેના દ્વારા અમેરિકામાં કામ કરવા આવતા ચીનાઓ પર પ્રતિબંધ મુકાયો અને તેમને અમેરિકાની સિટિઝનશિપ ન આપવી એવું ઠરાવવામાં આવ્યું.

એ પછી જપાનના મજૂરો ખૂબ મોટી સંખ્યામાં સસ્તા દરે અમેરિકામાં કામ કરવા આવવા લાગ્યા એથી અમેરિકાની સરકારે જપાનની સરકાર સાથે કરાર કર્યા. આ કરારને ‘જેન્ટલમેન્સ ઍગ્રીમેન્ટ’ કહેવામાં આવે છે એના હેઠળ એવું ઠરાવવામાં આવ્યું કે જે જૅપનીઝ અમેરિકામાં મજૂરી કરવા આવવા ઇચ્છતો હોય તેને અમેરિકાની સરકારે પાસર્પોટ જ ન આપવો.

આમ એક પછી એક કાયદાઓ ઘડીને અમેરિકાએ એમને ત્યાં આવતા પરદેશીઓને અટકાવવાનો પ્રયત્ન કર્યો. આ કાયદાઓ હેઠળ અમેરિકામાં વસતા ભારતીયોને તેમનાં સગાંવહાલાંઓને બોલાવવા પર પ્રતિબંધ મુકાયો હતો જે છેક ૧૯૬૫માં દૂર કરવામાં આવ્યો હતો.અંતમાં ઇમિગ્રેશનને લગતા આ બધા જુદા-જુદા કાયદાઓ એકત્ર કરીને ૧૯૫૨માં ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ’ ઘડવામાં આવ્યો, જેને ટૂંકમાં ‘ત્ફ્ખ્’ તરીકે ઓળખાવવામાં આવ્યો. હજી આજે પણ આ જ કાયદો એમાં કરાયેલા સુધારા-વધારા સાથે અમલમાં છે.

આ કાયદા દ્વારા અમેરિકા સ્થળાંતરના ‘પુશ ઍન્ડ પુલ’ના કુદરતી નિયમને વેગળો મૂકીને ‘થિયરી ઑફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અપનાવે છે. કુદરતી નિયમ એવો છે કે જે દેશમાં અશાંતિ, અરાજકતા, રોગચાળો, ભૂખમરો, ગરીબી, દમન વગેરે હોય એ દેશ એના નાગરિકોને દેશ છોડી જવાની ફરજ પાડે છે; ‘પુશ’ કરે છે અને જે દેશ સમૃદ્ધ હોય, જ્યાં નોકરી-ધંધાની તકો હોય, સ્વતંત્રતા મળતી હોય એ દેશ વિશ્વના અન્ય દેશના નાગરિકોને પોતાને ત્યાં આકર્ષે છે એટલે કે ‘પુલ’ કરે છે. ‘થિયરી ઑફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ આવા પુશ ઍન્ડ પુલના કુદરતી સિધ્ધાંતોને નેવે મૂકીને કાયદાઓ દ્વારા પરદેશીઓનું નિયંત્રણ કરે છે અને જેની જરૂર હોય એવી જ વ્યક્તિઓને પોતાના દેશમાં આવવા દે છે.

ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ હેઠળ અમેરિકામાં કોઈ પણ કારણસર પ્રવેશવું હોય તો વીઝા મેળવવાની જરૂરિયાત રહે છે. જુદા-જુદા પ્રકારના વીઝા મેળવવા માટે જુદી-જુદી લાયકાત હોવી જરૂરી છે. જો તમારે અમેરિકામાં કાયમી રહેવા માટે જવું હોય તો ઇમિગ્રન્ટ વીઝા મેળવવાની જરૂરિયાત રહે છે, જે મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે અને ગ્રીન કાર્ડ મળ્યા બાદ અમુક સંજોગોમાં ત્રણ વર્ષ પછી અને અમુક સંજોગોમાં પાંચ વર્ષ પછી એ ગ્રીન કાર્ડધારક અમેરિકન નાગરિક બનવાની અરજી કરી શકે છે. ઇમિગ્રન્ટ વીઝા જુદી-જુદી ૧૦ રીતે મેળવી શકાય છે.

જો તમારે અમેરિકામાં ટૂંક સમય માટે ખાસ કોઈ કારણસર જવું હોય તો નૉન-ઇમિગ્રન્ટ વીઝા મેળવવાની જરૂરિયાત રહે છે. નૉન-ઇમિગ્રન્ટ વીઝાના પણ કારણ મુજબ જુદા-જુદા પ્રકાર છે અને એ દરેક પ્રકારના વીઝા મેળવવા માટે જુદી-જુદી લાયકાત દર્શાવવી પડે છે. અમુક સંજોગોમાં એ માટે અમેરિકામાં પિટિશન પણ દાખલ કરવાની રહે છે.

કોઈ પણ દેશના પ્રાઇમ મિનિસ્ટર, મિનિસ્ટર, ઍમ્બૅસેડર કે રાજકીય પદ ધરાવતી વ્યક્તિને જો અમેરિકા જવું હોય કે અમેરિકા તેમને પોતાને ત્યાં આમંત્રે તો તેમને પ્રવેશવા માટે નૉન-ઇમિગ્રન્ટ કૅટેગરીના A સંજ્ઞા ધરાવતા વીઝા આપવામાં આવે છે.આપણા ભારતના હાલમાં જ ચૂંટાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાએ જ્યારે એમને ત્યાં આમંhયા છે ત્યારે અમેરિકા જાતે જ તેમને A સંજ્ઞા ધરાવતા વીઝા એનાયત કરશે.આજથી શરૂ થતી આ નવી કટાર ‘વીઝાનું વિશ્વ’માં હવે પછી તમને જુદા-જુદા પ્રકારના ઇમિગ્રન્ટ તેમ જ નૉન-ઇમિગ્રન્ટ વીઝા અને અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાને લગતી જાણકારી મળતી રહેશે.
ડૉ. સુધીર શાહ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટ છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports