અમેરિકાના ન્યૂયોર્ક ખાતે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 28મી સપ્ટેમ્બરે
યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા હજુ પણ પાસ
માટે પડાપડી ચાલી રહી છે. જોકે, પાસ રજિસ્ટ્રેશન મારફતે અપાયા હતા અને
18000ની બેઠક વ્યવસ્થા સામે 40000 લોકોએ હાજરી આપવા રસ દર્શાવ્યો હતો. જેના
કારણે પાસ ન મેળવી શકનાર કેટલાક લોકો ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પર
પ્રશ્વાર્થ પણ મૂકવા લાગ્યા. આ બાબતે દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની ટેલિફોનિક
વાતચીતમાં અમેરિકાથી નરેન્દ્ર મોદીની યુ.એસ. ઇવેન્ટ (ઇંડિયન અમેરિકન
કોમ્યુનિટી ફાઉંડેશન)ના ચીફ કો-ઓર્ડિનેટર ડૉ. ભરત બારાઇએ જણાવ્યું હતું કે,
પાસ વહેચણીની એકદમ પારદર્શક રીતે કરવામાં આવી હતી. તેમણે આખી પ્રક્રિયા
અને તમામ વિતરણ કરાયેલા પાસનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, 18000
સીટો પર 40000 લોકોને તો બેસાડી ન શકાય ને! કુલમાંથી 17300 પાસ ફ્રિમાં
વિતરણ કરાયા છે. 700 પાસ સ્પોન્સર્સને કોમ્લિમેંટ્રી તરીકે વિતરણ કરાયા છે.
(મોદી સાથે તેમનાં મિત્ર અને આયોજક ભરત બારાઇ અને તેમનાં પત્ની પન્ના બારાઇ)
સવાલઃ આ કાર્યક્રમ માટે પાસ વિતરણ કરવાની પ્રક્રિયા શું હતી?
સવાલઃ જેમને મેડિશન સ્ક્વેર ગાર્ડનના પાસ નથી મળ્યા એવા કેટલાક લોકો નારાજ થઇ ગયા છે. એવા અહેવાલો વિશે શું કહેશો?
જવાબઃ સાદી વાત છે સાવ. મેડિસન સ્ક્વેર ગાર્ડનની
ક્ષમતા 18000 સીટની છે અને 40000થી વધુ લોકો ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા
હતા. 18000 સીટો પર 40000 લોકોને તો બેસાડી ન શકાય! જ્યારે ઇવેન્ટ એટલા
મોટા સ્કેલ પર આયોજીત થઇ રહી હોય ત્યારે બધાને સંતુષ્ટ કરવા શક્ય નથી.
ઇવેન્ટને લગતા તમામ નિર્ણયો કમિટી લેતી હોય છે. કમિટીમાં 400 મેમ્બર્સ છે.
ટિકીટો મર્યાદિત હોવાથી બધાને એન્ટી ન મળે એ દેખીતી વાત છે. અમારી ઇચ્છા તો
એવી જ હોયતે કે તમામ ને સંતોષ મળે. કોઇ વ્યક્તિ દુ:ખી થાય તો એના માટે
અમને પણ દુ:ખ છે.
સવાલઃ ટિકીટ ન મેળવી શકનાર લોકોની શું નારાજગી છે?
જવાબઃ ઇવેન્ટ ટિકિટ વિતરણની પ્રક્રિયા હવે બંધ થઇ
ચૂકી છે. લોકો એવી રજુઆતો કરી રહ્યા છે કે, અમને બુકિંગ બંધ થવાની તારીખ
અંગે ખ્યાલ જ નહોતો. તેથી, ટિકીટ બુકિંગની તારીખ હજુ લંબાવો... છેલ્લા 3
મહિનાથી મિડીયામાં આવી રહ્યું હતું કે મોદી યુ.એસ. આવવાના છે. મેડિસન
ગાર્ડનની ટિકીટો કેવી રીતે મળશે એ વિશે પણ પૂરતી માહિતી બધે આવતી જ હતી.
ઇવેન્ટ સાથે જોડાયેલી તમામ બાબતોની કટ ઓફ તારીખ નક્કી કરવાની જરૂરી હોય છે.
હવે ટિકીટોની વહેચણી બંધ ચૂકી છે. હવે આ બાબતમાં હવે કશું જ ન કરી શકાય.
સવાલઃ એવી વાતો આવી હતી કે, મોદીની નજીક બેસવા માટે લોકો 15-20 હજાર ડોલર ખર્ચવા તૈયાર છે?
સવાલઃ એવી વાતો આવી હતી કે, મોદીની નજીક બેસવા માટે લોકો 15-20 હજાર ડોલર ખર્ચવા તૈયાર છે?
જવાબઃ આ તદ્દન પાયા વગરની વાત છે. પ્રથમ બે સર્કલમાં
આમંત્રિતો બેસશે. ત્યારબાદના સર્કલમાં સ્પોન્સર્સ હશે. આ રીતે જ પ્રેસ,
વોલેન્ટિયર્સ, જુદા-જુદા ઇન્ડો અમેરિકન એસોશિએશન્સના મેમ્બર્સ અને
સ્પોન્સર્સ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિસન સ્કવેરની ક્ષમતા
18000 સીટોની છે. 17300 પાસ ફ્રિમાં વિતરણ કરાયા છે. 700 પાસ સ્પોન્સર્સને
કોમ્લિમેંટ્રી તરીકે વિતરણ કરાયા છે. ટકાવારીમાં કહીએ તો, 96% પાસ ફ્રિમાં
અને 4% પાસ સ્પોન્સર્સને અપાયા છે. લગભગ 350 આમંત્રિત મહાનુભાવો છે, 550
મિડીયાકર્મીઓ છે, 350 વડાપ્રધાન મહાનુભાવો છે, 300 કમિટી મેમ્બર છે અને 800
જેટલા વોલેન્ટિયર્સ છે.
No comments:
Post a Comment