કહેવાય છે કે હનુમાનજીને અમરત્વનું વરદાન મળેલું અને તેઓ આજે પણ સદેહે
આપણી વચ્ચે રહે છે. જોકે લાગે છે કે હનુમાનજી રાજસ્થાનના સિકર જિલ્લામાં
રહે છે, કેમ કે તેમના નામનું આધારકાર્ડ અહીં છે.
સિકર જિલ્લાના દાતારામ ગઢ કસબાની પોસ્ટ-ઑફિસમાં થોડાક દિવસ પહેલાં એક આધાર-કાર્ડ પહોંચ્યું જેમાં ઍડ્રેસ લખ્યું હતું - હનુમાનજી, પવનજી, વૉર્ડ-નંબર ૬, દાતારામગઢ. પોસ્ટમૅને આ સરનામું શોધવાની ઘણી કોશિશ કરી, પણ એવો કોઈ માણસ મળ્યો જ નહીં.
સામાન્ય રીતે આધારકાર્ડમાં ધારકનો મોબાઇલ-નંબર પણ લખેલો હોય છે એટલે તેણે નંબર શોધવા માટે કવર ખોલીને જોયું તો તે વધુ ચકિત થઈ ગયો. એ કાર્ડ માત્ર હનુમાનજીના નામનું જ નહોતું, એમાં ફોટોગ્રાફ પણ હનુમાનજીનો હતો. એમાં પિતાનું નામ પવનજી લખ્યું હતું. એની નીચે એક નંબર આપવામાં આવ્યો હતો. એના પર ફોન કરતાં વિકાસ નામની એક વ્યક્તિએ ફોન ઉપાડ્યો. તેણે કહ્યું કે તેણે આધારકાર્ડ માટે અપ્લાય કયુંર્ છે, પણ તેના ફોન-નંબર સાથે હનુમાનજીનું નામ અને તસવીર કોણે ચોડી દીધી એ વિશે ખબર નથી. વિકાસે ત્રણ વાર અપ્લાય કર્યું હતું, પણ એકેય વાર તેને પોતાના નામનું આધારકાર્ડ મળ્યું નથી

No comments:
Post a Comment