એ પછી સતત ૪૦ વર્ષ સુધી આયંગર ગુરુજીએ શનિ-રવિ દરમ્યાન મુંબઈ આવીને
મહારાજશ્રી ઉપરાંત અન્ય લોકોને પણ યોગ શીખવવાનું શરૂ કર્યું. યોગ પર તેમણે
લખેલાં અને બેસ્ટ-સેલર સાબિત થયેલાં ચાર પુસ્તકો પણ મુંબઈ-પુણેની તેમની
જર્નીની જ ઊપજ છે
સ્પેશ્યલ સ્ટોરી- રુચિતા શાહ
ભારતીય પરંપરાની ધરોહર સમા યોગને પોતાના અનુભવ અને સંશોધનના આધારે એક નવું સ્વરૂપ આપીને વિશ્વભરમાં પહેલવહેલો જાણીતો બનાવનારા પ્રખર યોગી બી. કે. એસ. આયંગરનું મૂળ સેન્ટર ભલે પુણે રહ્યું હોય, પરંતુ વર્ષો પહેલાં મુંબઈ સાથે પણ તેમનો બહુ ગાઢ નાતો જોડાઈ ચૂક્યો હતો. સતત ચાર દાયકા સુધી તેઓ અવિરતપણે મુંબઈમાં અઠવાડિયાના બે દિવસ આવીને યોગ શીખવતા હતા. આત્મકથામાં તેમણે ઉલ્લેખ કયોર્ છે કે ૧૯૫૩ના ઑક્ટોબર મહિનામાં જૈન સાધુ શ્રીભદ્રંકરજી મહારાજને યોગ શીખવવા માટે તેઓ પહેલી વાર મુંબઈ આવ્યા હતા. એ પહેલાં મુંબઈમાં ક્યાંય કોઈને આયંગર યોગ વિશે કોઈ સમજ નહોતી. તેમણે કરેલા ઉલ્લેખ અનુસાર જૈન મુનિ પોતે ખૂબ જ્ઞાની હતા અને તેમની જ્ઞાનયાત્રામાં આ યોગને કારણે તેમને લાભ થાય એટલે જ તેઓ ખાસ આ યોગ શીખવા માગતા હતા. જોકે લાંબો સમય મુંબઈમાં રહી શકાય એમ નહોતું અને એ દરમ્યાન સાધુઓ પણ યોગ શીખવા માટે આવવા માંડ્યા ત્યારે મહારાજશ્રીએ જ સજેશન આપ્યું કે તમે અહીં પણ શા માટે યોગના ક્લાસ શરૂ નથી કરતા? અને બસ, એ જ વાતને ધ્યાનમાં રાખીને ૧૯૫૪માં છ સ્ટુડન્ટ્સ સાથે ભૂલાભાઈ દેસાઈ આર્ટ્સ ઍન્ડ ફાઇન આટ્ર્સ ઇãન્સ્ટટયૂટની ટેરેસ પર પહેલા ક્લાસની શરૂઆત થઈ. એ પછી દર વખતે તેમના સ્ટુડન્ટ્સ જ અલગ-અલગ સ્કૂલમાં જઈને તેમના હૉલ, ઑડિટોરિયમ કે ટેરેસની જગ્યાની પરમિશન શનિ-રવિ માટે લઈ આવતા અને ત્યાં ગુરુજી બન્ને દિવસ સવાર અને સાંજ યોગના ક્લાસ ચલાવતા.
આ સિલસિલો લગભગ ૪૦ વર્ષ સુધી ચાલ્યો. દરેક વખતે સ્કૂલ અને સ્થળ બદલાતાં, કારણ કે તેમની પાસે પોતાની જગ્યા નહોતી. પુણેથી મુંબઈ અને મુંબઈથી પુણે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય ત્યારે તેઓ લેખનકાર્ય કરતા. તેમણે લખેલાં ચાર અદ્ભુત પુસ્તકો લાઇટ ઑન યોગ લાઇટ ઑન પ્રાણાયામ લાઇટ ઑન યોગસૂત્ર ઑફ પતંજલિ અને લાઇટ ઑન લાઇફ એ આ ટ્રાવેલિંગ દરમ્યાન ઉદ્ભવેલું ક્રીએશન છે. ટૂંકમાં, મુંબઈ સાથે ગુરુજીનો બહુ જ ઘનિષ્ઠ નાતો રહ્યો છે. પુણે પછી સર્વાધિક સમય ગુરુજીએ ક્યાંય વિતાવ્યો હોય તો એ મુંબઈ છે.
૧૯૯૪ સુધી વીક-એન્ડમાં નિયમિત ગુરુજી મુંબઈ આવ્યા એ પછી એ ધીમે-ધીમે ઘટતું ગયું. એ અરસામાં આયંગર યોગ શીખતા મુંબઈના વિદ્યાર્થીઓએ એક પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું અને પોતે જ પોતાની રીતે પૈસા ભેગા કરીને ૨૦૦૨માં લોઅર પરેલમાં લાઇટ ઑન યોગ રિસર્ચ સેન્ટર શરૂ કર્યું. અહીં ગુરુજી પાસેથી આયંગર યોગની ટેકનિક શીખેલા શિક્ષકો દ્વારા યોગ શીખવવાનું શરૂ કર્યું. મુંબઈગરાઓએ એને બહુ સારો રિસ્પૉન્સ આપ્યો. અત્યારે ઑફિશ્યલ ટ્રસ્ટ અંતર્ગત મુંબઈમાં લોઅર પરેલ સેન્ટર ખાતે, ઑગસ્ટ ક્રાન્તિ મેદાનની પાસે ગામદેવીમાં અને સાયનમાં ક્લાસિસ ચાલે છે. ટ્રસ્ટ અંતર્ગત અઠવાડિયાના ૬૦ ક્લાસિસ ચાલે છે જેમાં ત્રણે સેન્ટરના મળીને ૨૫૦૦ની આસપાસ વિદ્યાર્થીઓ ભણે છે. આ ઉપરાંત ઑલઓવર મુંબઈમાં ૫૦ જેટલી જગ્યાએ પ્રાઇવેટ્લી પણ આયંગર યોગ શીખવવામાં આવે છે. ગુરુજી પાસે શીખેલા આયંગર યોગ શીખવતા પંચાવનથી ૬૦ શિક્ષકો મુંબઈમાં છે. ટ્રસ્ટની અન્ડર ચાલતા ક્લાસમાં ૨૦૦૨માં નક્કી કરેલું ફી-સ્ટ્રક્ચર જ આજે પણ સક્રિય છે. મહિનાના ૩૦૦ રૂપિયા સ્ટુડન્ટ પાસેથી લેવામાં આવે છે જેમાંની અમુક નૉમિનલ રકમ યોગશિક્ષકને તેમને લાગતા ટ્રાવેલિંગ અને અન્ય ખર્ચને ધ્યાનમાં રાખીને પુરસ્કાર તરીકે આપવામાં આવે છે અને બાકીની રકમ ક્લાસના મેઇન્ટેનન્સ માટે રાખવામાં આવે છે. મુંબઈમાં છેલ્લાં ૬૦ વર્ષથી આયંગર યોગનો પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે જેમાં લોકોને લાભ મળવાને કારણે છેલ્લાં અમુક વષોર્માં એની સ્પીડ વધી છે.
બી. કે. એસ. આયંગરના મુંબઈના શિષ્યોનાં સંભારણાં
લિવિંગ લેજન્ડ જેવી પ્રતિભા અને ભારતના રબરમૅન તરીકે આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બનેલા બી. કે. એસ. આયંગરનું બુધવારે વહેલી પરોઢે અવસાન થયું એના કારણે તેમની સાથે સમય વિતાવનારા અને તેમના હાથ નીચે ટ્રેઇન થયેલા મુંબઈમાં રહેતા આયંગર યોગના યોગશિક્ષકોમાં પણ ભારે આઘાતની લાગણી છવાઈ છે. જેમની પાસેથી જીવવાની મકસદ મળી અને જેમના જીવનમાં પ્રવેશ્યા પછી લાઇફ અનેક રીતે સમૃદ્ધ બની એ ગુરુજીની વિદાયને તેઓ જીરવી શક્યા નથી. મુંબઈમાં આયંગર યોગ શીખવતા સર્ટિફાઇડ યોગશિક્ષકો પાસેથી જાણીએ ગુરુજી સાથેનાં તેમનાં યાદગાર સંભારણાં.
ગયા પછી ગુરુજીની કિંમત વધુ લોકોને સમજાઈ
છેલ્લાં
૩૫ વર્ષથી ગુરુજી સાથે જોડાયેલાં અને આયંગર યોગાશ્રયના મુંબઈના સેન્ટરનાં
મુખ્ય કર્તાહર્તા રાજવી મહેતા કહે છે, અમારા જીવનમાં ગુરુજી પ્રકાશપુંજ
બનીને આવ્યા હતા અને તેમણે એને અજવાળાથી ભરી દીધું છે. અત્યારે હું જે કંઈ
છું એ માત્ર અને માત્ર તેમના જ કારણે છું. હું તેમની સાથે ઘણી સારી રીતે
સંકળાયેલી હતી. તેમની જર્નલનું એડિટિંગ હું કરતી હતી એટલે તેમની સાથે વાત
કરવાના પણ ઘણા અવસર મYયા છે. એક દૈવી વિભૂતિએ આ પૃથ્વી પરથી વિદાય લીધી છે
જેનો શોક મનાવી શકાય એટલો ઓછો છે. મોડે-મોડે હવે લોકો તેમના મહkવને સમજી
શક્યા છે. જોકે મને એક વાતનો ચોક્કસ અફસોસ છે કે ચાર મહિના પહેલાં જ્યારે
તેમને પદ્મવિભૂષણ મળ્યો ત્યારે મીડિયાએ એક ફકરામાં એની નોંધ લીધી હતી. જોકે
તેમના દેહાંત પછી અચાનક મીડિયાને તેમની કિંમત સમજાઈ. અત્યારે પણ જે રીતે
મીડિયાએ દિવ્ય વ્યક્તિને મહkવ આપ્યું છે એ જોતાં અતિશય સંતોષ થઈ રહ્યો છે,
પરંતુ કેમ ક્યારેય જીવતી વ્યક્તિને આપણે ત્યાં બિરદાવવામાં નથી આવતી એનો
અફસોસ ચોક્કસ છે. તેમના ડાયરેક્ટ સંપર્કમાં આવી શકી અને તેમની સાથે આટલાં
વર્ષો સુધી કામ કરી શકી એ માટે હું મારી જાતને અત્યંત નસીબદાર માનું છું.
અમારા માથેથી તો જાણે આખેઆખું આકાશ જતું રહ્યું : પન્ના મિસ્ત્રી
લગભગ
૨૩ વર્ષથી આયંગર યોગ કરતાં અને ૧૫ વર્ષથી યોગશિક્ષક તરીકે સક્રિય
બોરીવલીમાં રહેતાં પન્ના મિસ્ત્રીના ઘાટકોપર અને વિલે પાર્લેમાં ક્લાસિસ
ચાલે છે. તેઓ કહે છે, અગુરુજીની વિદાય અમારા માટે બહુ મોટો આઘાત હતો. તેમના
વિશે કંઈ બોલી શકાય એમ જ નથી. ઘણાબધા સૂયોર્ ભેગા કરીને જે પ્રકાશપુંજ
ભેગો થાય એટલું તેજ તેમનામાં હતું. તમે ઈશ્વરની પ્રશંસા કરો તો જેમ શબ્દો
ઓછા પડે એમ અત્યારે તેમના વિશે કહેવા માટે મારી પાસે શબ્દો ખૂટી રહ્યા છે.
ગુરુજી પાસે યોગ શીખવાનો અવસર મળ્યો છે. ખરેખર કહું છું જ્યારે તે તમારી
સાથે વાત કરે ત્યારે જાણે એમ જ લાગે કે તે તમારા આત્માની આરપાર જોઈ રહ્યા
છે. મારા જીવનમાં તેમણે ઘણો ઉપકાર કયોર્ છે. એક કૂવામાંથી મને ખુલ્લા આકાશ
નીચે લઈ આવ્યા. મારું સંપૂર્ણ ટ્રાન્સફૉર્મેશન તેમના કારણે આવ્યું છે. ઘણી
વાર યોગનાં આસનોમાં ભૂલ જતી હોય અને બધાની સામે ઊભા કરીને તમને સ્ટેજ પર
બોલાવે. એક ક્ષણ માટે તમને ભયંકર અપમાનજનક પણ લાગે, પણ એ વખતે તમારામાં જે
પર્ફેક્શન આવે એ અફલાતૂન હોય.
અમારી અંદર હંમેશાં જીવતા રહેશે ગુરુજી : ઝુબિન ઝરથોસ્ટીમનેશ
છેલ્લાં
૧૩ વર્ષથી માટુંગા આયંગર યોગાશ્રય ચલાવતા અને અત્યાર સુધીમાં હજારો લોકોને
આ વિશિષ્ટ યોગ શીખવી ચૂકેલા ઝુબિન ઝરથોસ્ટીમનેશે યોગગુરુજીની વિદાયના
સંદર્ભમાં પોતાની મનોવ્યથા પ્રગટ કરતાં કહે છે, અએક વાર મેં ગુરુજી પાસે
સાંભYયું હતું કે લોકો માત્ર મારાં આસનો જોઈ શકે છે, જ્યારે હું તો મારાં
આસનોમાં આખા યોગના અધ્યાયને જોઈ શકું છું. તેમણે જે કહ્યું એ અને જે કંઈ
કર્યું છે એ આ કરોડો લોકો માટે પ્રેરણા અને સુખી જીવન જીવવાનું માધ્યમ
બન્યું છે. તેઓ હંમશાં અમારા હૃદયમાં, મનમાં, શરીરમાં અને અમારા શ્વાસમાં
જીવંત રહેશે. તેમની પાસેથી અમે જે પણ કંઈ જીવનમાં મેળવ્યું છે એને શબ્દોમાં
વર્ણવવું અઘરું છે.
તેમના પ્રભાવમાં આવ્યા વિના રહેવાય નહીં : આરતી મહેતા
સાઉથ મુંબઈમાં છેલ્લાં ૩૫ વર્ષથી આયંગર યોગ શીખવતાં આરતી મહેતા ગુરુજી સાથેના અનુભવને શૅર કરતાં કહે છે, અગુરુજીનું ટીચિંગ મારા લોહીમાં ભળી ગયું છે અને એ હવે હું જીવીશ ત્યાં સુધી મારી સાથે રહેશે. તેમની આભા જ એટલી પ્રભાવક હતી કે એને તમે ઇગ્નોર કરી જ ન શકો. મને યાદ છે કે રશિયામાં યોગ ટીચર ટ્રેઇનિંગ ચાલી રહી હતી અને એમાં અર્ધચંદ્રાસન તેઓ શીખવી રહ્યા હતા. ઘણા પ્રયત્ન પછી પણ એ આસન મને નહોતું જ આવડી રહ્યું, પરંતુ તેમની સામે બેસીને જ્યારે એ કરવાનું આવ્યું ત્યારે કોને ખબર ઑટોમૅટિક એ આસન હું પર્ફેક્ટ કરવા લાગી. તેમની શીખવવાની રીત અને એ યોગ કરવાને કારણે અમે પણ અમારા જીવનમાં પુષ્કળ પૉઝિટિવ ચેન્જિસ જોયા છે. ખરેખર અમે પણ તેમની વિદાયથી ભારે સદમો અનુભવી રહ્યા છીએ. આવી વિભૂતિઓ ધરતી પર બહુ જૂજ અવતરતી હોય છે.
આર્મિમેનને ટ્રેઇનિંગ અપાતી હોય એમ તેઓ યોગ શીખવતા : બિરજુ મહેતા
૧૫ વર્ષની ઉંમરથી પિતાની પ્રેરણાને કારણે ગુરુજીના સંપર્કમાં આવેલા ચર્ચગેટમાં રહેતા બિરજુ મહેતા છેલ્લાં ૪૦ વર્ષથી મુંબઈમાં ત્રણ જગ્યાએ આયંગર યોગ શીખવવા માટે જાય છે. મૂળ એન્જિનિયર એવા બિરજુ બી.કે.એસ. આયંગરના મૃત્યુના સમાચારથી આઘાતમાં મુકાઈ ગયા હતા. તે કહે છે, અગુરુજી કોઈ સામાન્ય માણસ નહોતા. કળિયુગના ધન્વંતરી તેમને કહીએ તો વધુ નહીં ગણાય, કારણ કે તેમણે અનેક લોકોના જીવનમાં અજવાળાં પાથયાર઼્ છે. અત્યારના મૉડર્નાઇઝેશનના જમાનામાં જ્યાં સતત ચિંતા અને માનસિક સંતાપ વધી રહ્યાં છે ત્યારે પૌરાણિક વિદ્યાને આજના જમાના સાથે સંયોજિત કરીને તેમણે સમાજ પર બહુ મોટો ઉપકાર કયોર્ છે. મારા જીવનને તેમણે શેપ-અપ કર્યું છે. તેમની શીખ અંતિમ શ્વાસ સુધી મારી સાથે રહેશે. તેમણે આખા વિશ્વમાં બીજ વાવી દીધાં છે અને વિશ્વ એ બીજમાંથી ઊગતાં ફૂલ અને ફળની મજા લેશે. નેચરવાઇઝ અત્યંત સ્પૉન્ટેનિયસ અને જૉયફુલ, પરંતુ જ્યારે પણ યોગ બરાબર ન થાય ત્યારે તેઓ ગુસ્સે થતા. તેમની સાથે યોગશિક્ષક તરીકે ઘણી ઇન્ટરનૅશનલ ટૂર પણ કરી છે. જ્યારે યોગ શીખવતા હોય ત્યારે આર્મીની ટ્રેઇનિંગ આપતા હોય એટલી ચોકસાઈ રાખે. સહેજ પણ ગાફેલ રહેનારા લોકોને ત્યાં જ તતડાવી નાખે. તેમના ડરથી પણ લોકો પ્રૉપર ટ્રેઇન થતા. યોગાસનને ટેકન ફૉર ગ્રાન્ટેડ ન લેવાય એની પણ તેમણે ખૂબ તકેદારી રાખી છે, જેનું રિઝલ્ટ દુનિયાઆખીને મYયું છે.
તેમનો સંદેશ હતો મારો અંત એ તમારી શરૂઆત હોવી જોઈએ : કલ્પના વોરા
અંધેરીમાં રહેતાં આયંગર યોગનાં પ્રશિક્ષક કલ્પના વોરા કહે છે, અહું ૧૯૮૩માં અનાયાસે જ ગુરુજીના સંપર્કમાં આવી હતી. એ પછી જાણે સંપૂર્ણ રીતે મારી લાઇફ આખી બદલાઈ ગઈ. મારામાં અનબિલીવેબલ પૉઝિટિવિટી આવી છે. તેમની પાસેથી યોગ શીખતાં-શીખતાં શારીરિક અને માનસિક બન્ને રીતે હું તંદુરસ્ત બની છું. તેમના કારણે મારા જીવનમાં શિસ્ત આવ્યું છે. તેમણે છેલ્લે-છેલ્લે કહ્યું પણ હતું કે માય એન્ડ શુડ બી યૉર બિગિનિંગ. તેમનો આ મેસેજ તેમના બધા જ ફૉલોઅર્સ માટે ખૂબ ઉપયોગી થવાનો છે. ગુરુજીનાં બે શસ્ત્ર હતાં - કઠોરતા અને વહાલ. જ્યારે યોગમાં પર્ફેક્શનની વાત આવે ત્યારે તેઓ વજ્ર જેવા કઠોર બની જતા અને બાકીનો બધો સમય તેઓ વહાલ વરસાવતા. મને તો અનેક વાર બધા સ્ટુડન્ટ્સની વચ્ચે તેમણે ખખડાવી છે. માત્ર મને જ નહીં, જ્યાં તેમને આસનોમાં ઇમ્પર્ફેક્શન દેખાય ત્યાં તેઓ સામેવાળાને હર્ટ થઈ જાય એ હદ સુધી વઢી લેતા, પરંતુ તેમની આ વઢે મને બહેતર જ બનાવી છે. જ્યારે તેમને લાગે કે વઢવાથી સુધારો થશે ત્યારે તેઓ સંકોચ કર્યા વિના વઢી લેતા. તેમની પ્રતિભા નાળિયેર જેવી હતી, બહારથી કઠણ અને અંદરથી સાવ નરમ. તેમની પ્રકૃતિ પણ નાળિયેર એટલે કે કલ્પતરુ જેવી હતી. તેમણે માત્ર આપવાનું જ કામ કર્યું છે.
સ્પેશ્યલ સ્ટોરી- રુચિતા શાહ
ભારતીય પરંપરાની ધરોહર સમા યોગને પોતાના અનુભવ અને સંશોધનના આધારે એક નવું સ્વરૂપ આપીને વિશ્વભરમાં પહેલવહેલો જાણીતો બનાવનારા પ્રખર યોગી બી. કે. એસ. આયંગરનું મૂળ સેન્ટર ભલે પુણે રહ્યું હોય, પરંતુ વર્ષો પહેલાં મુંબઈ સાથે પણ તેમનો બહુ ગાઢ નાતો જોડાઈ ચૂક્યો હતો. સતત ચાર દાયકા સુધી તેઓ અવિરતપણે મુંબઈમાં અઠવાડિયાના બે દિવસ આવીને યોગ શીખવતા હતા. આત્મકથામાં તેમણે ઉલ્લેખ કયોર્ છે કે ૧૯૫૩ના ઑક્ટોબર મહિનામાં જૈન સાધુ શ્રીભદ્રંકરજી મહારાજને યોગ શીખવવા માટે તેઓ પહેલી વાર મુંબઈ આવ્યા હતા. એ પહેલાં મુંબઈમાં ક્યાંય કોઈને આયંગર યોગ વિશે કોઈ સમજ નહોતી. તેમણે કરેલા ઉલ્લેખ અનુસાર જૈન મુનિ પોતે ખૂબ જ્ઞાની હતા અને તેમની જ્ઞાનયાત્રામાં આ યોગને કારણે તેમને લાભ થાય એટલે જ તેઓ ખાસ આ યોગ શીખવા માગતા હતા. જોકે લાંબો સમય મુંબઈમાં રહી શકાય એમ નહોતું અને એ દરમ્યાન સાધુઓ પણ યોગ શીખવા માટે આવવા માંડ્યા ત્યારે મહારાજશ્રીએ જ સજેશન આપ્યું કે તમે અહીં પણ શા માટે યોગના ક્લાસ શરૂ નથી કરતા? અને બસ, એ જ વાતને ધ્યાનમાં રાખીને ૧૯૫૪માં છ સ્ટુડન્ટ્સ સાથે ભૂલાભાઈ દેસાઈ આર્ટ્સ ઍન્ડ ફાઇન આટ્ર્સ ઇãન્સ્ટટયૂટની ટેરેસ પર પહેલા ક્લાસની શરૂઆત થઈ. એ પછી દર વખતે તેમના સ્ટુડન્ટ્સ જ અલગ-અલગ સ્કૂલમાં જઈને તેમના હૉલ, ઑડિટોરિયમ કે ટેરેસની જગ્યાની પરમિશન શનિ-રવિ માટે લઈ આવતા અને ત્યાં ગુરુજી બન્ને દિવસ સવાર અને સાંજ યોગના ક્લાસ ચલાવતા.
આ સિલસિલો લગભગ ૪૦ વર્ષ સુધી ચાલ્યો. દરેક વખતે સ્કૂલ અને સ્થળ બદલાતાં, કારણ કે તેમની પાસે પોતાની જગ્યા નહોતી. પુણેથી મુંબઈ અને મુંબઈથી પુણે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય ત્યારે તેઓ લેખનકાર્ય કરતા. તેમણે લખેલાં ચાર અદ્ભુત પુસ્તકો લાઇટ ઑન યોગ લાઇટ ઑન પ્રાણાયામ લાઇટ ઑન યોગસૂત્ર ઑફ પતંજલિ અને લાઇટ ઑન લાઇફ એ આ ટ્રાવેલિંગ દરમ્યાન ઉદ્ભવેલું ક્રીએશન છે. ટૂંકમાં, મુંબઈ સાથે ગુરુજીનો બહુ જ ઘનિષ્ઠ નાતો રહ્યો છે. પુણે પછી સર્વાધિક સમય ગુરુજીએ ક્યાંય વિતાવ્યો હોય તો એ મુંબઈ છે.
૧૯૯૪ સુધી વીક-એન્ડમાં નિયમિત ગુરુજી મુંબઈ આવ્યા એ પછી એ ધીમે-ધીમે ઘટતું ગયું. એ અરસામાં આયંગર યોગ શીખતા મુંબઈના વિદ્યાર્થીઓએ એક પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું અને પોતે જ પોતાની રીતે પૈસા ભેગા કરીને ૨૦૦૨માં લોઅર પરેલમાં લાઇટ ઑન યોગ રિસર્ચ સેન્ટર શરૂ કર્યું. અહીં ગુરુજી પાસેથી આયંગર યોગની ટેકનિક શીખેલા શિક્ષકો દ્વારા યોગ શીખવવાનું શરૂ કર્યું. મુંબઈગરાઓએ એને બહુ સારો રિસ્પૉન્સ આપ્યો. અત્યારે ઑફિશ્યલ ટ્રસ્ટ અંતર્ગત મુંબઈમાં લોઅર પરેલ સેન્ટર ખાતે, ઑગસ્ટ ક્રાન્તિ મેદાનની પાસે ગામદેવીમાં અને સાયનમાં ક્લાસિસ ચાલે છે. ટ્રસ્ટ અંતર્ગત અઠવાડિયાના ૬૦ ક્લાસિસ ચાલે છે જેમાં ત્રણે સેન્ટરના મળીને ૨૫૦૦ની આસપાસ વિદ્યાર્થીઓ ભણે છે. આ ઉપરાંત ઑલઓવર મુંબઈમાં ૫૦ જેટલી જગ્યાએ પ્રાઇવેટ્લી પણ આયંગર યોગ શીખવવામાં આવે છે. ગુરુજી પાસે શીખેલા આયંગર યોગ શીખવતા પંચાવનથી ૬૦ શિક્ષકો મુંબઈમાં છે. ટ્રસ્ટની અન્ડર ચાલતા ક્લાસમાં ૨૦૦૨માં નક્કી કરેલું ફી-સ્ટ્રક્ચર જ આજે પણ સક્રિય છે. મહિનાના ૩૦૦ રૂપિયા સ્ટુડન્ટ પાસેથી લેવામાં આવે છે જેમાંની અમુક નૉમિનલ રકમ યોગશિક્ષકને તેમને લાગતા ટ્રાવેલિંગ અને અન્ય ખર્ચને ધ્યાનમાં રાખીને પુરસ્કાર તરીકે આપવામાં આવે છે અને બાકીની રકમ ક્લાસના મેઇન્ટેનન્સ માટે રાખવામાં આવે છે. મુંબઈમાં છેલ્લાં ૬૦ વર્ષથી આયંગર યોગનો પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે જેમાં લોકોને લાભ મળવાને કારણે છેલ્લાં અમુક વષોર્માં એની સ્પીડ વધી છે.
બી. કે. એસ. આયંગરના મુંબઈના શિષ્યોનાં સંભારણાં
લિવિંગ લેજન્ડ જેવી પ્રતિભા અને ભારતના રબરમૅન તરીકે આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બનેલા બી. કે. એસ. આયંગરનું બુધવારે વહેલી પરોઢે અવસાન થયું એના કારણે તેમની સાથે સમય વિતાવનારા અને તેમના હાથ નીચે ટ્રેઇન થયેલા મુંબઈમાં રહેતા આયંગર યોગના યોગશિક્ષકોમાં પણ ભારે આઘાતની લાગણી છવાઈ છે. જેમની પાસેથી જીવવાની મકસદ મળી અને જેમના જીવનમાં પ્રવેશ્યા પછી લાઇફ અનેક રીતે સમૃદ્ધ બની એ ગુરુજીની વિદાયને તેઓ જીરવી શક્યા નથી. મુંબઈમાં આયંગર યોગ શીખવતા સર્ટિફાઇડ યોગશિક્ષકો પાસેથી જાણીએ ગુરુજી સાથેનાં તેમનાં યાદગાર સંભારણાં.
ગયા પછી ગુરુજીની કિંમત વધુ લોકોને સમજાઈ
અમારા માથેથી તો જાણે આખેઆખું આકાશ જતું રહ્યું : પન્ના મિસ્ત્રી
અમારી અંદર હંમેશાં જીવતા રહેશે ગુરુજી : ઝુબિન ઝરથોસ્ટીમનેશ
તેમના પ્રભાવમાં આવ્યા વિના રહેવાય નહીં : આરતી મહેતા
સાઉથ મુંબઈમાં છેલ્લાં ૩૫ વર્ષથી આયંગર યોગ શીખવતાં આરતી મહેતા ગુરુજી સાથેના અનુભવને શૅર કરતાં કહે છે, અગુરુજીનું ટીચિંગ મારા લોહીમાં ભળી ગયું છે અને એ હવે હું જીવીશ ત્યાં સુધી મારી સાથે રહેશે. તેમની આભા જ એટલી પ્રભાવક હતી કે એને તમે ઇગ્નોર કરી જ ન શકો. મને યાદ છે કે રશિયામાં યોગ ટીચર ટ્રેઇનિંગ ચાલી રહી હતી અને એમાં અર્ધચંદ્રાસન તેઓ શીખવી રહ્યા હતા. ઘણા પ્રયત્ન પછી પણ એ આસન મને નહોતું જ આવડી રહ્યું, પરંતુ તેમની સામે બેસીને જ્યારે એ કરવાનું આવ્યું ત્યારે કોને ખબર ઑટોમૅટિક એ આસન હું પર્ફેક્ટ કરવા લાગી. તેમની શીખવવાની રીત અને એ યોગ કરવાને કારણે અમે પણ અમારા જીવનમાં પુષ્કળ પૉઝિટિવ ચેન્જિસ જોયા છે. ખરેખર અમે પણ તેમની વિદાયથી ભારે સદમો અનુભવી રહ્યા છીએ. આવી વિભૂતિઓ ધરતી પર બહુ જૂજ અવતરતી હોય છે.
આર્મિમેનને ટ્રેઇનિંગ અપાતી હોય એમ તેઓ યોગ શીખવતા : બિરજુ મહેતા
૧૫ વર્ષની ઉંમરથી પિતાની પ્રેરણાને કારણે ગુરુજીના સંપર્કમાં આવેલા ચર્ચગેટમાં રહેતા બિરજુ મહેતા છેલ્લાં ૪૦ વર્ષથી મુંબઈમાં ત્રણ જગ્યાએ આયંગર યોગ શીખવવા માટે જાય છે. મૂળ એન્જિનિયર એવા બિરજુ બી.કે.એસ. આયંગરના મૃત્યુના સમાચારથી આઘાતમાં મુકાઈ ગયા હતા. તે કહે છે, અગુરુજી કોઈ સામાન્ય માણસ નહોતા. કળિયુગના ધન્વંતરી તેમને કહીએ તો વધુ નહીં ગણાય, કારણ કે તેમણે અનેક લોકોના જીવનમાં અજવાળાં પાથયાર઼્ છે. અત્યારના મૉડર્નાઇઝેશનના જમાનામાં જ્યાં સતત ચિંતા અને માનસિક સંતાપ વધી રહ્યાં છે ત્યારે પૌરાણિક વિદ્યાને આજના જમાના સાથે સંયોજિત કરીને તેમણે સમાજ પર બહુ મોટો ઉપકાર કયોર્ છે. મારા જીવનને તેમણે શેપ-અપ કર્યું છે. તેમની શીખ અંતિમ શ્વાસ સુધી મારી સાથે રહેશે. તેમણે આખા વિશ્વમાં બીજ વાવી દીધાં છે અને વિશ્વ એ બીજમાંથી ઊગતાં ફૂલ અને ફળની મજા લેશે. નેચરવાઇઝ અત્યંત સ્પૉન્ટેનિયસ અને જૉયફુલ, પરંતુ જ્યારે પણ યોગ બરાબર ન થાય ત્યારે તેઓ ગુસ્સે થતા. તેમની સાથે યોગશિક્ષક તરીકે ઘણી ઇન્ટરનૅશનલ ટૂર પણ કરી છે. જ્યારે યોગ શીખવતા હોય ત્યારે આર્મીની ટ્રેઇનિંગ આપતા હોય એટલી ચોકસાઈ રાખે. સહેજ પણ ગાફેલ રહેનારા લોકોને ત્યાં જ તતડાવી નાખે. તેમના ડરથી પણ લોકો પ્રૉપર ટ્રેઇન થતા. યોગાસનને ટેકન ફૉર ગ્રાન્ટેડ ન લેવાય એની પણ તેમણે ખૂબ તકેદારી રાખી છે, જેનું રિઝલ્ટ દુનિયાઆખીને મYયું છે.
તેમનો સંદેશ હતો મારો અંત એ તમારી શરૂઆત હોવી જોઈએ : કલ્પના વોરા
અંધેરીમાં રહેતાં આયંગર યોગનાં પ્રશિક્ષક કલ્પના વોરા કહે છે, અહું ૧૯૮૩માં અનાયાસે જ ગુરુજીના સંપર્કમાં આવી હતી. એ પછી જાણે સંપૂર્ણ રીતે મારી લાઇફ આખી બદલાઈ ગઈ. મારામાં અનબિલીવેબલ પૉઝિટિવિટી આવી છે. તેમની પાસેથી યોગ શીખતાં-શીખતાં શારીરિક અને માનસિક બન્ને રીતે હું તંદુરસ્ત બની છું. તેમના કારણે મારા જીવનમાં શિસ્ત આવ્યું છે. તેમણે છેલ્લે-છેલ્લે કહ્યું પણ હતું કે માય એન્ડ શુડ બી યૉર બિગિનિંગ. તેમનો આ મેસેજ તેમના બધા જ ફૉલોઅર્સ માટે ખૂબ ઉપયોગી થવાનો છે. ગુરુજીનાં બે શસ્ત્ર હતાં - કઠોરતા અને વહાલ. જ્યારે યોગમાં પર્ફેક્શનની વાત આવે ત્યારે તેઓ વજ્ર જેવા કઠોર બની જતા અને બાકીનો બધો સમય તેઓ વહાલ વરસાવતા. મને તો અનેક વાર બધા સ્ટુડન્ટ્સની વચ્ચે તેમણે ખખડાવી છે. માત્ર મને જ નહીં, જ્યાં તેમને આસનોમાં ઇમ્પર્ફેક્શન દેખાય ત્યાં તેઓ સામેવાળાને હર્ટ થઈ જાય એ હદ સુધી વઢી લેતા, પરંતુ તેમની આ વઢે મને બહેતર જ બનાવી છે. જ્યારે તેમને લાગે કે વઢવાથી સુધારો થશે ત્યારે તેઓ સંકોચ કર્યા વિના વઢી લેતા. તેમની પ્રતિભા નાળિયેર જેવી હતી, બહારથી કઠણ અને અંદરથી સાવ નરમ. તેમની પ્રકૃતિ પણ નાળિયેર એટલે કે કલ્પતરુ જેવી હતી. તેમણે માત્ર આપવાનું જ કામ કર્યું છે.
No comments:
Post a Comment