(તસવીરઃ જન્મદિવસે માતાને મળવા આવેલા નરેન્દ્ર મોદીને પૂર પીડિતો માટે રૂ. 5001નું ફાળો આપી રહેલા માતા હીરાબા)
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 64મો જન્મદિવસ હોવાથી
માતાના આશીર્વાદ લેવા માટે અને ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગને મળવા માટે ગઈ
કાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે સવારે ગાંધીનગર સ્થિત માતાના નિવાસ
સ્થાને આવી પહોંચ્યા હતા અને માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. મોદીએ
પોતાના જન્મદિવસને લઈને બે દિવસ પહેલા ટ્વિટ કરી હતી કે, પોતાનો જન્મદિવસ ન
ઉજવે અને તેના પૈસા કાશ્મીર પીડિતોને આપે.
દીકરાના આ વેણને માતાએ યાદ રાખ્યા હતા અને આજે નરેન્દ્રભાઈ માતાના આશીર્વાદ લેવા માટે આવ્યા, ત્યારે માતાએ પૂર પીડિતો માટે રૂ.5001 નરેન્દ્ર મોદીના હાથમાં આપ્યા હતા. માતાએ આપેલા પૈસા નરેન્દ્ર મોદીએ પંકજભાઈને આપી દીધા હતા અને માતાના નામે કાશ્મીર પૂર પીડિતોની સહાય માટે લખી દેવા જણાવ્યું હતું.
સવારે સવા સાત વાગ્યે નરેન્દ્ર મોદી માતાના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં સામાન્ય નાગરિકો માટે પ્રવેશબંધી હતી. તેઓ પોતાની કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતર્યા બાદ તેમણે મીડિયાનું અભિવાદન કર્યું હતું.

* સવારે માતાને મળવા પહોંચેલા નરેન્દ્ર મોદી માતાને પગે લાગ્યા હતા
* આશીર્વાદ લીધા બાદ નરેન્દ્ર મોદીએ માતાના હાલચાલ પુછ્યા હતા
* મોટાભાઈને આવકારતાં પંકજભાઈએ ખૂરશી અને નીચે રજાઈ પાથરી હતી
* જન્મદિવસે માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીનું મોઢું મીઠું કરાવ્યું
* હીરાબાએ પૂર પીડિતો માટે પુત્ર નરેન્દ્ર મોદીને 5001 રૂપિયા આપ્યા
No comments:
Post a Comment