મુંબઈ:સરકાર
અને નિયમનકર્તાઓએ વિલફુલ ડિફોલ્ટર્સ (ઇરાદાપૂર્વક નાદારી જાહેર કરનાર)
સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સતત વધી રહેલી બેડ લોનને કારણે બેન્કિંગ
સિસ્ટમ પર જોખમ ઊભું થયું છે. સેબી આકરાં પગલાંના ભાગરૂપે વિલફુલ
ડિફોલ્ટર્સને ઇક્વિટી ભંડોળ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે.
એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, સેબી પબ્લિક ઇશ્યૂ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે 'યોગ્ય' વ્યક્તિ તેમજ 'ફિટ એન્ડ પ્રોપર' વ્યક્તિના નિયમની સમીક્ષા કરી રહી છે. જેથી વિલફુલ ડિફોલ્ટર્સને આ નિયમો હેઠળ લાવી શકાય. તેમણે જણાવ્યું હતું કે, આ નીતિવિષયક મુદ્દો છે, જેની અમે ચકાસણી કરી રહ્યા છીએ.
સેબી ઉપરાંત, રિઝર્વ બેન્ક પણ આ દિશામાં સક્રિય છે. તેણે વિલફુલ ડિફોલ્ટર્સ અંગેના પોતાના નિયમોને ચુસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રિઝર્વ બેન્કે વેબસાઇટ પર જણાવ્યું હતું કે, ગ્રૂપની જ ડિફોલ્ટિંગ કંપનીઓને આપેલી ગેરંટી પૂરી કરવામાં નિષ્ફળ રહેલી અન્ય કંપનીઓને પણ વિલફુલ ડિફોલ્ટર ગણવામાં આવશે.
રિઝર્વે બેન્કે વધુમાં જણાવ્યું હતું કે, આ નિયમ ઇન્કોર્પોરેટેડ અને એ સિવાયની તમામ કંપનીઓ અને બિઝનેસ એન્ટરપ્રાઇઝને લાગુ પડશે. બિઝનેસ એન્ટરપ્રાઇઝની નાદારીના કિસ્સામાં બેન્કો અને નાણાસંસ્થાઓએ મેનેજમેન્ટમાં સામેલ ડિરેક્ટર્સના નામની માહિતી આપવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ દાયકાની નીચી સપાટીએ પહોંચી ત્યારે ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં કોર્પોરેટ ડિફોલ્ટ અને બેડ લોનના કિસ્સામાં ઉછાળો નોંધાયો હતો. અમલદારશાહી (રેડ ટેપિઝમ) અને પર્યાવરણ સંબંધી મંજૂરીને કારણે ઘણા પ્રોજેક્ટ્સ અટકી પડ્યા હતા.
જાન્યુઆરી-માર્ચ 2014માં ગ્રોસ બેડ લોન એડ્વાન્સિસના પ્રમાણમાં સાધારણ ઘટીને 4.2 ટકા રહી હતી, પરંતુ બેન્કિંગ સિસ્ટમ પર દબાણ હજુ ઘણું ઊંચું છે. માર્ચ 2014માં કોમર્શિયલ બેન્કોની એનપીએ બે આંકડામાં હતી. ઉપરાંત, છેલ્લા કેટલાક મહિનામાં એનપીએમાં મોટા એકાઉન્ટનો ઉમેરો તેમજ સહાયની જરૂરિયાતના કિસ્સા સૂચવે છે કે, આગામી સમયમાં સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.
લાંચના આરોપસર ભૂષણ સ્ટીલના વાઇસ ચેરમેન અને એમડી નીરજ સિંઘલની ધરપકડ પછી પીએસયુ બેન્કોના ફોરેન્સિક ઓડિટનો આદેશ આપવામાં આવ્યો હતો. થોડાં સપ્તાહ પછી કોલકાતાની યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાએ યુબી ગ્રૂપના ચેરમેન વિજય માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા હતા. યુબી જૂથની એરલાઇન કિંગફિશર લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા પછી બેન્કે આ પગલું લીધું હતું.

No comments:
Post a Comment