લાલબાગચા રાજાને મળેલા ડોનેશને આ વર્ષે અગાઉનો રેકૉર્ડ તોડી દીધો : આજથી ત્રણ દિવસ સુધી ઑક્શન
દર વખતની જેમ આ વખતે પણ અલગ-અલગ ગણેશ-મંડળોમાં ભક્તોએ બાપ્પા પર સોના, ચાંદી અને રોકડની ભેટનો વરસાદ કર્યો હતો. મુંબઈના ફેમસ લાલબાગચા રાજાના ચરણે તો કોઈ ભક્તે કાર પણ ડોનેટ કરી હતી. શહેરમાં વધતાં જતાં ગણેશ-મંડળોને કારણે વધુ ને વધુ લોકોને આકર્ષવા એ મંડળો માટે એક ચૅલેન્જ બની રહી છે. લાલબાગચા રાજા મંડળની આવક દર વર્ષે વધતી જાય છે ત્યારે ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) સેવા મંડળ અને ગણેશ ગલી ગણપતિ મંડળની આવક પણ નવા રેકૉર્ડ કરી રહી છે.
મુંબઈના સૌથી સમૃદ્ધ GSB મંડળને આ વર્ષે ૭૪ લાખ રૂપિયા રોકડા દાનપેટે મળ્યા છે અને પાંચ દિવસના ગણપતિ દરમ્યાન બાપ્પાના ચરણે ધરવામાં આવેલાં સોના અને ચાંદીનું મૂલ્યાંકન હજી બાકી છે. આ વર્ષે આ મંડળને સોના અને ચાંદી ઉપરાંત ૨.૫ કિલો સોનાની વૈજયંતી માળા, ૧૨ કિલો ચાંદી અને ૧૫૦ ગ્રામ સોનાનું હિબિસકસ ફ્લાવર (જાસવંતીનું ફૂલ) ડોનેશન તરીકે મળ્યાં છે. મુંબઈચા રાજા તરીકે ઓળખાતા લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળ (ગણેશ ગલી)ના ગણપતિને પંચાવન લાખ રૂપિયા રોકડા દાનપેટે મળ્યા છે, પરંતુ સોના અને ચાંદીરૂપે કોઈ મોટું ડોનેશન નથી મળ્યું. મંડળને મળેલાં સોના અને ચાંદીનું મૂલ્ય હજી કાઢવાનું બાકી છે.
જોકે લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળ દર વર્ષે વધુ ને વધુ શ્રીમંત બની રહ્યું છે અને ગયા વર્ષે સાત કરોડ રૂપિયાની કુલ આવક સામે આ વર્ષે ૬.૯ કરોડ રૂપિયા રોકડા ઉપરાંત ૬ કિલો સોનું અને ૧૦૦ કિલો ચાંદીની ભેટ મળી છે. ૨૦૦૬ની જેમ આ વર્ષે પણ મંડળને એક કારનું ડોનેશન મળ્યું છે. અગાઉની ભૂલમાંથી શીખીને આ વખતે મંડળે ડૉક્યુમેન્ટ્સ તપાસીને જ કાર સ્વીકારી છે. આ મંડળ સોના-ચાંદીની સાથે કારનું પણ આજથી રવિવાર સુધી એમ ત્રણ દિવસ માટે ઑક્શન કરશે.
આજે અંધેરીચા રાજાની વિસર્જનયાત્રા
શહેરમાં બધાં મંડળોના ગણપતિનું વિસર્જન થઈ ગયું છે, પરંતુ અંધેરીચા રાજા મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની વિસર્જનયાત્રા આજે સાંજે સાડાપાંચ વાગ્યે નીકળશે. આવતી કાલે શનિવારે મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ સ્પેશ્યલ વિસર્જનયાત્રાને કારણે અંધેરી (વેસ્ટ)માં ટ્રાફિક પર અસર થવાની શક્યતા છે.

No comments:
Post a Comment