અગ્રણી આઇટી કંપની કોગ્નિઝન્ટે સોમવારે 2.7 અબજની કેશ ડીલમાં અમેરિકાની ટ્રાઇઝેટો કોર્પોરેશનને હસ્તગત કરવાની જાહેરાત કરી છે. કંપની આ એક્વિઝિશનની મદદથી હેલ્થકેર આઇટી સોફ્ટવેર એન્ડ સોલ્યુશન્સ માર્કેટની તકને ઝડપી શકશે. ટ્રાઇઝેટોની ખરીદી પછી કંપનીની હેલ્થકેર સેક્ટરની કુલ આવક ૩ અબજ ડોલરથી પણ વધુ થશે.
ટ્રાઇઝેટો કોર્પોરેશન આઇટી સોફ્ટવેર અને સોલ્યુશન્સ પ્રોવાઇડર છે. 1997માં સ્થપાયેલી આ કંપની અમેરિકામાં 13 અને ભારતમાં બે ઓફિસ ધરાવે છે. કોગ્નિઝન્ટ આ એક્વિઝિશનની મદદથી ઝડપથી વધી રહેલા હેલ્થકેર માર્કેટની તકને ઝડપી લેવાની યોજના ધરાવે છે. હેલ્થકેર માર્કેટ અમેરિકાના જીડીપીમાં લગભગ 17 ટકા હિસ્સો ધરાવે છે.
કોગ્નિઝન્ટની આવકમાં હેલ્થકેર સેક્ટરનો હિસ્સો હાલ 26 ટકા છે. કંપનીએ ચાલુ વર્ષે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ૨.૧૬ અબજની આવક સાથે 30.04 કરોડ ડોલરનો નફો કર્યો હતો. કોગ્નિઝન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે 2.7 અબજ ડોલરની કેશ ડીલમાં ટ્રાઇઝેટો કોર્પોરેશનને હસ્તગત કરવાનો નિશ્ચિત કરાર કર્યો છે. આ સાથે ટ્રાઇઝેટો અને તેના 3,700 કર્મચારી કોગ્નિઝન્ટના હાલના હેલ્થકેર બિઝનેસનો ભાગ બનશે. કંપની હાલ હેલ્થકેર સેક્ટરના 200થી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે.
કોગ્નિઝન્ટના પ્રેસિડન્ટ ગોર્ડન કોબર્ને જણાવ્યું હતું કે, 'આ (એક્વિઝિશન) અમને ટ્રેડિશનલ આઇટી સર્વિસિસ, મેનેજમેન્ટ કન્સલ્ટિંગ, બિઝનેસ પ્રોસેસ સર્વિસિસ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ અને ઇમર્જિંગ ડિલિવરી મોડલ્સ માટે સારી તક પૂરી પાડે છે. કોગ્નિઝન્ટના સીઇઓ ફ્રાન્સિસ્કો ડી'સોઝાએ જણાવ્યું હતું કે, હેલ્થકેર બિઝનેસમાં માળખાકીય સુધારો થઈ રહ્યો છે. તેને લીધે વૃદ્ધિની નોંધપાત્ર તક ઊભી થઈ છે અને ટ્રાઇઝેટો આ તકને ઝડપી લેવામાં મદદ કરશે.
કોગ્નિઝન્ટના સીએફઓ કેરન મેકલોગ્લિને જણાવ્યું હતું કે, 'સોદા પછી તરત જ કોગ્નિઝન્ટના નોન-GAAP ઇપીએસમાં વધારો થશે. જેમ બંને કંપની વચ્ચેની સંયુક્ત અસરકારકતામાં વધારો થશે તેમ આવકના લાભમાં સતત વધારો થશે.
No comments:
Post a Comment