Translate

Thursday, September 11, 2014

મુંબઈ શેરબજાર રેડ ઝોનમાં બંધ: ફાર્મા ડાઉન

ફાર્મા, મેટલ, ઓઈલ-ગેસ તેમજ રિયલ્ટી શેરોમાં વેચવાલીથી મુંબઈ શેરબજાર ગુરુવારે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 27150.78 અને નીચામાં 26904.50 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 79.05 પોઈન્ટ ઘટીને 26978.36 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,127.95 અને 8,057.30 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 11.70 પોઈન્ટ ઘટીને 8,082.40 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.07 ટકા અને 1.39 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE હેલ્થકેર ઈન્ડેક્સ 1.72 ટકા, BSE મેટલ ઈન્ડેક્સ 1.18 ટકા અને BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 0.59 ટકા ઘટ્યા હતા જ્યારે BSE પાવર ઈન્ડેક્સ 0.56 ટકા, BSE ઓટો ઈન્ડેક્સ 0.55 વધ્યા હતા.

11 વાગ્યે:ફાર્મા, ઓટો, IT તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ધૂમ વેચવાલી શરૂ થતાં મુંબઈ શેરબજાર આજે બપોરે રેડ ઝોનમાં આવી ગયું હતું.

બપોરે 11 વાગ્યે BSE સેન્સેક્સ 109.02 પોઈન્ટ ઘટીને 26948.39 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 28.20 પોઈન્ટ ઘટીને 8,108.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.64 ટકા અને 0.89 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે ફાર્મા, ઓટો, IT તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, FMCG અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી.

શેરબજાર ઓપનિંગ:મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 49.50 પોઈન્ટ ઉછળીને 27106.91 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 13.95 પોઈન્ટ વધીને 8,108.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.73 ટકા અને 0.93 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, કેપિટલ ગૂડ્ઝ તેમજ બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ફાર્મા, મેટલ તેમજ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 27251.44 અને નીચામાં 27018.11 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 207.91 પોઈન્ટ ઘટીને 27057.41 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,135.75 અને 8,082.10 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 58.85 પોઈન્ટ ઘટીને 8,094.10 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports