Translate

Thursday, September 11, 2014

વાહનચાલક પાસેથી ટોલ લેવાનો જ શાનો?

મુંબઈથી અમદાવાદ જો બાય રોડ જવું હોય તો રસ્તામાં જેટલા રૂપિયા ટોલના ચૂકવવા પડે એના કરતાં ઓછી રકમમાં રેલવેની ટિકિટ મળી શકે છે. એટલે કે મુંબઈથી અમદાવાદની યાત્રા બાય ટ્રેન કરીએ તો ટોલની રકમ કરતાંય ઓછા ભાડામાં એ યાત્રા થઈ શકે. આવી સ્થિતિ કોઈ પણ વ્યક્તિને હૈયે વાગે જ.

નો પ્રૉબ્લેમ- રોહિત શાહ

એક કિલોમીટરદીઠ એક રૂપિયાથી બે રૂપિયા સુધીનો ટોલ ભરવો પડે... વાહનની સ્પીડ અટકાવીને ટોલ ભરવા માટે વારંવાર થોભવું પડે... લાઇનમાં ઊભા રહેવું પડે... સામા છેડે પહોંચ્યા પછી પાછું ટોલ ભર્યાની રસીદ બતાવવા ઊભા રહેવું પડે, આવી ઝંઝટથી ગુસ્સો ન આવે એવું બને ખરું?

મને તો એ જ નથી સમજાતું કે આ ટોલ વળી શા માટે ભરવાનો જ હોય? આપણે જ્યારે કોઈ નવું વાહન ખરીદીએ ત્યારે એ વાહનની કિંમત સાથે સરકારી ટૅક્સ ભરવાનો હોય છે એટલું જ નહીં, એ જ વખતે લાઇફટાઇમનો રોડ-ટૅક્સ ભરી દેવો પડે છે. પછી એ વાહનમાં જ્યારે-જ્યારે પેટ્રોલ, ડીઝલ કે ગૅસ ભરાવીએ ત્યારે-ત્યારે એ ફ્યુઅલની કિંમતમાં પણ સરકારનો ટૅક્સ ભરવો પડે. વાહન ચલાવવા માટે લાઇસન્સ મેળવવું કમ્પલ્સરી છે. લાઇસન્સ મેળવવા માટે પણ તગડી ફી ભરવી પડે. પાછું એ લાઇસન્સ રિન્યુ કરાવવું પણ ફરજિયાત છે અને રિન્યુ કરાવતી વખતે ફરીથી સરકારી ફી તો ભરવી જ પડે. તમારું લાઇસન્સ ખોવાઈ જાય અને નવું કે ડુપ્લિકેટ લાઇસન્સ મેળવવું હોય તો એનો ચાર્જ પણ સરકાર આપણી પાસેથી વસૂલ કરે છે. આ બધું તો ઠીક, આપણા વાહનની જેટલી વખત પેઇડ સર્વિસ કરાવીએ એના ચાર્જમાંય સર્વિસ-ટૅક્સ તો લાગે જ. વાહન માટે કોઈ વધારાની સગવડ કરાવવી હોય કે કોઈ ડેમેજ પાર્ટ બદલવો હોય તો એ પાર્ટ કે ચીજ ખરીદીએ એની કિંમત પર પણ અમુક ટકા વૅટ લાગતો જ હોય છે.

વાહનની ખરીદીથી લઈને એના વેચાણ સહિતની દરેક ઘટના પર સરકારી ટૅક્સ લાગે છે. તમારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એન્ટ્રી કરવાની હોય તો એનીય તગડી રકમ ચૂકવવી પડે. વાહનચાલક પાસેથી સરકાર કેટકેટલી રીતે અને કેટકેટલી વખત ટૅક્સના નામે પૈસા ખંર્ખેયા કરે છે એનો પૂરો હિસાબ માંડીએ તો ખરેખર તમ્મર આવી જાય. જાણે વાહન લઈને ફરવું એ કોઈ ગુનો ન હોય.

હૈયાને દઝાડે એટલા ટૅક્સ વારંવાર ભરતા રહેવાનું અને એ માટે સમય બગાડીને વારંવાર લાઇનમાંય ઊભા રહેવાનું. આવું તો કોને પોસાય? વાહનની કિંમત, પેટ્રોલની કિંમત, વાહનની સર્વિસ, વાહનનો પાર્ટ, રોડ-ટૅક્સ, લાઇસન્સ-ફી, સ્ટેટ એન્ટ્રી ફી જેવું બધું હોય તોય લટકામાં ટોલ તો ભરવાનો જ. રસ્તામાં કોઈ વખત ઉતાવળમાં સિગ્નલનું ધ્યાન ન રહે અને જરા આગળ વધી ગયા તો હવાલદાર આવીને તરત ફાઇન ફટકારે. ભ્શ્ઘ્ (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ) ન બતાવો તો ફાઇન ભરવાનો. હેડલાઇટ બંધ હોય, હેલ્મેટ ન પહેરી હોય કે સીટ-બેલ્ટ ન બાંધ્યો હોય તો કાં તો દંડ ભરવાનો અને કાં તો હવાલદારને રાજી કરવાનો.મારી દૃષ્ટિએ તો ટોલ એ પ્રજા પરનો જુલમ છે અને છતાં જો ટોલ વસૂલ જ કરવો હોય તો દરેક

ગામ-શહેરમાં એક ટોલ-સ્ટેશન હોવું જોઈએ. ત્યાં જઈને તમે જણાવો કે તમે ફલાણા નંબરનું, ફલાણું વાહન લઈને, અમુક રૂટ દ્વારા ફલાણી જગ્યાએથી ફલાણી જગ્યાએ જવાના છો. તો એની ગણતરી કરીને એ પૂરેપૂરો ટોલ લઈને ટિકિટ આપે. તમારે એ ટિકિટ લઈને-સાચવીને ફરવાનું. આમ થાય તો હાઇવે પર વારંવાર થોભવાની અને લાઇનમાં વેઇટ કરવાની કડાકૂટ ટળી શકે. અગાઉથી જ તમે રૂટ ફિક્સ કરેલો હોય અને તમે જે વાહન લઈને જવાના હો એની વિગત જણાવીને ટોલ ભરી દો. બસ, પત્યું. હા, વચ્ચે કોઈક કારણસર રૂટ બદલવાનો થાય તો તમે જે ગામ-નગરમાં હો ત્યાં ટોલ-સ્ટેશને જઈને એક્સટેન્શન ટોલ ભરી દેવાનો. આવી વ્યવસ્થા જરૂર થઈ શકે. કેટલાંક ટોલ-બૂથની તો મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં એ ધમધોકાર ચાલે છે. આનો પ્રૉબ્લેમ પણ પેલી નવી વ્યવસ્થા દ્વારા ટાળી શકાશે (બાય ધ વે, દરેક ટોલ-બૂથ પર અત્યારે એની પૂરા થવાની મુદત દૂરથી વાંચી શકાય એ રીતે ર્બોડ તો મૂકી જ શકાયને!). સરકાર પ્રજાને ખરેખર રાહત આપવા ઇચ્છતી હોય તો આ નવી વ્યવસ્થા વિશે જરૂર વિચાર કરે. પ્રજા (વાહનચાલકો) જરૂર કહેશે, નો-પ્રૉબ્લેમ!

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports