(આઇફોનમાં iOS 8ના એપ્સ)
ગેજેટ ડેસ્ક : પોતાના લેટેસ્ટ આઇફોન્સ (આઇફોન 6 અને આઇફોન 6
પ્લસ) અને પહેલી સ્માર્ટવોચને ગ્લોબલ ઇવેન્ટ બાદ હવે એપલની તરફથી ભારતીય
ગ્રાહકોને માટે આજે (17 સપ્ટેમ્બર)iOS 8 અપડેટ આપવામાં આવશે. ભારતીય સમય
અનુસાર રાતે 10.30 મિનિટથી ભારતીય ગ્રાહકો પોતાના આઇફોન, આઇપેડ અને
આઇપોડમાં iOS 8ને ડાઇનલોડ કરી શકે છે.
iOS 8 અપડેટ આઇફોન 4S, 5, 5C, 5S સિવાય આઇપોડ ટચની પાંચમી જનરેશન અને દરેક આઇપેડ્સમાં ડાઇનલોડ કરી શકાય છે. આ વર્ષની WWDC કોન્ફરન્સ(વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ 2014, 2-6 જૂન)માં આ નવી ઓપરેટિંગ સિસ્ટમને લાવવામાં આવી છે.
HealthKit
બ્લડ પ્રેશર , શુગર લેવલ, ઓક્સીજન રેટ, વજન, રેસ્પાઇરેટરી રેટ, કેટલી ઊઁઘ જરૂરી છે, કેટલી કલરત જરૂરી છે તે દરેકની ડિટેલ્સ મળી રહે છે. દરેક ડિટેલ્સને માટે એપમાં અલગ કોલમ છે જે અલગ રંગમાં દેખાય છે. તેની વચ્ચે સારી રીતે નેવિગેટ કરી શકાય છે.
આ એપમાં એ દરેક ફીચર્સ છે જે અન્ય દરેક ફિટનેસ એપમાં મળી રહે છે. જો કોઇ વાત અલગ હોય તો તે એ કે તેમાં હેલ્થકિટની મદદથી બ્લડને મોનિટર કરી શકાય છે. એપમાં એક સેન્ટ્રલ કાર્ડ છે જે યુઝરની હેલ્થનો રિપોર્ટ આપે છે. આ રિપોર્ટ ડેટાને કોઇપણ ઇમરજન્સીના સમયે મદદ કરે છે. તેને જોઇને લાગે છે કે એપલ ફિટનેસ બેન્ડને બદલે એક સંપૂર્ણ રીતે હેલ્થ ફ્રીક એપ બની રહેશે. એપમાં દરેક જાણકારી ક્યાં સેવ કરવામાં આવશે તેની કોઇ જાણકારી આપવામાં આવી નથી.

HomeKit
એપલનું આ હોનકિટ સ્માર્ટ હોમ ફ્રેમવર્ક છે. આ એપની મદદથી યુઝર્સ
પોતાના આઇફોનની મદદથી ઘરને સ્માર્ટ એપ્લાયન્સીસથી કંટ્રોલ કરશે. ફોનની
મદદથી ગેરેજનો દરવાજો ખોલવો, રૂમની લાઇટ ઓન કરવી, માઇક્રોવેવ ઓન કરવું અને
એવા અનેક કામ કે જે સ્માર્ટહોમમાં કરી શકાય છે.
યુઝર્સ પોતાના સ્માર્ટ એપ્લાયન્સીસને સીરી (એપવના પર્સનલ આસિસ્ટેન્ટ
સોફ્ટવેર)ની મદદથી કમાન્ડ પણ આપી શકાય છે. એટલે કે સીરી સ્વીચ ઓન ટીવી
કમાન્ડ આપીને યુઝર્સ ઘરના ટીવી ફોનની મદદથી ઓન કરી શકે છે.
No comments:
Post a Comment