ઈન્ટરનેશનલ ડેસ્ક. ગુરૂવારના રોજ સ્કોટલેન્ડના ૪૨ લાખ લોકો
ફેંસલો કરશે કે ઈગ્લેન્ડની સાથે ૩૦૦ વર્ષ જૂનો સંબંધ કાયમ રાખવો કે તેને
પૂર્ણ કરી દેવો. એવા રિપોર્ટસ આવ્યા છે કે સ્કોટલેન્ડ અલગ થવાનો નિર્ણય કરી
ચૂક્યું છે અને એવી ધારણા છે કે શું બ્રિટન યૂનિયનના પ્રતિક ધ્વજનો અંત
થશે અને શું સ્કોટલેન્ડ બ્રિટનની મહારાણી અને કરન્સી પાઉન્ડને માન્યતા આપતો
રહેશે.
જનમત સંગ્રહમાં હા માં બહુમતી આવશે તો સ્કોટલેન્ડ અલગ થઈ જશે પરંતુ
હજુ પણ આધારભૂત બાબતો નક્કી નથી કરવામાં આવી જેમ કે નવા દેશની કરન્સી શું
હશે, શાસન કોણ કરશે, સંવિધાન શું હશે, સ્કોટલેન્ડ યૂરોપિય સંઘનું સદસ્ય
રહેશે કે નહીં?
આ તમામ મામલામાં એક વાત હજુ સુધી સ્પષ્ટ નથી થઈ કે બ્રિટેન અને
સ્કોટલેન્ડ વચ્ચે મૂળ વાંધો શું છે. ભાષાનો કોઈ ઝગડો નથી. સ્કોટલેનડની
પોતાની સંસદ છે. સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં સ્કોટલેન્ડને સ્વાયત્ત
અધિકાર છે. હવે સ્કોટલેન્ડના રસ્તે વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડ ચાલે તો તે
બ્રિટન, જ્યાં ક્યારેય સૂરજ નહોતો ડૂબતો તે ઈગ્લેન્ડ સુધી જ મર્યાદિત થઈ
જશે.
જાણો કેટલીક રસપ્રદ હકિકતો
કોણ કરશે વોટ?
સ્કોટલેન્ડમાં ૪૨ લાખ લોકો વોટ કરવા માટે રજિસ્ટર કરવામાં આવ્યા છે,
જે એ નિર્ણય કરશે કે તેઓને બ્રિટનની સાથે જોડાયેલા રહેવું છે કે નહીં. જેના
માટે સમગ્ર સ્કોટલેન્ડમાં યસ અથવા નો કેમ્પેન ચલાવવામાં આવ્યું છે. મળતી
માહિતી મુજબ સમગ્ર સ્કોટલેન્ડ એકજૂથ થઈ ગયું છે. ૧૭૦૭ સુધી સ્કોટલેનડ એક
સ્વતંત્ર દેશ હતો. પરંતુ ઈગ્લેન્ડે તેના પર આધિપત્ય જમાવીને ગ્રેટ
બ્રિટનમાં મેળવી લીધું હતું. આ કારણે જ નોર્ધન આયરલેન્ડ પણ તેનો ભાગ બની
ગયું હતું.
જો નિર્ણય હા થયો તો શું સ્કોટલેન્ડ આઝાદ થઈ જશે?
આવું થવું શક્ય નથી લાગતું. જનમત સંગ્રહ ને સંપૂર્ણ રીતે કાનૂની શક્તિ
નથી. પરંતુ બ્રિટન સરકારને સ્કોટલેન્ડના લોકોને વાયદો કર્યો છે કે જો તેઓ
અલગ હોવાના પક્ષમાં વોટ આપે છે તો તેઓ તેમને આઝાદ કરી દેશે. અલગ થવાની
પ્રક્રિયા માર્ચ ૨૦૧૬ સુધીમાં પૂરી કરવામાં આવશે.
સ્કોટલેન્ડ કઈ કરન્સીનો ઉપયોગ કરશે?
આ બાબત પર પણ વિવાદ ઊભો થયો છે. તેમની કરન્સી યૂરો નહીં હોય.
સ્કોટલેન્ડની સરકાર ઈચ્છે છે કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને સંકળાયેલી કરન્સી
પાઉન્ડ સ્ટર્લિગનો ઉપયોગ કરે. તો પણ બ્રિટને ચેતવણી આપી છે કે બાકી વધેલું
યૂકે આ માટે તૈયાર નથી. જો સ્કોટલેન્ડ અલગ થાય છે તો તેણે જાતે જ નવી
કરન્સી બનાવવી પડશે.
કોણ છે આઝાદી કેમ્પેનની પાછળ
નેશનલ સ્કોટિશ પાર્ટીનાનેતા અને સ્કોટલેન્ડના પહેલા મંત્રી એલેક્સ
સેલ્મંડ પૂરા સ્કોટલેન્ડમાં યસ કેમ્પેન ચલાવી રહ્યા છે. તેઓ સ્કોટિશ
આઝાદીના સૌ પ્રથમ સમર્થકો પૈકીના એક છે. તેઓને ૨૧મી સદીના બહાદુર દિલવાળા
વ્યક્તિ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું છે કે હવે સ્કોટલેન્ડ
ઈતિહાસને નવેસરથી બનાવવાની જરૂર છે. સેલ્મંડને એક વાર તેમની જ પાર્ટી કાઢી
મૂક્યા હતા. રાજનેતા બન્યા પહેલા તેઓ ઈકોનોમિસ્ટના રૂપમાં કામ કરી ચૂક્યા
છે.
બ્રિટિશ પીએમની લોકોને અપીલ-વધુ અધિકારો અને પૈસા આપશે, અમને ના છોડો
બ્રિટન તૂટી રહ્યું છે જેના કારણે બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ
કૈમરૂને મંગળવારના રોજ માર્મિક અપીલ કરી હતી. તેઓએ સ્કોટલેન્ડની જનતાને વધુ
અધિકાર અને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. બ્રિટનના ત્રણ મોટા નેતા
એબર્ડીનમાં હતા. તે છે ડેવિડ કૈમરૂન, ઉપપ્રધાન મંત્રી નિક ક્લૈગ અને
વિપક્ષના નેતા એડ મિલિબૈંઙ તેઓ એવા મતદાતાઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી
રહ્યા છે જેઓએ હજુ સુધી પોતાનું મન નક્કી નથી કર્યું. તેઓએ કહ્યું કે, તેઓ
દિલ, દિમાગ અને મનથી એક રહેવા માંગે છે. સ્કોટિશ નેતા અલેક્સ સૈલ્મંડની
આઝાદીની માંગ પર કૈમરૂને ટિપ્પણી કરતા કહ્યું કે, સ્થાઈ અને અસ્થાઈને ભેગા
ના કરો. પછી ચેતવણી આપી કે, અલગાવ દર્દથી ભરેલા છૂટાછેટા જેવું હશે. તેને
પછી ઈચ્છશો તો પણ બદલી નહીં શકો. યૂનાઈટેડ કિંગડમને બચાવવા માટે વોટ આપો.
બ્રિટનનો છેલ્લો પ્રયાસઃ ત્રણ ગેરંટી
ગેરંટી ૧- સ્કોટિશ સંસદને નવા અધિકાર આપશેઃ
સ્કોટિશ સંસદને ૧૯ સપ્ટેમ્બર પછી વધુ અધિકાર આપીને મજબૂત કરવામાં આવશે. ૨૦૧૫માં નવો કાયદો આપશે.
સ્કોટિશન સંસદને બ્રિટિશ સંવિધાનનો સ્થાઈ ભાગ બનાવી દેવામાં આવશે.
ગેરંટી ૨- સ્કોટલેન્ડને નિષ્પક્ષ ન્યાયની ગેરંટી
સુરક્ષા અને સંસાધનોના ઉપયોગ તથા રક્ષા, સમૃદ્ધિમાં બરાબરીના અધિકારની ગેરંટી
યૂકે પેંશન અને હેલ્થકેયર ફંડિંગથી દરેક વ્યક્તિના આર્થિક કલ્યાણની ગેરંટી.
ગેરંટી ૩- જો સ્કોટિશ લોકો ઈચ્છે તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ) પર વધુ ખર્ચનો અધિકાર.
બાર્નેટ એલોકેશન ચાલુ રાખવાનો અધિકાર, જરૂરિયાત મુજબ વધુ ફંડ માંગવાનો અધિકાર, ખર્ચ કરવાનો અંતિમ અધિકાર સ્કોટલેન્ડને આપવાની ગેરંટી.
સ્વાસ્થ્ય પર ખર્ચ કરવાનો અંતિમ અધિકાર સ્કોટિશ સંસદને આપવાની ગેરંટી.
No comments:
Post a Comment