(ફાઈલ તસવીરઃ આશીર્વાદ બંગલો ખરીદનારા શશિ કિરણ)
મુંબઈઃ રાજેશ ખન્નાનો 'આશીર્વાદ' બંગલો ખરીદનારા શશિ શેટ્ટી
અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. પરિવારનો વ્યવસાય બંધ થઈ જવાથી શશિ મુંબઈ આવી
ગયા અને નોકરીની શોધમાં એક દિવસ ડોકયાર્ડ પહોંચી ગયા. તેઓ પહેલીવાર ઉભેલા
વહાણો જોઈને રોમાંચિત થઈ ગયા. આ સમયે તેમણે નિર્ણય કરી લીધો કે, તેઓ આ
ક્ષેત્રમાં જ કંઈક કરશે.
નાની શિપિંગ કંપનીથી કરી નોકરીની શરૂઆત
નોકરીની શરૂઆત એક નાની શિપિંગ કંપનીથી કર્યા બાદ તે ટાટાની ફોર્બ્સ
ગોકાકમાં આવી ગયા. અહીં કામની સાથે તેમણે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો
સાથે મૈત્રી કરવાની શરૂઆત કરી. તેઓ દરરોજ શિપના કેપ્ટન, મેનેજર્સ, ડોક
યાર્ડ સ્ટાફ અને ટ્રક માલિકોને મળતા રહેતા. શશિ કામની દરેક બારકીઓને સમજવા
લાગ્યા. આ ગાળા દરમિયાન ચાર વર્ષ પસાર થઈ ગયા. જોકે તેમણે ચાર વર્ષ
વિતાવવાની સાથે સાથે 25 હજાર રૂપિયાની બચત પણ કરી લીધી અને પોતાના ધંધા
અંગે વિચારવા લાગ્યા.
ચાર લોકોના સ્ટાફ સાથે શરૂ કર્યો બિઝનેસ
પી ડિમેલો રોડ સ્થિત વેપાર ભવનના એક રૂમમાં ઓફિસ ખોલી અને ચાર લોકોના
સ્ટાફ સાથે શરૂઆત કરી. જાણીતા ટ્રાન્સપોર્ટર્સ પાસેથી અમુક ટ્રક ભાડે લીધા
અને તેના દ્વારા જહાજ સુધી માલ પહોંચાડવાનું કામ શરૂ થયું. શિપિંગ કંપનીઓને
તેમણે મનાવી લીધી હતી કે, તેઓ મહિનાને બદલે રોજ પેમેન્ટ લેશે. અહીંથી જ
તેની કંપની ટ્રાન્સ ઈન્ડિયા ફ્રાઈટ સર્વિસેઝની શરૂઆત થઈ. આ સમયે જે કંઈ
કમાણી થતી તેને સાધન સરંજામ ખરીદવામાં ખર્ચ કરી દેતા.
પોતાના ફેમિલી બિઝનેસની બરબાદીમાંથી પાઠ ભણીને તેમણે સૌથી પહેલા
ફાઈનાન્સ સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સને સાથે જોડ્યા, જે નાની મોટી દરેક
લેવડ-દેવડ પર ચાંપતી નજર રાખતા હતાં. કામ વધવા સાથે દેશમાં ઉદારીકરણનો પણ
માહોલ બની ગયો હતો. શિપિંગ બિઝનેસમાં ઉતરવાનો આ જ યોગ્ય સમય હતો અને તેમણે
ઓલ કાર્ગો ગ્લોબલ લોજીસ્ટિક કંપની લોન્ચ કરી દીધી. આ કંપની આજે 3000 કરોડની
કંપની છે
ચર્ચામાં કેમઃ તેમણે બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો મુંબઈ સ્થિત બંગલો 'આશીર્વાદ' ખરીદ્યો છે.
જન્મઃ 1957, દક્ષિણ કન્નડ, કર્ણાટક
શિક્ષણઃ કોમર્સ ગ્રેજ્યુએટ
શિક્ષણઃ કોમર્સ ગ્રેજ્યુએટ
(તસવીરઃ કાર્ટર રોડ પર આવેલો આશીર્વાદ બંગલો)
(તસવીરઃ શશિ કિરણ શેટ્ટીની કંપની ઓલ કાર્ગો લોજીસ્ટિક લિમિટેડની ઓફિસ)
No comments:
Post a Comment