ભારતીય શેરબજારોની આ
અદ્ભુત તેજીની રફતાર છે અને વિશ્વમાં તેણે જોરદાર ચડિયાતો દેખાવ કર્યો છે.
નિફ્ટીએ 8,000ની ટોચની સપાટી પાર કરીને અને બીએસઇના સેન્સેક્સે 27,000ના
સર્વોચ્ચ સ્તરને અડીને ઇતિહાસ સર્જ્યો છે.
હજુ પણ એવું લાગે છે કે એકધારી તેજીની આ દોડ હજુ લાંબી ચાલવાની છે. ભારતીય રોકાણકારો સાહસિક બને તે તેમના માટે સારું છે. તેમણે સારા શેરોમાં રોકાણકાર બની રહેવું જોઈએ, કારણ કે ભારતીય બજારોને દોડાવવામાં એફઆઇઆઇ અગ્રેસર છે અને જો આપણે બાજુ પર બેસીને માત્ર તમાશો જોતા રહીશું તો ખૂબ મોડું થઈ જશે.
તે નક્કર તેજીના સ્તંભો કયા છે અને એફ એન્ડ ઓની સપ્ટેમ્બર સિરીઝના પ્રથમ જ દિવસે નિફ્ટીએ ૮,૦૦૦ની ઐતિહાસિક સપાટી શા માટે વટાવી તેની આપણે ચર્ચા કરીએ.
સૌ પ્રથમ કારણ એ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીની સક્ષમ સરકાર દ્વારા નિર્ણયાત્મક પ્રક્રિયા ફરી ચાલુ થઈ છે, જેનો અગાઉની યુપીએ સરકારના વખતમાં અભાવ હતો અને તેથી નીતિઓનો અમલ ખોરંભે પડ્યો હતો. નવી ચૂંટાયેલી સરકાર ભારતની 120 કરોડની પ્રજાની સર્વસમાવેશી વૃદ્ધિ હાલની તાતી જરૂરિયાત હોવાનું સમજે છે અને તેથી તેમણે લથડેલા અર્થતંત્રને ફરી પાટા પર લાવીને વેગ આપવા માટે જરૂરી સુધારાનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
તેનું એટલું સ્પષ્ટ પરિણામ આવ્યું છે કે વિશ્વાસનું પ્રમાણ તાજેતરનાં વર્ષોના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે અને તેનું પ્રતિબિંબ જીડીપીમાં પડ્યું છે, જેની વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વધીને ૫.૭ ટકા થઈ છે અને આગળના સમયમાં હજુ વધુ સુધારા થવાની આશા વધી છે.
વિદેશી રોકાણકારો અન્ય કોઈ કરતાં ઘણા વહેલા સમયને પારખી લે છે અને શેરબજારોના પરિણામ પર તે દેખાઈ આવે છે, કારણ કે તેમણે ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં 13 અબજ ડોલર તો ઠાલવી દીધા છે અને વર્ષ પૂરું થવામાં હજુ ચાર મહિના બાકી છે.

No comments:
Post a Comment