નવી દિલ્હી : વેદાંતા રિસોર્સિસના માલિક અનિલ અગ્રવાલ તેમની 75 ટકા સંપત્તિનું દાન કરશે. તેમની પાસે રૂ. 21,385 કરોડની સંપત્તિ છે. એટલે કે અગ્રવાલ કુટુંબ અંદાજે 16,000 કરોડની સંપત્તિનું દાન કરશે. તેઓ ભારતીય શ્રીમંતોની યાદીમાં 24મા
સ્થાને છે. લંડન સ્ટોક એક્સચેન્જમાં વેદાંતાનું લિસ્ટિંગ થયાને 10 વર્ષ
થયા તે નિમિત્તે અનિલ અગ્રવાલે આ જાહેરાત કરી હતી. તેમણે ક્હયું કે પૈસા જ
બધું નથી. જે કમાણી કરી છે તે સમાજને પાછી આપવા માગું છું. તેમણે બિલ
ગેટ્સને મળ્યા બાદ આ નિર્ણય કર્યો હતો.
વિશ્વના સૌથી મોટા દાનવીર
ભારતના દાનવીર
1 અઝીમ પ્રેમજી (રૂ.12,800 કરોડ)
2 શિવ નાદર (રૂ.3000 કરોડ)
3 જીએમ રાવ (રૂ.740 કરોડ)
4 નંદન નિલેકણી (રૂ.530 કરોડ)
આ સાથે અનિલ અગ્રવાલ આ સાથે વિશ્વના 9મા અને ભારતના પ્રથમ ક્રમના દાનવીર બની ગયા છે.
No comments:
Post a Comment