(ફોટોઃ મંગળયાન દ્વારા લેવામાં આવેલી પ્રથમ તસવીર, આ તસવીર મંગળથી
૭.૩ કિલોમીટર ઉંચાઈથી ૩૭૬ મી સ્પેટીકલ રિઝોલ્યુશનથી લેવામાં આવી છે)
બેંગલુરુ: મંગળયાન ગઈકાલે મંગળની કક્ષામાં પ્રવેશ્યા
પછી, ઈસરો દ્વારા મંગળવાન યાન દ્વારા ખેંચવામાં આવેલી પ્રથમ તસવીરને જાહેર
કરી છે. આ તસવીરને મંગળથી ૭.૩ કિલોમીટરની ઉંચાઈથી લેવામાં આવી છે. તસવીર
૩૮૬ મીટર સ્પેટીકલ રિઝોલ્યુશનથી લેવામાં આવી છે.
પહેલી જ વખતમાં મંગળ સુધી પહોંચનારો ભારત દુનિયાનો પ્રથમ દેશ
મંગળયાન દસ મહિનામાં 65 કરોડ કિમી ચાલીને બુધવારે સવારે મંગળ સુધી
પહોંચી ગયું. ઇસરોના વૈજ્ઞાનિકોએ સવારે સવા સાત વાગે યાનનું એન્જિન ચાલુ
કર્યુ. સ્પીડ ઓછી કરી અને 24 મિનિટ પછી યાન મંગળની કક્ષામાં હતું. તે સમયે
ઇસરો કંટ્રોલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી
હાજર હતા. તેમણે જણાવ્યું કે ‘આજે મંગળને મોમ મળી ગઇ. મિશનનું નામ જ્યારે
મોમ રાખવામાં આવ્યું ત્યારે જ સફળતાનો વિશ્વાસ હતો. કારણ કે મોમ ક્યારેય
નિરાશ નથી કરતી.’ આ મિશનનું નામ ‘માર્સ ઓર્બિટર મિશન’ એટલે કે ‘મોમ’ છે.
મંગળયાને પહોંચતાની સાથે બે કલાકમાં પ્રથમ તસવીર મોકલી દીધી હતી.
વિચાર: ઇસરો પ્રમુખ રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે
આપણી સફળતા કોઇની હાર નથી. અમે કોઇની સ્પર્ધા નથી કરી રહ્યાં. અમારી હરીફાઇ
પોતાની સાથે છે.
સમર્પણ: એક હજાર વિજ્ઞાનિક દિવસ-રાત લાગેલા હતા.
પ્રોજેક્ટ પ્રમુખ સુબ્બા અરુણન કહે છે કે 25 મહિનાથી અમે સતત કામ કરી
રહ્યાં છીએ. બે-એક કલાક સુતા તો પણ ઇસરો સેન્ટરમાં જ. સફળતાએ થાક ઓછો કરી
દીધો.
સંતોષ: મંગળ ઉપર મિથેન ગેસની જાણકારી મેળવશે. જેથી
ત્યાં જીવનની શોધ અને ભવિષ્યની સંભાવના શોધી શકાય. મંગળનું પાણી ક્યાં જતું
રહ્યું તેની પણ શોધ કરશે. છ મહિના સુધી તસવીરો મોકલશે.
મંગળયાને અમેરિકાના ક્યુરિયોસિટી સાથે વાતો કરી
મંગળયાન: ‘હેલો ક્યુરિયોસિટી. દિવસ કેવો છે હું તારી આસપાસ જ હાજર રહીશ.’ક્યુરિયોસિટી: ‘નમસ્તે માર્સ ઓર્બિટર. વેલકમ. ઇસરોને અભિનંદન.’
મંગળયાન: ‘આ લાલ જેવો દેખાઇ રહ્યો છે તે મંગળ છે. હું નાસ્તા પછી પાછો આવું છું. તડકો સારો છે, તે બેટરીઓ માટે જરૂરી છે.’
(ઇસરોએ ‘મોમ’ના નામથી ટ્વિટર હેન્ડલ શરૂ કર્યુ છે. બે કલાકની અંદર જ તેને 22 હજાર લોકો ફોલો કરી રહ્યાં હતા.
ઇસરોની આગામી યોજના
* વર્ષના અંત સુધી: સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન ધરાવતા જીએસએલવીનું પરીક્ષણ.
* 2015ના અંત સુધી: બે વ્યક્તિઓને કેપ્સ્યૂલમાં રાખીને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલીને પાછા લવાશે.
* 2016માં: ચંદ્રયાન-2ને ચંદ્ર ઉપર ઉતારશે.
* 2015ના અંત સુધી: બે વ્યક્તિઓને કેપ્સ્યૂલમાં રાખીને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલીને પાછા લવાશે.
* 2016માં: ચંદ્રયાન-2ને ચંદ્ર ઉપર ઉતારશે.
આ માટે ગર્વ છે આપણાં મિશન ઉપર
સન્માન: દુનિયા જણાવી રહી છે કે ભારતે કમાલ કરી
દીધી. બે વર્ષ પહેલા કહેતી હતી- એક ગરીબ દેશ જ્યાં લોકો ભૂખે મરે છે ખોટા
ખરચાની વાતો કરી રહ્યો છે.
શક્તિ: આપણે રૂ.450 કરોડનો ખર્ચ કર્યો. 3 વર્ષ પહેલા
વિચાર્યુ, 15 મહિનામાં યાન બનાવ્યું. 10 મહિનામાં મંગળ સુધી પહોંચાડ્યું.
જ્યારે અમેરિકાએ પોતાના યાન ‘મેવન’ ઉપર 11 વર્ષ કામ કર્યુ, 3000 કરોડ
રૂપિયાનો ખર્ચ કર્યો. મંગળ સુધી પહોંચવામાં 12 મહિના લાગી ગયા.
સંકલ્પ: આપણા સિવાય અમેરિકા અને રશિયા જ મંગળ સુધી
પહોંચ્યા છે. પણ જ્યારે 1663માં પહેલું રોકેટ અપાચે થુંબામાં મેગ્ડાલેન
ચર્ચની દીવાલના સહારે છોડ્યું હતું, ત્યારે દુનિયા કહેતી હતી કે- ભારત
ચાદરની બહાર પગ ફેલાવી રહ્યું છે. તેમનું રોકેટ રમકડું છે.
No comments:
Post a Comment