મોદી સરકાર રિફોર્મના મુદ્દે એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે અને એમાં
સરકારની ખર્ચક્ષમતા વધે એ માટેના જરૂરી પગલાં લેવાનું શરૂ કરી નાખ્યું છે.
ડીવેસ્ટમેન્ટના મુદ્દે કેબિનેટ કમિટી ઑન ઇકોનૉમિક અફેર્સ દ્વારા
મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સીસીઈએ દ્વારા ત્રણ દિગ્ગજ કંપનીઓ કોલ ઇન્ડિયા, ઓએનજીસી અને એનએચપીસીમાં સરકારના હિસ્સાના વિનિવેશને મંજૂરી આપવામાં આવી છે. સરકાર કોલ ઇન્ડિયામાં 10, ઓએનજીસીમાં 5 અને એનએચપીસીમાં 11.36 ટકા હિસ્સો વેચશે. સરકાર આ ત્રણ કંપનીમાંથી હિસ્સો વેચી 40 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ઊભી કરશે એવું માનવામાં આવી રહ્યું છે.
સરકાર આ હિસ્સો ઓએફએસ મારફત વેચશે. જોકે હજી સુધી કોઈ ઓએફએસ માટેના ઇશ્યુ પ્રાઇસને નક્કી કરવામાં નથી આવ્યા. આ નિર્ણયથી બજારમાં નાના રોકાણકારોનો ઉત્સાહ ફરી વધશે એવું માનવામાં આવી રહ્યું છે કારણ કે ઓએફએસ દ્વારા વિનિવેશમાં રિટેલ રોકાણકારોને 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
હાલ સરકારની હિસ્સેદારી ઓએનજીસીમાં 68.94%, કોલ ઇન્ડિયામાં 89.65% અને એનએચપીસીમાં 85.96% હિસ્સેદારી છે.

No comments:
Post a Comment