(ફોટોઃ ન્યૂયોર્ક શહેરની વચ્ચોવચ આવેલું બોમ્બે જંક્શન રેસ્ટોરન્ટ)
ન્યૂયોર્ક. અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્ક. ન્યૂયોર્ક,
ન્યૂજર્સીમાં વસતા ભારતીયો અને યુએસએની પ્રવાસે ગયેલા ભારતીયો ન્યૂયોર્કમાં
બધે જ ફરીને પછી પેટપૂજા કરવા એક જ સ્થળને પસંદ કરે છે જેનું નામ છે
બોમ્બે જંક્શન. ન્યૂયોર્ક શહેરની વચ્ચોવચ બોમ્બે જંક્શન નામની એક
રેસ્ટોરન્ટ આવેલી છે. બોમ્બે જંક્શનના માલિક છે એક ગુજરાતી પ્રવિણ પટેલ છે
જેમણે સાત વર્ષ પહેલા આ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી.
પરાઠાથી લઈને ઢોંસાથી પીઝા સુધીની વિવિધ વેરાઈટીઝ બોમ્બે જંક્શનના
મેનૂમાં સામેલ છે. કસ્ટમરથી હંમેશા ઉભરાતા બોમ્બે જંક્શનના સ્વાદના સૌ
દિવાના બની ગયા છે. ખાસ લન્ચ સમય એટલે કે લગભગ બપોરના ૧૨ વાગ્યોથી ૪ વાગ્યા
સુધી અહીં લાઈનો લાગે છે. બોમ્બે જંક્શનના માલિક પ્રવિણ પટેલનું કહેવું છે
કે રોજના લગભગ ૧૦૦૦ લોકો અમારી રેસ્ટોરન્ટની મુલાકાત લે છે.
ન્યૂયોર્કની મધ્યે તમને ભારતીય સ્વાદ મળે તે તો એક સુખદ આશ્ચર્ય જ
ગણાય. આ રેસ્ટોરન્ટમાં ભારતીય ઉપરાંત બાંગ્લાદેશી અને કેટલાક મેક્સીકન્સ પણ
છે. બોમ્બે જંક્શના માલિક પ્રવિણ પટેલે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી અને
તેમના અનુભવો અને નરેન્દ્ર મોદીની અમેરિકા વિઝીટ વિશે વાતો કરી હતી.
(ફોટોઃ ગ્રાહક સાથે વાત કરતા બોમ્બે જંક્શનના માલિક પ્રવિણ પટેલ)
નરેન્દ્ર મોદીની અમેરિકા વિઝીટ માટે કેટલી ઉત્સુક્તા છે?
હું તો નાનપણથી જ બીજેપીનો સપોર્ટર રહ્યો છું. અમારી ત્રણ પેઢી
બીજેપીને જ સપોર્ટ કરે છે. મારી આ રેસ્ટોરન્ટના પાર્ટનર બાંગ્લાદેશી હિન્દુ
છે. તે પણ નરેન્દ્ર મોદીને એટલો જ ચાહે છે જેટલું હું ચાહું છું. મોદીજી
અમેરિકા આવીને દેશની શાન તો વધારશે ઉપરાંત અમેરિકામાં વસતા ભારતીયા અને ખાસ
તો ગુજરાતીઓની શાન વધુ વધારશે.
સો એ સો ટકા અચ્છે દીન આવી ગયા છે. તમે ગુજરાતને ૧૫ વર્ષ પહેલા જુઓ
અને આજે જુઓ તેમાં વિકાસના કારણે તમને જમીન આસમાનનો તફાવત દેખાશે. હું ૧૧
વર્ષથી અહીં છું પણ ગુજરાતમાં પબ્લીક ફેસીલીટી, હાઈવે અન્ય સેવાઓમ વધારો
થયો છે તે ખરેખર કલ્પનાની બહારની વાત લાગતી હતી. મારો પરિવાર અમદાવાદ
રાણીપમાં રહે છે. પહેલા ત્યાં દિવસમાં માંડ અડધો કલાક પાણી આવતું હતું. હવે
મારા વાત થાય છે તો મારી માતા કહે છે કે બંને ટાઈમ ફૂલ પાણી આવે છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતનો જેમ વિકાસ કર્યો એવી જ રીતે હવે ભારતનો પણ વિકાસ
કરશે અને અમને એમાં કોઈ શંકા નથી.
No comments:
Post a Comment