જોડી સ્પેશ્યલ એપિસોડમાં દિલ્હીના ભાઈઓ અચિન અને સાર્થક નરુલાએ તમામ ૧૪ સવાલોના જવાબ આપીને આ મૅક્સિમમ પ્રાઇઝ જીત્યું છે. તેમણે ચાર લાઇફલાઇનનો ઉપયોગ કર્યો હતો. અચિન માર્કેટિંગ મૅનેજર છે અને સાર્થક હજી ભણે છે. આ ભાઈઓની વિક્ટરી ૮ અને ૯ ઑક્ટોબર દરમ્યાન જોવા મળશે.
નવી
દિલ્હી: કેબીસીની આઠમી સિઝનમાં દિલ્હીના નરૂલા બ્રધર્સ વિજેતા બન્યા છે. આ
સાથે જ તેમણે ટેલિવિઝનની સૌથી મોટી રકમ જીતીને કેબીસીમાં આવવાનું સ્વપ્ન
પૂરુ કર્યું છે. અચિન અને સાર્થક નરૂલા દિલ્હીના રહેવાસી છે. તેઓ કેબીસીની
પ્રથમ સિઝનથી જ હોટ સીટ પર આવવાના પ્રયત્નો કરતા હતા. જે આ અત્યારે સાર્થક
થયા અને આ સાથે જ વિજેતાના રૂપમાં મોટી ઈનામી રકમ પણ મેળવી.
અચિન એક માર્કેટિંગ કંપનીમાં નોકરી કરે છે જ્યારે સાર્થક હજુ અભ્યાસ
કરે છે. અચિન છેલ્લા ત્રણ કેબીસીમાં ફાઈનલ સુધી આવતા આવતા રહી ગયો હતો. આ
વખતે તેનો નંબર લાગ્યો તો એના સ્વપ્ન પૂર્ણ પૂર્ણ કરવામાં મુખ્ય કડી બન્યો
તેનો ભાઈ સાર્થક. બંને ભાઈઓએ અમિતાભ બચ્ચનના 14 સવાલોનો સામનો કરીને ઈનામી રકમના સાત કરોડ રૂપિયા જીતી લીધા.
આ રકમથી હવે તેઓ તેમનું વેચાયેલું ઘર પાછું મેળવશે જે તેમના પિતાને
ધંધામાં નુકસાન જવાથી વેચવું પડ્યું હતું.આ સ્પર્ધા જીતવામાં બંને ભાઈઓએ
ઘણી મહેનત કરી છે. તેમણે માત્ર શો ના નિર્માતા સિદ્ધાર્થ બસુને જ નહીં પણ
બચ્ચનને પણ તેમની આગવી ટેકનિકથી ખાસ્સા પ્રભાવિત કર્યા હતા. કદાચ તેઓ એક પણ
લાઈફ લાઈન લીધા વિના જ આ શો જીતી શક્યા હોત એવા એમના તર્ક હતા. આ શો માં
જીતવા માટે એમણે ઘણી બુક્સ વાંચી હતી અને ખૂબ તૈયારી કરી હતી.
No comments:
Post a Comment