મોબાઇલ માર્કેટમાં દરરોજ એકએકથી ચઢિયાતા સ્માર્ટ ફોન લોન્ચ થતા હોવા છતાં
લોકોને હજુ પણ આઇફોનનું ઘેલું છે. સ્માર્ટફોનના માર્કેટિંગમાં એપલને કોઈ
પહોંચી શકે તેમ નથી.
ટિમ કૂકે આઇફોન૬ અને ૬ પ્લસ લોન્ચ કર્યાના એક દિવસ પછી ભારતના ગ્રે માર્કેટમાં જુવાળનો માહોલ છે. લોકો આ નવો આઇફોન વહેલો મેળવવા રૂ.એક લાખ કે તેનાથી પણ વધુ રકમ ચૂકવવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, અન્ય દેશોમાં આઇફોન ૧૯ સપ્ટેમ્બરે અને ભારતમાં ૧૭ ઓક્ટોબરે લોન્ચ થવાનો છે.
ઇબે ઇન્ડિયા પર બુધવારે નવોનક્કોર ફેક્ટરી અનલોક્ડ 16 જીબીનો આઇફોન૬ રૂ.1 લાખમાં વેચાતો હતો. જ્યારે 16 જીબીના આઇફોન૬ પ્લસનો ભાવ રૂ.1.1 લાખ બોલાતો હતો. 21 સપ્ટેમ્બરથી આ ડિવાઇસ ભારત મોકલવાની શરૂઆત થશે. ઇબે ઇન્ડિયા પર અન્ય એક વિક્રેતાએ નેટવર્ક લોક્ડ 16 જીબીનો આઇફોન૬ રૂ.75,000માં વેચવા મૂક્યો હતો, જેને વેચાણ પહેલાં અનલોક કરાશે.
ઇબે પર અન્ય એક વિક્રેતા ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાંથી આઇફોન મેળવી તેના વેચાણની યોજના ધરાવે છે. તેણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 20 બુકિંગ મળી ચૂક્યાં છે અને બુધવાર સાંજ સુધીમાં પૂરું પેમેન્ટ પણ થઈ ગયું છે. આ વિક્રેતાની ઓફરને 600 હિટ્સ મળ્યા હતા.
આઇફોનનું ઘેલું નવી દિલ્હી અને કોલકાતાના ગ્રે માર્કેટમાં પણ જોવા મળ્યું છે. ત્યાં બુધવારે 16જીબીના આઇફોન૬નો ભાવ રૂ.55,000-60,000 બોલાતો હતો. જ્યારે મોટા સ્ક્રીનવાળા આઇફોન૬ પ્લસનો ભાવ રૂ.5,000-10,000 વધુ હતો. મુંબઈના ક્રોફર્ડ માર્કેટ અને હીરા પન્નામાં 16જીબીનો આઇફોન૬ લગભગ રૂ.80,000-85,000માં મળતો હતો. ડીલર્સ ફોનની ડિલિવરી સપ્ટેમ્બરમાં કરવાનું કહેતા હતા.
એપલ અમેરિકા ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રિટન, હોંગકોંગ, સિંગાપોર સહિતના 10 દેશમાં 19 સપ્ટેમ્બરથી આઇફોન૬નું વેચાણ શરૂ કરશે. ફોનનું પ્રિ-બુકિંગ 12 સપ્ટેમ્બરથી ચાલુ થશે. એપલ ઇન્ડિયાની વેબસાઇટે આઇફોન૬ અને 6 પ્લસના ભારતમાં લોન્ચિંગ માટે 17 ઓક્ટોબરની તારીખ જાહેર કરી છે.
ભારતીય બજાર માટે આઇફોન૬ અને 6 પ્લસના સત્તાવાર ભાવ હજુ જાહેર કરાયા નથી, પરંતુ આઇફોન૬નું 16 જીબી મોડલ લગભગ રૂ.48,000-50,000માં મળશે એવો અંદાજ છે. જ્યારે આઇફોન૬ પ્લસના 16જીબી મોડલનો ભાવ રૂ.58,000-60,000 રહેવાની શક્યતા છે એવી માહિતી એપલના ટોચના ત્રણ ટ્રેડ પાર્ટનરે આપી હતી. ૬૪જીબી અને 128જીબી મોડલનો ભાવ સ્વાભાવિક રીતે ઊંચો હશે.
કોલકાતાના એસી માર્કેટ ખાતેના ગ્રે માર્કેટ ડીલરે જણાવ્યું હતું કે, ગ્રાહકો મોડલના બુકિંગ માટે પૂરેપૂરી રકમ ચૂકવવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, "ભારતમાં પ્રથમ આઇફોનના લોન્ચિંગ પછી પહેલી વાર આવો જુવાળ દેખાયો છે."

No comments:
Post a Comment