ન્યૂયોર્ક: અમેરિકામાં આગમનની સાથે જ ભારતના વડાપ્રધાનના નરેન્દ્ર મોદીને એક ફેડરલ કોર્ટ દ્વારા 2002માં થયેલા કોમી રમખાણો બદલ તેમની કથિત ભૂમિકા બદલ સમન્સ પાઠવવામાં આવ્યાં છે. અમેરિકા સ્થિત એક માનવ અધિકાર સંસ્થા અમેરિકન જસ્ટિસ સેન્ટર ગુજરાતના કોમી રમખાણોમાં બે ભોગ બનેલી વ્યક્તિઓ સાથે મળીને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ઉપરાંત આજે એ સંસ્થાએ જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ મોદીને સમન્સ બજાવી આવશે તેને 10 હજાર ડોલરનું ઇનામ આપવામાં આવશે. સંસ્થાના વકીલ ગુરપતવંત સિંહે આ જાહેરાત કરી હતી. મોદી બે દિવસ ન્યૂયોર્ક ખાતે છે એ સમયે સમન્સ બજાવનાના રહેશે. ગ્રુપના જણાવ્યા મુજ્બ, ન્યૂ યોર્ક સ્ટેટ કાયદા મુજ્બ કોઇ સમન્સને દસ ફૂટ દૂરથી એમની પર ફેંકે તો પણ માન્ય ગણાય છે. અમેરિકાએ આ બાબતે કહ્યું હતું આવી બાબાતોની વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત પર કોઇ અસર થશે નહીં. વ્હાઇટ હાઉસ દ્વારા આવેલા નિવેદન મુજ્બ, રાજનૈતિક ઉમ્યિનિટી મુજબ તેમને કોઇ સમન્સ હાથોહાથ આપી શકે નહીં. સાથે તસવીર કે વિડીયોનો પુરાવો પણ લાવવાનો રહેશે.
આ સમન્સ બાબતે ભારતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મોદીને
અમેરિકાની મુલાકાત દરમિયાન કોઇ સમંસ આપી શકે એમ નથી. ભારતે અમેરિકી અદાલતના
નિર્ણય સામે બહુ જ કડક પ્રતિક્રિયા આપી છે.
નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શુક્રવારે ન્યૂયોર્કની મુલાકાતે આવી
રહ્યા છે. તેમના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી અમેરિકાની જનરલ
એસેમ્બલી અને મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ભારતીય અમેરિકન કોમ્યુનિટીને
સંબોધવાના છે. ત્યારબાદ તેઓ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને વોશિંગ્ટન ખાતે
29 અને 30 સપ્ટેમ્બર દરમિયાન મળવાના છે. ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતા
એક જૂથે ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ખાતે શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શનોનું
આયોજન કર્યુ છે.
આ પ્રકારનાં કેસ થવા એ પહેલીવારની ઘટના નથી. કેસમાં જે વકીલ મોદી
વિરુદ્ધ ઉપસ્થિત રહ્યા છે તે જ વકીલ યુએસનાં શિખ ફોર જસ્ટીસ નામનાં એક જૂથ
વતી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કેસ દાખલ કરી ચૂક્યા છે. આ કેસમાં
સોનિયા ગાંધીને 1984નાં શિખ વિરોધી રમખાણોમાં માનવાધિકારનાં ભંગનાં આરોપી
બનાવાયા છે. સોનિયાએ આ કેસને રદ્દ કરવા માટે પણ અરજી કરી હતી અને એક મીડિયા
અહેવાલ પ્રમાણે તેમની આ અરજીને સ્વીકારી પણ લેવાઇ હતી.
ન્યુયોર્કના સાઉધર્ન ડિસ્ટ્રીક્ટની કોર્ટમાં ગુરુવારે દાખલ કરાયેલી
અરજીમાં ફરિયાદી તરીકે બે ભારતીયોનાં નામ છે. જેમાંથી એકની ઓળખ ફક્ત આસિફ
તરીકે અને બીજાની જેન ડીઓ તરીકે અપાઇ છે. બીજા ફરિયાદી માટે જણાવાયું હતું
કે રાજ્ય અને રાજ્ય સિવાયનાં લોકો તરફથી બદલાની ભાવનાથી થઇ શકતી
કાર્યવાહીનો ડર હોવાથી તેણી પોતાનું નામ નહીં આપે. ફરિયાદમાં જણાવાયું છે
કે મોદી અને રાજ્ય સરકાર ગેરકાયદેસર હત્યાઓ, સંગઠિત હિંસા, લઘુમતિ
મુસ્લિમોનાં મોટા પાયા પરનાં વિસ્થાપન તેમજ ન્યાયનાં સતત ઇન્કાર માટે
જવાબદાર છે.
No comments:
Post a Comment