Translate

Thursday, September 11, 2014

નિફ્ટી નજીકના ગાળામાં 8,000-8,200ની સાંકડી રેન્જમાં રહેશે

ભારતનાં શેરબજારોએ આ સપ્તાહની શરૂઆત હકારાત્મક વલણ સાથે કરી હતી અને એનએસઇનો નિફ્ટી 8,180ની અત્યાર સુધીની નવી સર્વોચ્ચ સપાટીએ સ્પર્શ્યો હતો જોકે તે પછીથી બજારમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે તથા વિદેશ વ્યાપાર, આઇઆઇપી અને સીપીઆઇ સહિતના મુખ્ય આર્થિક ડેટાની જાહેરાત પહેલાં સાવધ વલણ જોવા મળ્યું છે.

અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતા તથા યુરોઝોન અને ચીન અંગે ચિંતાને કારણે વૈશ્વિક બજારમાં પણ અસ્થિર બન્યા છે. અમેરિકાના ડોલરમાં નવેસરની મજબૂતાઈની વચ્ચે ભારતીય રૂપિયો પણ સતત બે સેશન (મંગળવાર અને બુધવારે) ઘટ્યો હતો.

ડેરિવેટિવ્ઝના ડેટા સંકેત આપે છે કે નિફ્ટી ફ્યુચર્સ અને બેન્ક નિફ્ટી ફ્યુચર્સમાં લોંગ પોઝિશન સુલટાવવામાં આવી રહી છે. છેલ્લાં બે ટ્રેડિંગ સેશન દરમિયાન ઓપન ઇન્ટરેસ્ટમાં ઘટાડો તેનો સ્પષ્ટ નિર્દેશ આપે છે. જોકે માર્કેટ બ્રેડ્થ હકારાત્મક રહી છે. શેરોનો એડ્વાન્સ-ડિક્લાઇન રેશિયો પણ સાનુકૂળ છે. આ બાબત સૂચવે છે કે શેરલક્ષી કામકાજ મજબૂત રહ્યા છે. ગયા સપ્તાહ દરમિયાન આપણને લાર્જ-કેપમાંથી મિડ-કેપ શેરોમાં મોટા પાયે ફેરફાર જોવા મળ્યો હતો.

ઓપ્શન માર્કેટ ટૂંકા ગાળા માટે રેન્જ બાઉન્ડ ટ્રેન્ડનો સંકેત આપે છે. નિફ્ટીનો 8,100નો સ્ટ્રાઇક કોલ અને પુટમાં આશરે 45 લાખ શેરોની સમાન ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી મળી છે, જે સંકેત આપે છે કે બજાર નજીકના ગાળામાં રેન્જ બાઉન્ડ રહેશે. નિફ્ટી ઓપ્શન ચેઇન મુજબની આ રેન્જ 8,000થી 8,200ની છે. આ બંને રેન્જના પુટ અને કોલમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી છે.

દરમિયાન ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ (વીઆઇએક્સ) હજુ પણ સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ ઇન્ડેક્સમાં ટૂંકા ગાળામાં કોઈ મોટી ચાલની અમને ધારણા નથી.

સ્ટોક સ્ટ્રેટેજી-ઓપ્શન સ્ટ્રેટેજી

યુપીએલમાં કવર્ડ કોલ: આશરે રૂ.400ના ટાર્ગેટ ભાવ અને રૂ.275ના સ્ટોપલોસ સાથે 384ના સ્તરે યુપીએલનો સપ્ટેમ્બર ફ્યુચર્સ ખરીદો અને રૂ.11ના પ્રીમિયમે 390નો કોલ વેચો

અરવિંદમાં સિન્થેટિક કોલ: રૂ.400ના ટાર્ગેટ ભાવ અને રૂ.320ના સ્ટોપલોસ સાથે અરવિંદનો 326ના સ્ટ્રાઇકલ ભાવે સપ્ટેમ્બર ફ્યુચર્સ વેચો અને રૂ.13ના પ્રીમિયમે 330નો પુટ ખરીદો


No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports