More:
નરેન્દ્ર મોદી
(અમદાવાદ- ગ્વાંગઝુ સિસ્ટર સિટી)
- વિકાસની ઉડાન : ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના અનેક પ્રોજેક્ટો પર આજે કરારની સંભાવના
- અમદાવાદને ગ્વાંગઝુ બનાવવા આજે મહત્વના કરાર કરાશે
- અમદાવાદને ગ્વાંગઝુ બનાવવા આજે મહત્વના કરાર કરાશે
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની આજની અમદાવાદમાં થનારી મુલાકાત બન્ને
દેશોના રાજદ્વારી અને કૂટનૈતિક સંબંધોને નવી ઊંચાઈ બક્ષવાની સાથે ગુજરાતને
પણ વિકાસના નવા સોપાનો તરફ દોરી જશે. આજે મોદી અને જિનપિંગની હાજરીમાં
ગુજરાત અને ચીનના ગ્વાંગડોંગ પ્રાંતને ‘સિસ્ટર સ્ટેટ’ તથા અમદાવાદ અને
ગ્વાંગડોંગના પાટનગર ગ્વાંગઝુને ‘સિસ્ટર સિટી’ બનાવવા માટે મહત્વના કરાર
થશે એવી શક્યતા છે. ગ્વાંગડોંગની ગણના ચીનના સૌથી સમૃદ્ધ રાજ્યોમાં થાય
છે. 836 અબજ ડોલરના જીડીપી સાથે તે ચીન જ નહીં પણ એશિયાનું સૌથી મજબુત
જીડીપી ધરાવતો પ્રદેશ છે.
2011માં પ્રતિષ્ઠીત મેગેઝીન ‘ધ ઇકોનોમિસ્ટ’એ ગુજરાત ભારતનું ગ્વાંગડોંગ બની રહ્યું હોવાનો અહેવાલ રજુ કર્યો હતો એ પછી વિશ્વભરમાં ગુજરાતની ગણના ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન તરીકે થવા લાગી હતી. આજે આ દિશામાં ભારત અને ચીન વચ્ચે જો કરાર થશે તો તે રાજ્યના વિકાસ માટે મહત્વનું સિમાચિહ્ન ગણાશે. આ કરારના ભાગરૂપ ગ્વાંગડોંગની ઢબે ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પ્રયાસો થશે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશનના પ્રોજેક્ટો હાથ ધરાશે. આ જ રીતે અમદાવાદમાં પણ ગ્વાંગડોંગના પાટનગર ગ્વાંગઝુની જેમ માળખાકીય સુવિધાઓ અને ટ્રાન્સપોર્ટેશનના ડેવલપમેન્ટ માટે આજે કરાર થવાની શક્યતા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે ચાઇનીઝ કંપનીઓ પહેલેથી જ ઉત્સુક છે.
બન્ને દેશ વચ્ચે આજે કયા કરારો થશે? સાણંદ પાસે ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટની શક્યતા:
મોદી અને જિનપિંગની હાજરીમાં ગુજરાત અને ગ્વાંગડોંગને સિસ્ટર સ્ટેટ તથા અમદાવાદ અને ગ્વાંગઝુને સિસ્ટર સિટી બનાવવા કરાર થવાની શક્યતા
સાણંદ પાસે ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટની શક્યતા:
ચાઇનીઝ કંપનીઓ સાણંદ નજીક ઓટો હબમાં ઇલેક્ટ્રીક કાર તથા મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ માટેના પ્રોજેક્ટો શરૂ કરવા પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી છે. અગાઉ ચીનની કંપનીઓનું એક ડેલિગેશન આ માટે અમદાવાદની મુલાકાત લઈ ચુક્યુ છે, આ કંપનીઓ ગુજરાત સરકારની ઝડપી િનર્ણયો લેવાની નીતિથી પ્રભાવિત થયું હતું. આ કંપનીઓ ટૂંક સમયમાં કામગીરીનો પ્રારંભ કરશે.

No comments:
Post a Comment