Translate

Tuesday, September 2, 2014

શેરબજારમાં તેજી: સેન્સેક્સ 27020 , નિફ્ટી 8082 નવી ટોચે

મુંબઈ શેરબજારમાં મંગળવારે પણ તેજીની આગેકૂચ જારી રહી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે ટ્રેડ થઈ રહ્યા હતા.
બપોરે 12 વાગ્યે BSE સેન્સેક્સ 102.72 પોઈન્ટ ઉછળીને 26970.27 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 42.85 પોઈન્ટ વધીને 8,048.35 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.98 ટકા અને 1.17 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે ફાર્મા, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્ક તેમજ ઓટો શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
શેરબજાર ઓપનિંગ:મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 73.92 પોઈન્ટ ઉછળીને 26941.47 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 20.65 પોઈન્ટ વધીને 8,048.35 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.52 ટકા અને 0.69 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ફાર્મા, બેન્ક, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમજ ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ટેકનો, મેટલ તેમજ FMCG શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

એશિયાના અન્ય બજારોમાં આજે સવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મંગળવારે સવારે જાપાનનો નિક્કી 225 1.1 ટકા વધીને જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.40 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.61 ટકા ઘટીને જ્યારે ચીનનો શાંઘાઈ ઈન્ડેક્સ 0.09 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

સોમવારે BSE સેન્સેક્સ ઉપરમાં 26900.30 અને નીચામાં 26732.39 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 229.44 પોઈન્ટ ઉછળીને 26867.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,035.00 અને 7,984.00 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 73.35 પોઈન્ટ વધીને 8,027.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports