-અમેરિકામાં મોદી ભોજન નહીં માત્ર પાણી, લીંબુ સરબત કે વિટામિન વોટર જ લેશે
(ફાઈલ તસવીર: વાનગીઓના રસથાળ વચ્ચે મોદી આંગળીના વેઢે ગણાય તેટલી જ વાનગીઓ ચાખે છે.)
વ્હાઇટ હાઉસમાં વરસો સુધી વિદેશના મહેમાનો માટે રસોઇ બનાવનાર પૂર્વ executive chef Walter Scheibના જણાવ્યા મુજ્બ, તેણે આજ સુધી આવી સ્થિતિનો સામનો કર્યો નથી. તે કહે છે કે કોઇની એવી ફરમાઇશ આવતી કે મને લસણ નથી ભાવતું કે મને આ નથી ભાવતું પણ આ વખતે તો એવું છે કે હું ખાવાનો જ નથી. ડિનર વખતે વ્યવ્સ્થા માટે પણ મુંઝવણની પરિસ્થિતિ પેદા થશે. તે કહે છે કે. કેવું લાગશે કે મુખ્ય મહેમાન જ કંઇ નહીં ખાતા હોયને બધા પેટ ભરીને ભોજનનો સ્વાદ માણતા હશે.
નવરાત્રિના ઉપવાસના કારણે મોદી સાવ ભોજન નહીં લે, માત્ર પાણી પીને
નકોરડા ઉપવાસ કરશે. મોદી અમેરિકા પ્રવાસમાં પણ નવરાત્રિનો પોતાનો
નિત્યક્રમ નહીં તોડે. મોદી નવરાત્રિ દરમિયાન દરરોજ દુર્ગા સપ્તશતીના તમામ
13 પાઠ કરશે. આ માટે તેઓ પોતાની સાથે દુર્ગા સપ્તશતીની ચોપડી અમેરિકા લઈ
જશે. ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત કરાયેલી આ દુર્ગા સપ્તશતી સંસ્કૃતમાં છે
તેમજ તેમાં તેનો અનુવાદ પણ આપેલો છે.
No comments:
Post a Comment