Translate

Thursday, September 4, 2014

BSE સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને બંધ

રિયલ્ટી, મેટલ તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ઊંચામથાળે પ્રોફિટબુકિંગથી મુંબઈ શેરબજાર આજે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 27169.12 અને નીચામાં 26972.39 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 54.01 પોઈન્ટ ઘટીને 27085.93 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,114.80 અને 8,060.90 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 18.65 પોઈન્ટ ઘટીને 8,095.95 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.11 ટકા વધીને અને 0.36 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 4.42 ટકા, BSE મેટલ ઈન્ડેક્સ 1.50 ટકા, BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.00 ટકા ઘટ્યા હતા જ્યારે BSE હેલ્થકેર ઈન્ડેક્સ 0.49 ટકા અને BSE FMCG ઈન્ડેક્સ 0.26 ટકા વધ્યા હતા.
બપોરે 12.15 વાગ્યે: ઊંચામથાળે પ્રોફિટબુકિંગથી મુંબઈ શેરબજાર આજે બપોરે પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. સતત નવ સેશનના સુધારા બાદ બજાર આજે કરેક્શન મોડમાં જણાઈ રહ્યું છે.

બપોરે 12.15 વાગ્યે BSE સેન્સેક્સ 150.65 પોઈન્ટ ઘટીને 26989.29 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 47.85 પોઈન્ટ ઘટીને 8,066.75 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.68 ટકા અને 1.01 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પાવર, મેટલ તેમજ બેન્ક શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

શેરબજાર ઓપનિંગ:મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યા બાદ રેડ ઝોનમાં આવી ગયું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 22.61 પોઈન્ટ ઘટીને 27117.33 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 13.20 પોઈન્ટ ઘટીને 8,101.40 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.03 ટકા અને 0.08 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે રિયલ્ટી, પાવર, કેપિટલ ગૂડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમજ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે IT, FMCG તેમજ મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી.

બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 27225.85 અને નીચામાં 27067.02 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 120.55 પોઈન્ટ ઉછળીને 27139.94 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,141.90 અને 8,092.25 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 31.55 પોઈન્ટ વધીને 8,114.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports