આ એક એવી ફિલ્મ છે,જેમાં અદાકારીના સરતાજ એકટરો તમને એકસાથે જોવા મળે છે.આ
ફિલ્મ કોમર્શિયલ નથી.છતાં આ ફિલ્મમાં તમને કોમેડી સંવાદો થ્રુ જોવા મળે
છે.પેટ પકડીને હસાવે તેવી તો નહીં પણ થોડી રમુજ પેદા કરે તેવી છે.
પ્રકારઃકોમેડી
ડાયરેક્ટરઃ હોમી અડજાણીયા
સ્ટારકાસ્ટઃ દીપિકા પાદુકોણ,અર્જુન કપૂર,પંકજ કપૂર,નસરૂદ્દીન શાહ,ડિમ્પલ કાપડીયા
રેટીંગઃ****
આ ફિલ્મ ગોઆની આસપાસ ફરે છે. ફિલ્મમાં પાંચ પાત્રો છે.જેઓ ફેનીની શોધમાં હોય છે.ગોવાના એક ગામ પાકોલિમમાં આ પાંચ પાત્રો એકબીજા સાથે સંકળાયેલા છે.નસરૂદ્દીન શાહ આ ફિલ્મમાં ફ્રેડીના પાત્રમાં છે.તે પોતાની ફ્રેન્ડ ફનીને શોધવા મથામણ કરે છે.ફેની તેનો પ્રેમ છે જે ક્યાંક ખોવાઈ ગઈ છે.ડિમ્પલ કાપડીયા આ ફિલ્મમાં રોજીના પાત્રમાં છે.તે ગોવામાં પ્રયાપ્ત સંપત્તી ધરાવતી થોડી દંભી સ્ત્રી છે.તેનુ જીવન પણ એકાંત અને નિરાશાથી ભરેલુ છે.પંકજ કપૂર ડોન પેડ્રોની ભૂમિકામાં છે.તે એક પેઈન્ટર છે.દીપિકા પાદુકોણ ફિલ્મમાં એન્જીના પાત્રમાં છે.જે એક વિધવા સ્ત્રી છે.જેના પતીનું મૃત્યુ તેના લગ્નના દિવસે જ થાય છે.અર્જુન કપૂર આ ફિલ્મમાં સેવિયો ડા ગામાના રોલમાં છે. આ તમામ પાત્રો ભેગા થાય છે અને નસરૂદીનની ગર્લ ફ્રેન્ડ જે 46 વર્ષ પહેલા તેને ખોઈ બેસે છે,જેને કારણે તે લગ્ન નથી કરતો તેવી ફેનીની શોધમાં આ બધાય જોડાય છે.
એક દિવસ નસરૂદ્દીન શાહને તેની ગર્લ ફ્રેન્ડ ફેનીનો 46 વર્ષ પહેલા લખાયેલો પત્ર મળે છે.ફેનીના પાત્રમાં અંજલી પાટીલ છે.આ લેટર વાંચ્યા પછી ફ્રેડીને ખબર પડે છે કે ફેની તેના પ્રેમને સમજી શકી નથી.ફ્રેડીની બેસ્ટ ફ્રેન્ડ એન્જી તેના પ્રેમ ફેનીને શોધવામાં તેની મદદ કરે છે.અને અહીંથી સ્ટોરીની રિઅલ શરૂઆત થાય છે.અહીંથી જ તમને રિઅલાઈઝ થાય છે કે આ ફિલ્મમાં દરેક પાત્રો પોતાના જીવનમાં ઘણી એકલી છે અને આનંદની ખોજ શરૂ થાય છે.
પંકજ કપૂર આ ફિલ્મમાં એક બ્રિલિયન્ટ એકટરની છાપ છોડી જાય છે.વાસ્વિક જીવનમાં આવતી મુસિબતોને પણ કેવી રીતે હલ કરવી તે સારી રીતે પ્રદર્શિત કરી શક્યો છે.પેડ્રો એટલે કે પંકજ કપૂર ધીરે ધીરે ડરપોક નસરૂદ્દીનના દિલમાં જગ્યા બનાવી લે છે.ડિમ્પલ કાપડીયાની નાનકડી ભૂમિકા પણ ઘણી દમદાર છે.આખી ફિલ્મમાં દીપિકા પાદુકોણ એકદમ શાંત અને કેસ્યુલ ડ્રેસિંગમાં ચાર્મિગ લાગી રહી છે.અર્જુન કપૂર ફેનીને શોધવામાં એટલે મદદ કરે છે કારણ કે દીપિકાને પ્રેમ કરતો હોય છે.અર્જુન કપૂરે ખરેખર આ ફિલ્મમાં તેનુ બેસ્ટ પરફોર્મન્સ આપ્યુ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.અનિલ મેહતાની સુંદર સિનેમેટોગ્રાફી ફિલ્મને અતિ સુંદર બનાવે છે.
ફિલ્મમાં સૌથી સારી વાત છે એકદમ હળવી કોમેડી.હોમી અડજાણીયાએ ફિલ્મને અતિ કોમેડી નથી બનાવી પણ તેના સંવાદો રમૂજ જરૂર ઉભી કરે છે.આ ફિલ્મ ઈંગ્લિશ ફિલ્મો જેવી છે.ફિલ્મમાં દર્શકો જરાય પણ હતાશ ન થાય તેવી ફિલ્મ બનાવવામાં આવી છે.
ગોવાના બીચની રાત્રીના આલ્હાદ્દક સીન પણ આ ફિલ્મને વધારે સુંદર બનાવે છે.આમાં બધા સાથે બેસીને દરેક રાત્રીને જોક્સ અને થોડા ડ્રિકંસથી હળવીફુલ બનાવે છે.
ફિલ્મના સંવાદો વધારે પડતા ઈંગ્લિશમાં છે.ફિલ્મનો પ્રકાર પણ મારધાડ અને ફુલઓફ એન્ટરટેઈન્ટ કરતાં અલગ છે.પણ આ ફિલ્મ દરેકે એકવાર સિનેમાં જઈને જોવા જેવી ચોક્કસ છે.આવી ફિલ્મોથી બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ કદાચ વધારે મજબુત થઈ રહી છે તેવુ કહેવુ ખોટુ નહીં ગણાય.દર્શકોને માત્ર મારધાડ અને ડબલ મિનિંગ કોમેડી અને આઈટમ સોંગ્સથી ભરપુર ફિલ્મો પિરસવામાં આવે છે તેના કરતાં ઘણા અલગ વિષય પર આ ફિલ્મ વાસ્વિકતાની ઘણી નજીક બનાવવામાં આવી છે.

No comments:
Post a Comment