Translate

Friday, September 12, 2014

સિક્યોર્ડ લોનમાં LICએ બેન્કોને હંફાવી: રૂ.60k કરોડનું ધિરાણ

સિક્યોર્ડ પર્સનલ લોન આપવામાં ભારતીય જીવનવીમા નિગમ (LIC)એ મોટી બેન્કોને પણ પાછળ રાખી દીધી છે. દેશની સૌથી મોટી નાણાકીય સંસ્થા LICએ બાકીની તમામ બેન્કોની સિક્યોર્ડ લોનના સરવાળા કરતાં વધારે સિક્યોર્ડ પર્સનલ લોન આપી છે.

જૂનમાં LICએ રૂ.60,000 કરોડની સિક્યોર્ડ પર્સનલ લોન આપીને બેન્કિંગ ઉદ્યોગને પાછળ છોડી દીધો હતો. આ ગાળામાં બેન્કિંગ ઉદ્યોગે રૂ.58,000 કરોડની લોન ફાળવી હતી, તેમ રિઝર્વ બેન્કના આંકડા અને LICના અધિકારીઓએ આપેલી માહિતી દર્શાવે છે.

વીમો આપનારી બેન્કોની પોલિસી સામે પણ એલઆઇસી ધિરાણ કરે છે, તેની સામે બેન્કો ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને જામીનગીરી સામે ધિરાણ કરે છે.

બેન્કોથી વિપરીત LIC અનસિક્યોર્ડ પર્સનલ લોન આપતી નથી. અનસિક્યોર્ડ લોનમાં બેન્કોનું પ્રભુત્વ છે. LICના વરિષ્ઠ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે, ગ્રાહક મુશ્કેલીમાં હોય અને પોલિસી સરેન્ડર કરવાનું વિચારતો હોય ત્યારે અમે તેને પોલિસી સરેન્ડર કરવાના બદલે તેના પર લોન લેવા પ્રોત્સાહિત કરીએ છીએ.

આ નીતિના લીધે અમારી પોલિસીઓ બંધ થતી નથી, જ્યારે પોલિસીધારકને તરલતા મળી રહે છે અને તે જીવનવીમા કવચ ગુમાવતો નથી.

LIC આ પ્રકારની લોન પર દસ ટકા વ્યાજ વસૂલે છે, જે મોટા ભાગની બેન્કો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ કરતાં 0.25 ટકા કે 0.5 ટકા ઓછો છે. આ લોનના સમયગાળાને પોલિસીના બાકી રહેતા સમયગાળા સાથે સાંકળવામાં આવે છે અને પોલિસીની સરેન્ડર વેલ્યૂના 90 ટકા જેટલી મહત્તમ રકમની ફાળવણી કરવામાં આવે છે.

વીમાધારકના મૃત્યુના કિસ્સામાં આ લોનને પોલિસીની રકમ સાથે એડ્જસ્ટ કરવામાં આવે છે અને બાકીની રકમ વારસદારને આપી દેવાય છે.

LICના અધિકારીઓ પોલિસીધારકોને સામાન્ય રીતે સલાહ આપે છે કે પોલિસી બંધ કરી દેવાના બદલે તેને ચાલુ રાખવી વધારે સારી છે. આ ઉપરાંત નવી પોલિસી લેવાય તો વય વધવાની સાથે પ્રીમિયમ પણ વધે છે.

પોલિસી સામે લોન પરંપરાગત પોલિસીમાં લાગુ થાય છે જ્યાં વળતરને દર વર્ષે ઉમેરાતા બોનસ સાથે જોડવામાં આવે છે. LICને પ્રીમિયમની મોટા ભાગની આવક પરંપરાગત પોલિસી દ્વારા થાય છે. તેની તુલનાએ ખાનગી વીમા કંપનીઓની એસેટ અંડર મેનેજમેન્ટમાં યુનિટ લિંક્ડ પ્લાન્સનો નોંધપાત્ર હિસ્સો હોય છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports