મુંબઈ:યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા (UBI)એ વિજય માલ્યાને 'વિલફુલ ડિફોલ્ટર'
(ઇરાદાપૂર્વકના ડિફોલ્ટર) જાહેર કરતાં એક સમયે વૈભવી જીવનશૈલી માટે જાણીતા આ
બિઝનેસમેનને તીવ્ર નાણાકીય ફટકો લાગ્યો છે. આરબીઆઇની વ્યાખ્યા મુજબ વિલફુલ
ડિફોલ્ટર એટલે જાણી જોઈને લોન ન ભરતી વ્યક્તિ કે કંપની. બેન્કે આ રીતે
નાદાર જાહેર કર્યા હોય તેવા માલ્યા પ્રથમ જાણીતા બિઝનેસમેન છે.
યુબીઆઇના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દીપક નારંગે ઇટીને જણાવ્યું હતું કે માલ્યા અને કિંગફિશરના બીજા ચાર ડિરેક્ટર્સ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં હાજર ન રહેતાં યુબીઆઇએ આ નિર્ણય લીધો હતો.
યુબી ગ્રૂપના વાઇસ પ્રેસિડન્ટ (કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ) પ્રકાશ મિરપુરીએ જણાવ્યું હતું કે સમિતિની બેઠકમાં કાનૂની પ્રતિનિધિ માટેના કિંગફિશરના હકનો યુબીઆઇએ ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈ કોર્ટના ચુકાદામાં આવા કાનૂની પ્રતિનિધિની મંજૂરી મળેલી છે. મિરપુરીએ વધુમાં જણાવ્યું હતું કે યુબીઆઇનો નિર્ણય રૂ.7.5 કરોડના ઓવરડ્રાફ્ટના સંદર્ભમાં છે.
જોકે ઇટી સાથેની વાતચીતમાં કોર્પોરેટ વકીલો, બેન્કર્સ અને કોર્પોરેટ ગવર્નન્સના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે યુબીઆઇની આ જાહેરાત બાદ માલ્યા રોકડ નાણાપ્રવાહ ધરાવતી યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડ (યુબીઆઇ) અને નફો કરતી મેંગલોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (એમસીએફ)નો અંકુશ પણ ગુમાવી શકે છે. યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (યુએસએલ)માં તેમનો લઘુમતી હિસ્સો અને ભારતમાં તેમની ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ બેન્કોનો સંભવિત ટાર્ગેટ છે. માલ્યા હાલમાં યુએસએલ, યુબીએલ અને એમસીએફના ચેરમેન છે. કંપનીના ડિરેક્ટર તરીકે માલ્યાના હોદ્દા સામે પણ જોખમ છે, કારણ કે તેઓ કંપની ધારાના 'ફિટ એન્ડ પ્રોપર'ના માપદંડનું પાલન ન કરી શકે તેવી શક્યતા છે. તેનાથી આ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના સ્થાન સામે સવાલ ઊભા થાય છે.
આ ઉપરાંત જો વિલફુલ ડિફોલ્ટર કંપનીના બોર્ડમાં હોય તો બેન્કો આવી કંપનીઓને કાર્યકારી મૂડીની પણ લોન આપવાનો ઇનકાર કરી શકે છે. તેનાથી માલ્યા સામેના દબાણમાં વધારો થશે. બ્રિટનની અગ્રણી શરાબ કંપની ડિયાજિયો માટે પણ માલ્યાના હાલના દરજ્જાથી ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
ડિયાજિયો હાલમાં યુએસએલની માલિક છે. ડિયોજિયો અને હાઈનિકેન અનુક્રમે શરાબ અને બિયર બિઝનેસમાં યુબી ગ્રૂપ સાથે સંયુક્ત સાહસ ધરાવે છે.
કોર્પોરેટ લો ફર્મ લેગાસિસના મેનેજિંગ ડિરેક્ટર્સ સુહાજ તુલજપુરકરે જણાવ્યું હતું કે બોર્ડમાં વિલફુલ ડિફોલ્ટરની હાજરીથી લોનના પુનર્ગઠન, નવી લોન, કાર્યકારીની મૂડીની લોન, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટના રેટિંગ વગેરેને પણ અસર થઈ શકે છે. શેરહોલ્ડર્સ પણ વાંધો ઉઠાવી શકે છે.

No comments:
Post a Comment