એજન્સી : બે દિવસ પહેલાં અનેક એપલ યુઝર્સે દાવો કર્યો કે
આઇફોનની એલ્યુમિનિયમ બોડીના કારણે જો ફોન પર થોડું પણ પ્રેશર પડે તો તે વળી
જાય છે. જો ફોન એકવાર વળી જાય તો તે સીધો થઇ શકતો નથી અને તેની સ્ક્રીન
તૂટી જાય છે. આ બાબતને રિસર્ચ દ્વારા સાબિત પણ કરવામાં આવી હતી અને આ
માટેના વીડિયો પણ ટેકજગતમાં આવી ચૂક્યા હતા. ટેકનિકને માટે જાણીતી એપલ
કંપનીએ નવા આઇફોનને સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમથી બનાવીને કાચની સુવિધા
આપનારો મજબૂત ફોન ગણાવ્યો છે. કંપનીના પ્રવક્તા ટ્રૂડી મુલરનું કહેવું છે
કે ફોનને લોન્ચ કર્યાના થોડા સમયમાં અમને યુઝર્સની તરફથી ફોનના વળી જવાની
ફરિયાદો મળી રહી છે. અમારી પાસે વેચાણના પહેલા છ દિવસમાં જ નવ ગ્રાહકોએ
એપલના આઇફોન 6ની ફરિયાદ કરી છે. કંપનીનું માનવું છે કે આ પ્રકારના કિસ્સાઓ
બનવા એ એક દુર્લભ બાબત છે.
શેર માર્કેટની વાત કરવામાં આવે તો હાલમાં એપલ કંપની નીચે આવી રહી છે.
નવા ફોનના વળી જવાના કારણે કંપનીએ વધારે હાસ્યાસ્પદ બનવું પડી રહ્યું છે.
સોશ્યલ મીડિયામાં અને ઓનલાઇન અનેક જગ્યાઓએ આઇફોનના વળી જવા અંગે અનેક
ચર્ચાઓ થઇ રહી છે. કંપની જણાવે છે કે આઇફોનમાં વપરાયેલો મજબૂત કાચ અને
તેનું સ્ટેનલેસ સ્ટીલ અને ટાઇટેનિયમ બોડી એપલના આઇફોનને માટે કંપની માટે
જમા પાસું છે. કંપનીના મુખ્ય અધિકારી જણાવે છે કે જો આઇફોનને પેન્ટના
પાછળના ખિસ્સામાં રાખી તેની પર લાંબા સમય સુધી પ્રેશર આપવામાં આવે તો તે
વળી શકે છે. હવે એક જ રસ્તો છે કે તેને પેન્ટના પાછળના ભાગમાં રાખવાના બદલે
તેને બાજુના કે ફ્રન્ટના ખિસ્સામાં કે પછી બેગમાં રાખવામાં આવે.
Phone 6 પ્લસ વળી જવાનું કારણ તેમાં વપરાયેલું એલ્યુમિનિયમ છે જેના કારણે
હવે તેને તેનાથી દૂર કરી દેવામાં આવશે. એલ્યુમિનિયમ નરમ ધાતુ છે અને
કોમળતાની સાથે લચીલાપણું પણ ધરાવે છે. જો તેની પર થોડો પણ ભાર પડે તો તે
સરળતાથી વળી શકે છે. નવા આઇફોનમાં વપરાયેલા એલ્યુમિનિયમનો કોઇપણ ભાગ એક ઇંચ
(0.64 સીએમ)ના એક ચતુર્થાંશથી પણ વધારે છે. આ જ કારણ છે કે ફોન સરળતાથી
વળી જાય છે. આ પ્રમાણ બટન અને સિમ કાર્ડ સ્લોટની પાસે વધારે હોય તેવું
ફોટોમાં જોવા મળી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે અહીં એક વાત સ્પષ્ટ કરી
દેવી જોઇએ કે, જ્યારે ફોન વળે છે એવી ફરિયાદ કરાય છે ત્યારે યુઝર્સ ફોનના
ઉપરના ભાગ પર જ વધારે ભાર આવ્યો હોવાનું જણાવે છે. ફોનને વચ્ચેના ભાગથી
વળ્યો હોવાની કોઇ ફરિયાદ હાલ સુધી આવી નથી. આ માટેનો એક સરળ રસ્તો હાલમાં
કંપની દ્વારા એ બતાવવામાં આવી રહ્યો છે કે તેને પેન્ટના પાછળના ભાગમાં
રાખવાના બદલે તેને બાજુના કે ફ્રન્ટના ખિસ્સમાં કે પછી બેગમાં રાખવામાં
આવે. આ સિવાય તેમાં લાબાન Roomes, અનુકૂળ સોનાની પ્લેટ વાપરવામાં આવે.
No comments:
Post a Comment