(તસવીર: હિમાલયનું દુર્ગમ મલાના ગામ)
હિમાલયના દુર્ગમ વિસ્તારમાં આવેલ આ ગામ ખૂબજ સુંદર છે. દુનિયાનાં સૌથી સુંદર ગામોમાં કુદરતી સૌદર્યની જગ્યાએ આ ગામ બીજા કેટલાક કારણોથી વધુ જાણીતું છે. દુનિયાભરમાં અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં આ ગામ તેના ખાસ જાતના ચરસના કારણે જાણીતું છે. પશ્ચિમી દેશોમાં તે મલાના ક્રિમ તરીકે ઓળખાય છે. ન્યૂયોર્ક જેવા શહેરોની રેસ્ટોરન્ટના ચરસ મેનૂમાં મલાના ક્રીમની કિંમત સૌથી વધુ હોય છે. આ દુર્ગમ અને સુંદર ગામને ભારતનું લિટલ ગ્રીસ પણ કહી શકાય. આ ગામમાં અનોખુ પ્રાચીન લોકતંત્ર છે, જે તેની બીજી વિશેષતા છે. ગામના પ્રાચીન લોકતંત્રમાં નેતા ચૂંટવામાં નથી આવતા, પરંતુ થોપવામાં આવે છે.
ભારતમાં ચરસની ખેતી પર પ્રતિબંધ છે, પરંતુ આ દુર્ગમ વિસ્તારની ભૌગોલિક
સ્થિતિનો ફાયદો લઈ ઇન્ટરનેશનલ ચરસ માફિયા અહીં ચરસની ખેતી કરાવે છે.
મલાનામાં હંમેશાં વિદેશી લોકોનો જમાવડો હોય છે.
મલાના ગામ સમુદ્ર કિનારાથી લગભગ 13,000 ફૂટની ઊંચાઇએ છે. થોડાં વર્ષો પહેલાં સુધી આ ગામ વિશે લોકોને ખબર જ નહોંતી. હિમાચલના આ ગામમાં બરફવર્ષા પણ બહુ થાય છે. જ્યારે બરફ પીગળી જાય ત્યારે અહીં ચરસનાં બીજ રોપવામાં આવે છે અને થોડા જ દિવસમાં છોડ તૈયાર થઈ જાય છે, ચરસ માફિયા અહીંના ભૌગોલિક વાતાવરણનો બહુ ફાયદો ઉઠાવે છે.
No comments:
Post a Comment