Translate

Thursday, September 4, 2014

ઓનલાઇન શોપિંગમાંથી રોકડી કરતા ‘જથ્થાબંધ’ ગ્રાહકો

મુંબઈ:ભારતના ઇ-કોમર્સ સેગમેન્ટમાં ગ્રાહકોનું એક નવું જૂથ ઊભરી રહ્યું છે જે સૌથી નીચા ભાવે ઓનલાઇન ચીજો ખરીદીને તરત ઊંચા ભાવે ઓનલાઇન કે ઓફલાઇન રિસેલ કરી નાખે છે.

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હોવાથી આવા લોકોને આર્બિટ્રેજની તક મળે છે. ખાસ કરીને હોલસેલર્સ ભરપૂર લાભ ઉઠાવે છે. તાજેતરમાં એક ઇ-કોમર્સ ક્લાયન્ટ માટે થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કુલ ગ્રાહકોમાંથી 10 ટકાની ઓળખ થઈ શકી નથી અને તેઓ હોલસેલર્સ હોવાની શક્યતા છે.

ઇ એન્ડ વાય (અર્ન્સ્ટ એન્ડ યંગ)ના પાર્ટનર મિલન શેઠના જણાવ્યા પ્રમાણે તેમણે બજારમાં એક અભ્યાસ કર્યો જેમાં જાણવા મળ્યું કે ગ્રાહક સેગમેન્ટમાં એક હિસ્સો હોલસેલર્સ અને ટ્રેડર્સનો હતો. શેઠે ક્લાયન્ટનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગ્રાહકો ઇ-કોમર્સ કંપની પરથી ચીજો ખરીદીને સ્ટોકિસ્ટ તરીકે કામ કરતા હતા.

ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં આ ટ્રેન્ડ વધારે જોવા મળે છે. ઇ-કોમર્સ કંપનીઓ મોટા ભાગે ઇલેક્ટ્રોનિક્સના સેગમેન્ટ પર નિર્ભર છે. ઉદાહરણ તરીકે કેનનનો IXUS 155 કેમેરા સ્નેપડીલ પર રૂ.6486માં, એમેઝોન ઇન્ડિયા પર રૂ.6,699માં અને ફ્લિપકાર્ટ પર રૂ.7,996માં મળે છે. તેવી જ રીતે HP 15-r007TX લેપટોપ એમેઝોન પર લેપટોપ બેગ સહિત રૂ.35,374માં મળે છે પરંતુ સ્નેપડીલ પર તે રૂ.36,889માં અને બેગ વગર ખરીદી કરવી હોય તો ફ્લિપકાર્ટ પર રૂ.39,860માં મળે છે.

ઇ-ટેલર્સ આ ટ્રેન્ડથી વાકેફ છે. એમેઝોન ઇન્ડિયાના કેટેગરી મેનેજમેન્ટના ડાયરેક્ટર સમીર કુમારે જણાવ્યું કે, માર્કેટપ્લેસમાં કામ કરતી વખતે દુરુપયોગ તો થવાનો જ છે. અમને આવું જાણવા મળે ત્યારે અમે ગ્રાહકને જણાવીએ છીએ કે આ યોગ્ય નથી અને અમે રિસેલિંગ માટે વેચાણ કરતા નથી.

ભારતના ઇ-કોમર્સ માર્કેટમાં ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને એમેઝોન જેવી કંપનીઓથી ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ છે. આગામી પાંચ વર્ષમાં ઓનલાઇન પ્રોડક્ટ રિટેલ માર્કેટ 11 ગણો વધવાની શક્યતા છે. નોમુરાના રિપોર્ટ પ્રમાણે 2013માં આ માર્કેટ બે અબજ ડોલરનું હતું જે 2018 સુધીમાં 23 અબજ ડોલરનું થવાની શક્યતા છે.

એમેઝોન ઇન્ડિયાએ એચપી, કેનન, ડેલ અને એપલના ઉત્પાદનો વેચવામાં મર્યાદા લાગુ કરી છે અને ગ્રાહક દીઠ માત્ર એક આઇટમ વેચે છે. આ ઉપરાત મોટી સંખ્યામાં એક જ પ્રોડક્ટ લઈને ચેકઆઉટ કરી શકાતું નથી. કેટલાંક નિયંત્રણો ઓટોમેટિક લાગુ થાય છે જ્યારે કેટલાંક મેન્યુઅલી કરવામાં આવે છે.

અમેરિકામાં ક્રિસમસ દરમિયાન કેટલાંક રમકડાંની માંગ જોરદાર વધી જાય છે અને તેમાં પણ આવા અનુભવો થયા હોવાનું એમેઝોને જણાવ્યું હતું.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports