Translate

BSE-NSE Ticker

Tuesday, June 24, 2014

લેટિન અમેરિકા સાથે વ્યાપારમાં ગુજરાત નં.1

નવી દિલ્હી : ભારતીય નેતાઓ માટે લેટિન અમેરિકા પસંદગીનું સ્થળ રહ્યું નથી . 1950 ના દાયકાથી 1970 ના દાયકા સુધી વૈચારિક રીતે ભારત અને લેટિન અમેરિકા વચ્ચે ઘણી સમાનતા હતી , પરંતુ સંબંધોમાં ખાસ ઉષ્મા હતી . પરંતુ હવે ગુજરાત સંબંધોમાં પરિવર્તનની આગેવાની કરી રહ્યું છે .

લેટિન અમેરિકાના દેશો ભારત સાથે દ્વિપક્ષીય સંધિ મજબૂત બનાવવા માંગતા હતા ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બે એવાં મુખ્યમંત્રી હતાં જે લેટિન અમેરિકન દૂતોને મળવા આતુર હતાં .

મોદી સૌ પ્રથમ 2012 માં ગાંધીનગર ખાતે લેટિન અમેરિકન રાજદૂતો અને ઉદ્યોગપતિઓને મળ્યા હતા . ત્યાર બાદ એક વર્ષ પછી દિલ્હીમાં પણ તેમણે મુલાકાત યોજી હતી . જુલાઈમાં બ્રિક્સની બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલ જશે ત્યારે બંને દેશ વચ્ચે વ્યાપારને ઉત્તેજન મળવાની શક્યતા છે .

લેટિન અમેરિકા સાથે ભારતના કુલ વ્યાપારમાં ગુજરાતનો હિસ્સો 60 ટકાથી વધારે છે . તેમાં ઓઇલ , રસાયણ અને ફાર્માસ્યુટિકલ્સના બિઝનેસનો સમાવેશ થાય છે . ગયા વર્ષે રિલાયન્સ અને એસ્સારની જામનગર ખાતેની રિફાઇનરીઓએ વેનેઝુએલા , મેક્સિકો , બ્રાઝિલ , કોલંબિયા અને ઇક્વેડોરમાંથી ૨૨ અબજ ડોલરના ક્રૂડની આયાત કરી હતી અને બ્રાઝિલને 3.3 અબજ ડોલરના ડીઝલની નિકાસ કરી હતી .

2013 માં લેટિન અમેરિકા અને ભારત વચ્ચેના 41 અબજ ડોલરના વ્યાપારમાં ગુજરાતનો મોટો હિસ્સો હતો . ભારતને ઊર્જાની ભારે જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખતાં લેટિન અમેરિકામાંથી જામનગર સ્થિત રિફાઇનરીઓની આયાત વધવાની છે .

ગુજરાતના અગ્રણી બિઝનેસમેન ગૌતમ અદાણી બ્રાઝિલ અને આર્જેન્ટિનાના કૃષિ સેક્ટરમાં હિત ધરાવે છે . અદાણીએ 2013 માં જંગી પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરી હતી જે લેટિન અમેરિકામાંથી ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી આયાત હતી . ઉપરાંત અદાણી ગ્રૂપ કોલંબિયામાંથી કોલસાની આયાત કરે છે .

તાજેતરના દાયકાઓમાં મોદી સર્વપ્રથમ એવા ભારતીય નેતા છે જેમના પર લોકસભાની ચૂંટણીનાં પરિણામો પહેલાં લેટિન અમેરિકાના દેશોની નજર હતી .

લેટિન અમેરિકાને લગતી બાબતોના નિષ્ણાત રાજદૂત આર વિશ્વનાથને એક લેખમાં લખ્યું હતું કે , મોદીના અભિયાનની લેટિન અમેરિકામાં નોંધ લેવામાં આવી છે . પ્રથમ વખત બ્રાઝિલે એક વરિષ્ઠ પત્રકાર પેટ્રિસિયા કેમ્પોસ ડી મેલોને ચૂંટણીનું કવરેજ કરવા માટે મોકલ્યા હતા . અન્ય લેટિન અમેરિકન વિવેચકો પણ રસ ધરાવે છે અને મોદી તથા ગુજરાતના અર્થતંત્રનાં વખાણ કર્યાં છે .

વાજપેયી સરકારે લેટિન અમેરિકા સાથે સંબંધો ગાઢ બનાવવા માટે ઘણું કામ કર્યું હતું . યશવંત સિંહા વિદેશમંત્રી હતા ત્યારે ઇન્ડિયા - બ્રાઝિલ - સાઉથ આફ્રિકા ( આઇબીએસએ ) ની રચના કરવામાં આવી હતી . જોકે , નટવર સિંઘ અને એસ એમ ક્રિષ્ના જેવા યુપીએ સરકારના વિદેશમંત્રીઓને લેટિન અમેરિકા દૂર લાગતું હતું અને તેઓ ત્યાંનો પ્રવાસ ખેડવા આતુર હતા

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports