Market Ticker

Translate

Monday, June 23, 2014

શેરોમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં શું તફાવત છે ?

Picture
'ઈક્વિટી બજાર' શબ્દ અંતર્ગત કંપનીઓના શેરોમાં સીધે સીધું રોકાણ કરવાની બાબતનો અથવા મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી આડકતરૂં રોકાણ કરવાનો સમાવેશ થાય છે. દા.ત. જોઈએ તો તમારા મિત્ર રાજ પાસે 50,000 રૂપિયા છે કે જેને તે ઈક્વિટી બજારમાં રોકવા માંગે છે. જો તે શેર બજારમાંથી સીધે સીધી રીતે ખરીદી કરીને કંપનીના શેરો, દા.ત. (રીલાયંસ ઈંડસ્ટ્રીઝ), ખરીદવાનું પસંદ કરે તો એ નાણાનું શેરોમાં રોકાણ તરીકે નિર્માણ થાય છે. એના બદલે જો તે જુદી જુદી કંપનીઓના શેરો ખરીદી લઈને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો એ નાણાનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા સર્જન થાય છે.

તેમ છતાં બન્ને પ્રકારના રોકાણો 'ઈક્વિટી રોકાણ'ની રચના કરે છે, કે જેમાં ઘણા તફાવતો છે કે જેના વિશે રોકાણકારે જાણવાની આવશ્યકતા રહે છે. કારણ કે તેણે રોકાણ કરવા અંગેના નિર્ણયો લેવાના છે.

રોકાણની વ્યવસ્થા : શેરોના એક રોકાણકાર તરીકે પ્રત્યેક શેરમાં ક્યારે, શું અને કેટલું રોકાણ કરવું એ સંપૂર્ણ રીતે તમારા પર આધારિત છે. તમારે સતત તમારા શેર પર દેખરેખ રાખવાની આવશ્યકતા છે, બજારની હિલચાલ, કે જે તમારા શેરને અસરકર્તા બની રહેતી હોય તેનું અત્યંત નજીક રહીને અનુસરણ કરવાનું રહે છે. અને તમારા વ્યક્તિગત નિર્ણય પર આધાર રાખીને તમારે ખરીદી / વેચાણ અંગેના નિર્ણયો લેવાના હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વધુ સહેલું છે. કારણ કે વ્યાવસાયિક દૃષ્ટિએ લાયકાત ધરાવનાર ફંડ વ્યવસ્થાપક પોર્ટફોલિયોમાં ફંડ તેમજ શેરના ખરીદ - વેચાણની દેખરેખ રાખતા હોય છે.

વિવિધતા : જ્યારે તમે શેરમાં રોકાણ કરો ત્યારે તમારું જોખમ કેન્દ્રિત થયેલું હોય છે જેમ કે તમારા રોકાણો કોઈ એક ચોક્કસ કંપની અથવા કંપનીના ગ્રુપ્સ પૂરતા મર્યાદિત રહેતા હોય છે. સૌથી વધુ શક્ય એ છે કે તમે કદ અને વિભાગ પ્રમાણે એમાં વિવિધતા લાવી શકો છો. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું કદ પ્રમાણે, વિભાગો મુજબ, પાકતી મુદત આધારિત, રોકાણને લગતા ઉદ્દેશ વગેરે પર આધાર રાખીને વર્ગીકૃત કરી શકાય છે. ચોક્કસ ફંડની અંદર પણ પોર્ટફોલિયોને જુદી - જુદી કંપનીઓમાં સમાવિષ્ટ કરી શકાય છે, કે જેની પોતાની જોખમની સામે વળતરને લગતી રૂપરેખાઓ હોય. તેમ છતાં તમારું રોકાણ વવિધ્યપૂર્ણ રહે છે. મ્યુચ્યુઅલ ફંડને અન્ય બીજા વર્ગો જેવા કે ઋણ, સોનું અથવા ઋણ અને ઈક્વિટી બન્નેના મિશ્રણના રૂપમાં પણ રોકી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડને લગતા સૌથી મોટા લાભો પૈકીનો આ એક લાભ છે.

અસ્થિરતા : શેરમાં વૈયક્તિક રોકાણ બહુ ભારે પ્રમાણમાં અસ્થિર છે એના કારણે એકલા શેરમાં રોકાણ કરવામાં જોખમ રહેલું છે. તમારા ઉતાવળીયા નિર્ણયને કારણે એના પરિણામમાં અસર જોવા મળે છે.  મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવતા રોકાણો, પ્રત્યેક ફંડના પોર્ટફોલિયોમાં રહેલા શેરના વૈવિધ્ય તેમજ સંખ્યાના કારણે પ્રમાણમાં ઓછા અસ્થિર હોય છે, કે જે અણધાર્યા સંજોગોમાં પણ વિશાળ પાયે સરળ રહે છે. શેરને મર્યાદિત બનાવવા માટે હકારાત્મક રૂપાંતરીત થનારા શેર લેવામાં આવે તો એ વધુ સારું કામ નથી આપતા.

વળતર : સીધી સીધી રીતે શેર બજારમાં રોકાણ દ્વારા મળનારા વળતરનો આધાર તમારા જ્ઞાન, ધીરજ, અને તમે જે સમયનો ભોગ આપો છો એના પર રહેલો છે. તેજીના સમયમાં તમે કોઈ ખાસ ભારે કામ કર્યા વિના વિશાળ નફો કરી શકો છો. પરંતુ મંદીના સમયમાં એનાથી બરાબર ઊલટું સાચું છે, જેમ કે શેર બજારમાં રોકાણ કરવું એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની તુલનાએ વધુ જોખમ ભરેલું છે. મ્યુચ્યુઅલ ફંડ તમને શેર બજારની સરખામણીમાં સંતુલિત વળતર (તેજીમાં શેર બજારમાં મળતા અદભૂત વળતર જેવું નહીં તેમજ મંદીમાં શેર બજારમાં મળનારા અત્યંત મંદ વળતર જેવું પણ નહીં) આપે છે. મૂળભૂત રીતે મ્યુચ્યુઅલ ફંડમાંથી પ્રાપ્ત થનારું વળતર શેર બજારમાંથી ઉપલબ્ધ થનારા વળતરને અરીસો દેખાડનારું (ઉદાહરણરૂપ) બની રહે છે.

રોકાણના પ્રકારો : તમે મ્યુચ્યુઅલ ફંડમાં અમુક એક રકમનું રોકાણ કરી શકો અથવા પદ્ધતિસર રોકાણનું આયોજન (સીસ્ટેમેટિક ઈંવેસ્ટમેંટ પ્લાન - એસ.આઈ.પી.) અંતર્ગત સમયગાળા મુજબ રોકાણો પણ કરી શકો. એસ.આઈ.પી. પ્રકાર લાંબા સમયગાળા માટે અત્યંત સલાહભર્યો ગણાય છે અને તમે ઈક્વિટી બજાર વિશે કંઈ પણ ન જાણતા હો તો પણ એ લઈ શકાય છે. તમે એક પ્રયત્ન કરી શકો અને શેરમાં રોકાણ કરવા માટે પણ એસ.આઈ.પી. ને અનુસરી શકો છો. પરંતુ જ્યાં સુધી જોખમમાં વૈવિધ્ય ન લાવવામાં આવે ત્યાં સુધી આ કોઈ ચતુરાઈ ભર્યો ખ્યાલ નથી બનતો અને તેથી જ એ લોકપ્રિય પણ નથી.

કરવેરા પદ્ધતિમાં લાભ : ટૂંકી મુદતના મૂડીગત લાભ અને લાંબી મુદતના મૂડીગત લાભ બન્ને કિસ્સાઓમાં : શેરમાં રોકાણમાં તેમજ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણોમાં એક જ પ્રકારની પ્રક્રિયાને અનુસરે છે. જ્યારે તમે શેરમાં રોકાણ કરો ત્યારે તમે કોઈ જ પ્રકારનો ટેક્સ લાભ પ્રાપ્ત નથી કરી શકતા. તેમ છતાં તમે જ્યારે ઈક્વિટી સાથે સંલગ્ન બચત યોજનામાં રોકાણ કરો છો ત્યારે તમે ટેક્સ લાભ મેળવી શકો છો, કે જે 3 વર્ષના લૉક - ઈન સમયગાળાનું ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટેનું રોકાણ છે. તમે 1,00,000 રૂપિયા સુધીની રકમ પર 80 (સી) કલમ અંતર્ગત ટેક્સ લાભ મેળવી શકો છો.

શેર અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એ જ મૂડીના વર્ગના - ઈક્વિટીના સભ્ય છે, જે અન્ય અસ્કયામતો પર લાંબી મુદતના રોકાણોમાં શ્રેષ્ઠ વળતર આપે છે. જો તમે મર્યાદિત સમયગાળા માટેના તેમજ શેર બજાર અંગેનું ઓછું જ્ઞાન ધરાવતા છૂટક વૈયક્તિક રોકાણકાર છો તો ઈક્વિટી બજારમાં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ એ વધુ સારી ચેનલ ગણાય.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Thursday, Jul 10
18:00 Continuing Jobless Claims 1 1.965M 1.980M 1.955M Revised from 1.964M
18:00 Initial Jobless Claims 2 227K 235K 233K
18:00 Initial Jobless Claims 4-week average 1 235.50K 241.25K Revised from 241.50K
19:30 Fed's Musalem speech 2
20:00 EIA Natural Gas Storage Change 1 53B 56B 55B
20:30 BoE's Breeden speech 2
21:00 4-Week Bill Auction 1 4.24%
22:30 30-Year Bond Auction 1 4.844%
22:45 Fed's Waller speech 2
Friday, Jul 11
00:00 Fed's Daly speech 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener