Translate

Monday, June 23, 2014

સંપત્તિ વેરા અંગે આપ જાણવા માંગો છો એ બધું જ


Picture
સંપત્તિ વેરો એ મિલકતના માલિક હોવા બદલ ચુકવવો પડતો વેરો છે, ભલે ને એ મિલકતમાંથી તમને કોઈ આવક થતી ન હોય ! જો તમારી ચોક્ખી સંપત્તિ (જવાબદારીઓ બાદ કર્યા પછી ધ્યાનમાં લેવાનારી મિલકત) વર્ષમાં 31મી માર્ચના રોજ 30 લાખ રુપિયા કરતા વધી જાય તો તમારે એ રકમના 1% સંપત્તિ વેરો ભરવો પડે છે. આ વેરો પ્રતિ વર્ષ ભરવાનો થાય છે. મકાન મિલકત, કાર અને જ્વેલરી એ સંપત્તિ વેરા માટે સૌથી વધુ સામાન્ય ગણાતી વસ્તુઓ છે.

આવક વેરાની જેમ જ સંપત્તિ વેરો ઉપેક્ષાપાત્ર એવો સીધો વેરો છે, કે જેને ચુકવવાનું મોટા ભાગના લોકો ભુલી જાય છે. ચાલો સંપત્તિ વેરાના કેટલાક મહત્વના પાસાંઓને અહીં તપાસીએ :

સંપત્તિ વેરો શું છે ?

સંપત્તિ વેરો એ મિલકતના માલિક હોવાના કારણે ચુકવવો પડતો વેરો છે. જરૂરી નથી કે એ મિલકત તમને આવક કરાવી આપે. જો વ્યક્તિગત ચોક્ખી આવક 30 લાખ રુપિયાથી વધુ હોય તો આ વેરો પ્રત્યેક વર્ષે ચુકવવો અનિવાર્ય છે.  ચોક્ખી સંપત્તિની ગણતરી માટે પ્રત્યેક વર્ષની તારીખ 31મી માર્ચ નિર્ધારિત કરવામાં આવી છે. આ બાબતે કેટલીક છુટછાટો તેમજ શરતો પણ રાખવામાં આવી છે જે નીચે દર્શાવ્યા મુજબની છે.

સંપત્તિ વેરાનો દર કેટલો છે અને કોણે એ ચુકવવો પડે ?

સંપત્તિની રકમ 30 લાખથી વધુ થતી હોય એવા સંજોગોમાં કુલ રકમના 1% સંપત્તિ વેરો વાર્ષિક ધોરણે ચુકવવાનો થાય છે. વ્યક્તિગત તેમજ સંયુક્ત હિન્દુ પરિવાર ટ્રસ્ટોએ સંપત્તિ વેરો ચુકવવો પડે છે.

કઈ મિલકતો સંપત્તિ વેરા અંતર્ગત ગણનામાં લેવાય છે ?

બિન ઉત્પાદક તેમજ નકામી પડી રહેલી મિલકતો પર સંપત્તિ વેરો ચુકવવાનો થાય છે. એનો અર્થ એ થયો કે જો તમે કેટલીક મિલકતો જેવી કે શેર, મ્યુચ્યુઅલ ફંડ, ULIPs, સોનામાં રોકેલું ભંડોળ, બચત ખાતાઓ, ફિક્સ્ડ ડીપોઝીટ્સ, અને સોનાના ETFs વગેરે સંપત્તિ વેરામાં ગણવામાં આવતા નથી. સંપત્તિ વેરા અંતર્ગત ગણનાપાત્ર એવી સૌથી વધુ જાણીતી મિલકતો છે રીઅલ એસ્ટેટ, જ્વેલરી અને કાર. અન્ય મિલકતો જેવી કે યાટ્સ, એરક્રાફ્ટ્સ, બોટ્સ, શહેરી જમીન, સોનું – ચાંદી (બુલિયન) અને કોઈ પણ કીમતી ધાતુમાંથી બનાવેલ ફર્નીચર પણ સંપત્તિ વેરા અંતર્ગત આવતી ચીજ - વસ્તુઓ છે.

મકાન – મિલકત : તમે તમારી અન્ય મિલકતોમાંથી એક કરતા વધુ મકાન ખરીદો છો ત્યારે એ પ્રકારના મકાન મિલકતના કિસ્સામાં સંપત્તિ વેરો આકર્ષક બની રહે છે.  જો મકાનને ઓછામા ઓછા 300 દિવસ માટે ભાડે આપી દેવામાં આવે તો સંપત્તિ વેરામાંથી એ મકાનને બાદ ગણવામાં આવે છે. જો એવી મિલકતને ધંધામાં મૂડી તરીકે રાખવામાં આવી હોય અથવા વ્યવસાયમાં એ મિલકત વપરાતી હોય તો એને સંપત્તિ વેરામાંથી બાકાત ગણવામાં આવે છે. સંપત્તિ વેરામાંથી મુક્તિ મેળવવા માટે તમે મોટી કિંમતની મિલકતને વેરામાંથી મુક્ત થયેલી અને ઓછી કિંમતના મકાનને સંપત્તિ વેરામાં સમાવિષ્ટ ગણાવી શકો છો. ઉપરાંત મિલકતની સુરક્ષા માટે જો કોઈ હોમ - લોન લેવામાં આવી હોય તો એને મકાનની કિંમતમાંથી બાદ કરવાનો દાવો કરી શકાય.

જ્વેલરી : જ્વેલરીના કિસ્સામાં ઘરેણા, જે ખરીદવામાં આવ્યા હોય, ભેટમાં મળ્યા હોય અથવા વારસાગત રીતે પ્રાપ્ત થયા હોય એ તમામ પર સંપત્તિ વેરો લાગુ પડે છે અને ભૌતિક સ્વરૂપમાં તેમજ ફર્નિચર તેમજ કપડામાં દાગીનાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવા બન્ને કિસ્સામાં વેરો લાગુ પડે છે.

કાર : કારના કિસ્સામાં જોઈએ તો સંપત્તિ વેરાની ગણતરી વેળાએ કરદાતાની કારની બજાર કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. 30 લાખથી વધુ કિંમતની હોય એવી કારના વ્યક્તિગત માલિક એવા કરદાતા પાસેથી કારની કિંમત પર સંપત્તિ વેરો લેવામાં આવે છે. મકાન મિલકતની જેમ કાર માટે પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જો તમે ભાડેથી કાર આપવાના ધંધામાં હો તો તમને કાર પરના સંપત્તિ વેરામાંથી મુક્તિ આપવામાં આવે છે.

તમારે યાદ રાખવું જોઈએ કે આવક વેરાની જેમ જ સંપત્તિ વેરો સમન્વયાત્મક જોગવાઈઓ ધરાવે છે. તો જ્યારે તમે સંપત્તિ તમારા જીવનસાથીને તબદીલ કરી રહ્યા હો ત્યારે આ બાબતને ધ્યાનમાં લેવાનું તમારે ભૂલવું ન જોઈએ. કોઈ પણ તબદિલી તમારા HUF સાથે પર્યાપ્ત વિચારણા કર્યા વિના કરવામાં આવે છે તો તમારા જીવનસાથી અથવા તમારા પુત્રની ધર્મપત્નીની દૃષ્ટિએ તમે હજુ પણ એ સંપત્તિના માલિક છો.

સંપત્તિ વેરો : આવકવેરા વિભાગ દ્વારા  સંપત્તિ વેરાને ખૂબ ગંભીરતાપૂર્વક લેવામાં ન આવતો હોવા છતાં જો એની અવગણના કરવામાં આવે તો એ બાબત દંડપાત્ર ગણાય છે, જેથી આ મુદ્દાને સહજતાપૂર્વક ન લેશો. સંપત્તિ વેરાની ચુકવણી ન કરવી એ દંડને આમંત્રણ આપે છે અને 1 લાખથી વધુ કિંમતનો સંપત્તિ વેરો ન ચુકવાયો હોય તો સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. જો તમે સમયસર સંપત્તિ વેરો ચુકવતા નથી તો ચુકવણીમાં મોડું કરાયેલા પ્રત્યેક મહિને તમારે વેરા પર 1% વ્યાજ પણ ચુકવવાનું થાય છે. સંપત્તિ વેરાનું રીટર્ન ફાઈલ કરતી વખતે તમારે BA ફોર્મ નો ઉપયોગ કરવો જોઈએ અને યાદ રાખો કે વેરો ચુકવવાની છેલ્લી તારીખ પ્રત્યેક વર્ષની 31મી જુલાઈ છે. તમે તમારો સંપત્તિ વેરો હજી સુધી ચુકવી દીધો છે કે બાકી છે ?

 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports