Market Ticker

Translate

Monday, June 9, 2014

કેજરીવાલ AAPની પુન:રચના, વિસ્તરણ કરશે

લોકસભા ચૂંટણીમાં નબળો દેખાવ અને કેટલાક આંતરિક વિખવાદ બાદ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીએ તેની રાષ્ટ્રીય કારોબારી 23 સભ્યોથી વિસ્તારીને 33 સભ્યો કરવાનું અને દેશવ્યાપી વિસ્તરણ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે .

ત્રણ દિવસની રાષ્ટ્રીય કારોબારી બેઠકની પૂર્ણાહુતિ બાદ પક્ષના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે , પક્ષની પુન : રચના કરવાનો સમય આવી ગયો છે . બૂથ લેવલથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી સમગ્ર પક્ષની પુન : રચના કરવામાં આવશે . પક્ષ એવા લોકોની પસંદગી કરશે જે ગામડે ગામડે ફરે અને વધુ ને વધુ લોકોને પક્ષમાં લાવે . અમે તેને મિશન વિસ્તાર કહીશું .

રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કારોબારીની પણ પુન : રચના કરવામાં આવશે . આપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પૃથ્વી રેડ્ડીના નેતૃત્વ હેઠળ એક સમિતિ સમગ્ર પક્ષની પુન : રચનાની કામગીરીનું ધ્યાન રાખશે . કેજરીવાલે જણાવ્યું હતું કે , “ અમે રાજકીય બાબતો અને રાષ્ટ્રીય કારોબારી સમિતિની પુન : સ્થાપના કરીશું અને પક્ષમાં બૂથ લેવલથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી નવો પ્રાણ ફૂંકીશું . જોકે , પક્ષ હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે કે કેમ તે અંગનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે .

લોકસભા ચૂંટણીમાં પક્ષના દેખાવ અંગે વાત કરતાં પક્ષના નેશનલ કન્વીનરે જણાવ્યું હતું કે , તેઓ ભલે કહેતા કે કોઈકનો જુવાળ હતો પરંતુ આપે લોકસભા ચૂંટણીમાં અત્યંત સારો દેખાવ કર્યો છે . પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડતા નવા રચાયેલા પક્ષ માટે ચાર બેઠકો ખરાબ નથી .

રાષ્ટ્રીય કારોબારી સમાપ્ત થયા બાદ કેજરીવાલે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા . અમે આશા રાખીએ કે ભાજપ સરકાર ગેસના ભાવ નહીં વધારે કારણ કે તેનાથી આવશ્યક ચીજવસ્તુઓ અને ખાતરના ભાવમાં ઉછાળો આવશે .

તેમણે કાળું નાણું પાછું લાવવા માટે સિટની રચના કરવા બદલ મોદી સરકારની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે મોદી સરકાર આવાં નાણાંને ઢસડી જતી ચેનલો પણ બંધ કરશે . તેમણે ભાજપને દિલ્હીની પાણી અને વીજળીની સમસ્યા ઉકેલવા માટે વિનંતી કરતાં કહ્યું હતું કે , અમે દિલ્હી માટે પાણી અને વીજળી માટે કેન્દ્ર સરકાર પાસેથી સબસિડી માંગીએ છીએ . આપના સાંસદો મુદ્દો સંસદમાં ઉઠાવશે .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Saturday, Jul 05
13:30 OPEC Meeting 2
21:15 BoE's Governor Bailey speech 3
Monday, Jul 07
07:00 ANZ Job Advertisements 1 -1.2%
11:30 Halifax House Prices (YoY/3m) 1 2.5%
11:30 Halifax House Prices (MoM) 1 -0.1% -0.4%
12:30 Foreign Currency Reserves 1 704B
21:00 6-Month Bill Auction 1 4.11%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener