Translate

Monday, June 9, 2014

વડોદરાની કંપની 4 વર્ષમાં પેકેજિંગની સૌથી મોટી સપ્લાયર બની

એક સમયે ગુનાના સ્થળેથી પુરાવા એકઠા કરવા માટે પોલિમર કવર બનાવતી 40 વર્ષ જૂની એક કંપની હવે - કોમર્સ કંપનીઓ માટે પેકિંગ મટિરિયલની સૌથી મોટી સપ્લાયર છે . તેના ક્લાયન્ટમાં ફ્લિપકાર્ટ , મિન્ત્રા , એમેઝોન અને ફેશન એન્ડ યુ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે .

1985 માં 75 વર્ષના નિરંજન વોરા દ્વારા સ્થાપવામાં આવેલી ડાયનાફ્લેક્સ રિસાઇક્લેબલ પોલિમર અને બબલ રેપ સિક્યોર કવર સપ્લાય કરતી હતી . તે હવે મોબાઇલ ફોન અને તૈયાર વસ્ત્રોથી લઈને કોસ્મેટિક્સ અને આંતરવસ્ત્રો સહિતની દરેક વસ્તુનું પેકિંગ કરે છે .

વડોદરા સ્થિત કંપનીએ ફક્ત ચાર વર્ષ અગાઉ તેની કામગીરીનું - કોમર્સમાં વૈવિધ્યીકરણ કર્યું હતું . તે સમયે ભારતમાં - ટેલિંગનો હજુ ઉદય થયો હતો . અત્યારે ઉદ્યોગનું કદ ત્રણ અબજ ડોલર ( આશરે રૂ .18,000 કરોડ ) છે .
કંપનીના સ્થાપક નિરંજન વોરાના 40 વર્ષના પુત્ર ગૌરવ વોરા જણાવે છે કે , “ અમે 2007 માં ફ્લિપકાર્ટ સાથે જોડાણ કર્યું ત્યારે તે બેંગલોરના એક નાનકડા રૂમમાંથી કામગીરી કરતી હતી .

ડાયનાફ્લેક્સ હવે - કોમર્સ કંપનીઓ માટે એક કરોડથી વધારે રિસાઇકલેબલ પોલિમર કવરની સપ્લાય કરે છે જેની કિંમત રૂ .3 થી રૂ .20 ની છે તથા તેના 100 થી વધારે ગ્રાહકો છે . આશરે 40 ટકાના વૃદ્ધિદર સાથે આગામી 18 મહિનામાં તેનું વેચાણ વધીને રૂ .100 કરોડને સ્પર્શી જવાની અપેક્ષા છે . ડાયનાફ્લેક્સે રૂ .60-70 કરોડની આવક સાથે વર્ષ પૂર્ણ કર્યું હતું .

ડાયનાએ - કોમર્સના ગ્રાહકો માટે કામ કરવાની શરૂઆત કરી હતી . તે અગાઉ તેનો વૃદ્ધિદર 20 ટકા પર અટકેલો હતો . 2007 થી અત્યાર સુધીમાં કંપની વાર્ષિક સ્તરે 35-40 ટકાના ધોરણે વૃદ્ધિ પામી રહી છે અને મોટા ભાગની વૃદ્ધિ - કોમર્સમાંથી આવી રહી છે .

વોરા કહે છે કે , બિઝનેસના આશરે 45 ટકા હવે - કોમર્સમાંથી આવે છે , જ્યારે વધારાના 20 ટકા લોજિસ્ટિક સેગમેન્ટમાંથી આવે છે . ડાયનાફ્લેક્સે ડીએચએલ , બ્લૂડાર્ટ અને ડીટીડીસી જેવા લોજિસ્ટિક પાર્ટનર્સ સાથે જોડાણ કર્યું છે .

અન્ય સ્થાનિક સપ્લાયરથી ડાયનાફ્લેક્સને અલગ પાડતી બાબત તેની ટેમ્પર પ્રૂફ હેન્ડલ સાથે સિરિયલ - અને બાર કોડેડ કવર પરની પેટન્ટેડ ટેક્‌નોલોજી છે . જો કોઈ બેગને ગરમ કરીને , ઠંડી પાડીને અથવા તેના પર સોલવન્ટનો ઉપયોગ કરીને ખોલવાનો પ્રયાસ કરાય તો કંપનીની ટેક્‌નોલોજી પોલિમર બેગ પર મિટાવી શકાય તેવું નિશાન છોડે છે .

હાલમાં ભારતીય પેકેજિંગ ઉદ્યોગનું મૂલ્ય રૂ .78,000 કરોડનું છે , જેમાંથી વાળી શકાય તેવાં બોક્સનું મૂલ્ય આશરે રૂ .15,000 કરોડનું છે . જ્યારે ઇબે જેવા માર્કેટ પ્લેસિસ તેના વેચનારને તેમના પોતાના પેકેજિંગનો ઉપયોગ કરવા દે છે ત્યારે સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ દરેક કવર દીઠ રૂ .3-4 નો ચાર્જ વસૂલે છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports