Translate

Monday, June 23, 2014

રીટાયરમેંટ માટેના ફંડની ટીપ્સ

Picture
આજના આ મોંઘવારી ના જમાનામાં વધતા ફુગાવા સાથે  કદમ મીલાવવા માટે રીટાયરમેંટનું આયોજન ખૂબજ અગત્યનું બની ગયું છે. ચાલો, જોઈએ કે, તમે તમારૂ રીટાયરમેંટ કઈ રીતે પ્લાન કરી શકો છો. તમે તમારા રીટાયરમેંટ પ્લાનિંગ માટેના પગલાઓ નીચે મુજબ લઈ શકો છો.
  • તમારા ઘરના ખર્ચાઓને જુદી-જુદી કેટેગરીમાં જેમકે, ઘરખર્ચ, ટ્રાવેલ, ઈંશ્યોરંસ, એજ્યુકેશન, EMI, બધાજ પ્રકારના bills અને હરવા  ફરવા જેવા બધા જ ખર્ચા નક્કી કરીને એક ટોટલ રકમ ઘરખર્ચ માટે નક્કી કરો. 


  • હવે તમને રીટાયરમેંટ વખતે કેટલા રૂપિયા જોઈશે તેનો અંદાજ લગાવો. અમુક ખર્ચાઓ વધશે જેમકે તબિયતની સાર સંભાળના (medical) અને અમુક ખર્ચાઓ નહિ હોય જેવા કે ઘરના EMI વગેરે. 
  • હવે હમણાંથી લઈને તમારા રીટાયરમેંટ ના સમય સુધીના ફુગાવાની ગણતરી કરો. 
  • તમારા રીટાયરમેંટની Age નક્કી કરો. રીટાયર થવા માટે 58 વર્ષ એક સામાન્ય ઘારણા છે. 
  • અમે Financial planning કરવા માટે 85 વર્ષના આયુષ્યની ભલામણ કરીએ છીએ જે તમારી પરિસ્થિતિ મુજબ ઉપર નીચે થઈ શકે છે. 
આ બઘી માહિતી નો ઉપયોગ કરીને, જુદી જુદી વેબસાઈટથી ફાઈનાંસિયલ કેલકયુલેટરની મદદથી  તમે તમારા રીટાયરમેંટ માટેના ભંડોળની ગણતરી કરી શકો છો. આ માટે તમે Excel ફોર્મુલા નો પણ ઉપયોગ કરી શકો છો, તેમજ તમારા Financial Planner ની મદદ પણ લઈ શકો છો. તમારા રીટાયરમેંટ ના પ્લાનિંગ કરતી વખતે તમારૂ ભંડોળ ઓછું છે, એવું જણાય તો એ shortfall માટે નીચે મુજબ ના પગલાં તમે ભરી શકો છો.
  1. હાલના તમારા ખર્ચાઓ પર ધ્યાન આપો અને જુઓ કે રીટાયરમેંટ પછી ખર્ચની દેષ્ટિએ શું ફેરફાર થશે? કયા ખર્ચાઓ ઘટાડી શકાશે ?
  2. ફરી એક વખત વિચાર કરી જુઓ કે તમે 58 વર્ષે નિવૃત્ત થશો કે વધારે વાખત કામ કરી શકશો ? પાર્ટટાઈમ જોબ કરી શકશો ? 
  3. હમણાથી લઈને રીટાયરમેંટના સમય સુધીના ગાળામાં તમારી બચતમાં વધારો કરો. 
  4. રીટાયર માટેની બચત માટે ઈક્વિટી mutual Fund માં રોકાણ કરો. 
  5. નિવૃત્તિ પછી પણ જે ભંડોળ ભેગું થાય તેમાંથી થોડું Equity માં mutual fund દ્વારા રોકી શકો છો. 
  6. બીજા બધા તમારા ફાઈનાંસિયલ ગોલનો ફરીથી વિચાર કરો અને રીટાયરમેંટ માટેની બચતને પ્રાધાન્ય આપો. ઉદાહરણ તરીકે તમારા બાળકને તમે U.S.A. ભણવા મોકલવા માગો છો તો થોડા રૂપિયા તમે આપો ને બાકીના રૂપિયા તમારૂ બાળક બેંક લોન લઈને મેનેજ કરી શકે છે જેથી તમે તમારી બચત વધારી શકો. 
  7. જુઓ તમે તમારા બીજા ઘરમાંથી ભાડાની આવક મેળવી શકો છો કે કેમ ? તમે સંપૂર્ણપણે ભાડાની આવક પર નિર્ધારિત ન રહો તેવી અમારી ભલામણ છે. 
  8. જુઓ તમને કોઈ વારસાગત મિલકત મળી શકે તેમ છે ? 
  9. તમે અને તમારા પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહિ શકો તો બંનેને ઓછો ખર્ચ આવી શકે. 
  10. તમારા બેકઅપ પ્લાનમાં તમારા ઘરનું રીવર્સ મોર્ગેજ કરવાનું પણ વિચારી શકો છો. 
તમે જ્યારે પણ ઈંવેસ્ટમેંટ કરો તો તમારી Risk સહન કરવાની કેપેસિટી કેટલી છે તે જાણવુ ખૂબ જ જરૂરી છે. તમે તમારૂ Risk profiling કરીને જાણી શકો છો. જ્યારે તમે ખૂબ જ આક્રમક રીતે ઈંવેસ્ટમેંટ કરવાનો અભિગમ અપનાવો છો ત્યારે પ્રતિકુળ નાણાકીય પરિણામો માટે પણ તૈયાર રહો. તમે તમારૂ Risk profiling money control.com જેવી વેબસાઈટ પરથી પણ કરી શકો છો.

આ લેખ FPGI (The Financial Planners' Guild of India) કોલેબરેશનના એક ભાગ તરીકે તા. 27/05/2013ના જન્મભૂમિ પ્રવાસીના page no. 2 પર ગુજરાતીમાં છપાયો હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports