Translate

Tuesday, June 17, 2014

ટાટાની એરલાઇનને રોકવા ઉદ્યોગે હાથ મિલાવ્યા

ગળાકાપ સ્પર્ધા ધરાવતા ઉડ્ડયન ઉદ્યોગમાં નવી એરલાઇનને પ્રવેશતી અટકાવવા માટે કંપનીઓએ ફરીવાર હાથ મિલાવ્યા છે . ઇન્ડિગો , જેટ એરવેઝ , ગોએર અને સ્પાઇસજેટે ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ ( FIA) ના બેનર હેઠળ ઉદ્યોગના નિયમનકાર પાસે માંગણી કરી છે કે , ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેના સંયુક્ત સાહસ ટાટા SIA એરલાઇન્સ લિમિટેડ ને ઉડાન ભરવાની પરમિટ આપવામાં આવે . ટાટા ગ્રૂપ સાહસમાં 51 ટકા હિસ્સો ધરાવે છે .

ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA) ને લખેલા પત્રમાં એરલાઇન કંપનીઓએ દલીલ કરી છે કે , “ અગાઉની સરકારે સપ્ટેમ્બર 2012 માં નિયમમાં કરેલા ફેરફાર મુજબ વિદેશી એરલાઇન્સ માત્ર વર્તમાન એરલાઇન્સમાં રોકાણ કરી શકે , કોઈ નવી કંપનીમાં નહીં .23 મેના રોજ લખાયેલા FIA ના પત્રમાં DGCA ના વડા પ્રભાત કુમારને સંબોધન કરવામાં આવ્યું છે . પત્રની નકલ ઇકોનોમિક ટાઇમ્સ પાસે છે .

ટાટા સન્સે સિંગાપોર એરલાઇન્સ સિવાય મલેશિયાની એરએશિયા અને અરુણ ભાટિયાની ટેલેસ્ટ્રા ટ્રેડપ્લેસ સાથે ભાગીદારી કરીને સસ્તાં ભાડાંની એરલાઇન એરએશિયા ઇન્ડિયા પણ શરૂ કરી છે . એરએશિયા ઇન્ડિયાને પણ ભારતમાં પ્રવેશતી અટકાવવા માટે FIA ફેબ્રુઆરીમાં પ્રયાસ કર્યો હતો .

તેમના વાંધાને DGCA ફગાવી દીધો હતો . તે વખતે પણ ભારતની કંપનીઓએ ઉડ્ડયન ઉદ્યોગમાં રોકાણ અંગેના નિયમને આગળ ધર્યો હતો પણ DGCA જણાવ્યું હતું કે , સરકારે તેના નિયમમાં સ્પષ્ટ કર્યું છે કે , નિયમ વર્તમાન તથા નવી એરલાઇન બંનેને લાગુ પડે છે . એરએશિયા ઇન્ડિયાએ 12 જૂનથી ફ્લાઇટ શરૂ કરી દીધી છે .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
23:30 Fed's Daly speech 2
23:30 Fed's Goolsbee speech 2
Wednesday, Apr 09
02:00 API Weekly Crude Oil Stock 1 -1.057M 6.037M
07:30 RBNZ Monetary Policy Statement 3
07:30 RBNZ Interest Rate Decision 3 3.50% 3.50% 3.75%
15:00 FPC Statement 1
15:00 FPC Meeting Minutes 1
16:30 MBA Mortgage Applications 1 -1.6%
17:30 BoE Quarterly Bulletin 1
19:30 Wholesale Inventories 1 0.3% 0.3%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener