Translate

Tuesday, June 10, 2014

ગિફ્ટ સિટી માટે રૂ.1,157 કરોડની લોનને મંજૂરી

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમના સ્વપ્ન સમાન ગિફ્ટ પ્રોજેક્ટને બેન્કર્સ તરફથી ટેકો મળ્યો છે . સિન્ડિકેટ બેન્ક , બેન્ક ઓફ ઇન્ડિયા , બેન્ક ઓફ બરોડા , પંજાબ એન્ડ સિંધ બેન્ક અને કોર્પોરેશન બેન્ક સહિત પાંચ બેન્કના કોન્સોર્ટિયમે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક - સિટી ( ગિફ્ટ સિટિ ) ને રૂ .1,157 કરોડની લોન મંજૂર કરી છે . સાબરમતી નદીના કિનારે નિર્માણાધિન ગિફ્ટ સિટીને લંડન ડોકયાર્ડ , ટોકયોના શિંઝુકુ અને શાંઘાઇના લુઝિયાઝુઇની જેમ ફાઇનાન્શિયલ હબ તરીકે વિકસાવાશે .

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર આર કે ઝાએ જણાવ્યું કે , શહેરમાં કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા રકમ ખર્ચાશે . તેમાં સબ - સ્ટેશન સાથે અત્યાધુનિક પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ , જળાશય , એક ઓટોમેટેડ વેક્યુમ વેસ્ટ કલેક્શન સિસ્ટમ , ડિસ્ટ્રીક્ટ કુલિંગ , પાણી અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ , સ્માર્ટ યુટિલિટી ટનલ અને રસ્તા બાંધવામાં આવશે .

ઝાએ જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં રૂ .1,818 કરોડનો ખર્ચ કરવાની યોજના ધરાવે છે . જેમાંથી રૂ .1,157 કરોડ પાંચ બેન્કો પાસેથી મળશે જ્યારે બાકીની રકમ ઇક્વિટી અને આંતરિક રકમ દ્વારા ફંડિંગ કરવામાં આવશે .

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે 886 એકરમાં પથરાયેલ ગિફ્ટ સિટીમાં ત્રણ તબક્કામાં 6.2 કરોડ ચોરસ ફુટ જગ્યામાં બાંધકામ કરવામાં આવશે . પ્રથમ તબક્કામાં 1.3 કરોડ ચોરસ ફુટ સ્પેસ વિકસાવાશે જેમાંથી 1.06 કરોડ ફુટ જગ્યા વિવિધ બેન્કો , નાણાકીય સંસ્થાઓ , હોટેલ , હોસ્પિટલ , શાળાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને ફાળવવામાં આવી છે .

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ગિફ્ટ સિટીમાં બે લાખ ચોરસ ફુટ જગ્યામાં એક ઓફિસ બાંધવાના રાઇટ્સ મેળવ્યા છે . આઇએલએન્ડએફએસે આઠ લાખ ચોરસ ફુટની બે ઇમારતો બાંધી છે જેમાં દરેકમાં 29 માળ છે . નોઇડા સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર અહીં 10 લાખ ચોરસ ફુટ ઓફિસ સ્પેસમાં બાંધકામ કરી રહ્યું છે .

ઇમારત સંપૂર્ણ તૈયાર હશે ત્યારે તેમાં એક સેઝ , હોટેલ , કન્વેન્શન સેન્ટર , મોલ , એપાર્ટમેન્ટ્સ , મનોરંજન ઝોન , ટેક પાર્ક તથા એક શેરબજાર પણ હશે . ગિફ્ટ સિટી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની અને આઇએલ એન્ડ એફએસ વચ્ચેનું સંયુક્ત સાહસ છે . છેલ્લા એક વર્ષમાં મોદીએ આક્રમક રીતે અગ્રણી બેન્કર્સ , વીમા કંપનીઓ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીઓને પ્રોજેક્ટના ફાયદા સમજાવ્યા છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports