Translate

Wednesday, June 18, 2014

આણંદ: મિલ્કસિટીને ફરતે બનશે રિંગ રોડ, સૂચિત નકશો જાહેર

આણંદ: મિલ્કસિટીને ફરતે બનશે રિંગ રોડ, સૂચિત નકશો જાહેર- આણંદ-વિદ્યાનગર-કરમસદ અર્બન ઓથોરિટીનો સૂચિત નકશો જાહેર કરાયો
- અવકૂડાને આવરી લેતો ૭પ મીટરનો રિંગ રોડ ને ૪પ મીટરના રસ્તા શહેરમાં બનશે
- સને ૨૦૩૩માં અવકૂડા વિસ્તારની વસતી ૭.૭૩ લાખ થવાની ધારણાં
- ટ્રાફિકને ધ્યાનમાં લઈ મહત્તમ રસ્તા ૩૦ મીટરના બનાવવામાં આવશે


આણંદના વિકાસની પારાશીશી સમાન આણંદ - વિદ્યાનગર - કરમસદ અર્બન ઓથોરિટિ (અવકૂડા)નો સૂચિત નકશો જાહેર કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા ૬૦ દિવસ વાંધા અરજી મંગાવવામાં આવી છે. ૨૦૩૩ની ૭,૭૩,૪૭૪ વસતીને ધ્યાનમાં રાખી બનાવેલા આ વિકાસ નકશા (ડેવલપમેન્ટ પ્લાન)માં ૭પ મિટરના રિંગરોડ ઉપરાંત પ૪.પ૬ ટકા વિસ્તારને ખેતીવિષયક જાહેર કરવામાં આવી છે.

આણંદને મહાનગરપાલિકા બનાવવા છેલ્લા કેટલાંક સમયથી ગતિવિધિ શરૂ થઈ હતી, જેના ભાગરૂપે આણંદ, વિદ્યાનગર, કરમસદ નગરપાલિકાની સ્થાનિક સત્તાવિકાસ મંડળને વિખેરીને આણંદ - વિદ્યાનગર - કરમસદ અર્બન ઓથોરિટિ (અવકૂડા)ની રચના કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા ઉપરાંત ૩૨ ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અવકૂડા વિસ્તારનો નકશો શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને જાહેર જનતાને સોમવારથી જોવા માટે ખુલ્લો મુકાયો હતો. આ સૂચિત નકશા સંદર્ભે ૬૦ દિવસની વાંધા અરજી મંગાવવામાં આવી છે. આ સૂચિત નકશો ૨૦૩૩માં ૭,૭૩,૪૭૪ની વસતીને ધ્યાનમાં લઇ બનાવવામાં આવ્યો છે.

આ રસ્તામાં મહત્વનો એવો ૭પ મિટરનો રિંગરોડ રહેશે, જે નેશનલ હાઈવે નંબર ૮ રાવડાપુરાથી શરૂ કરીને લાંભવેલ, બાકરોલ, વલાસણ (મેઇન કેનાલ પેરેલલ), ગાના, વાંસખીલીયા, નાવલી, વડોદ નજીક થી નેશનલ હાઈવે નંબર ૮ને મળશે. અંદાજે ૨૧.૪ કિલોમીટર લાંબા આ રિંગરોડથી શહેરની વચ્ચેથી પસાર થતાં ભારે વાહનો બારોબાર પસાર થતાં ટ્રાફિકનું ભારણ ઘટશે. આ ઉપરાંત અવકૂડા વિસ્તારમાંથી પસાર થતા આણંદ - સોજિત્રા રોડ, હેરિટેજ માર્ગ તથા બાકરોલ - વડતાલ રોડને ૪પ મિટર સુધી પહોળા કરાશે. આ રસ્તાની બન્ને બાજુ ટ્રાન્જીસ્ટર ઓરિએન્ટેડ ડેવલોપમેન્ટ (ટીઓડી) ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં કોમર્શીયલ સંકુલ બનાવવા ઉપરાંત વધારાની એફએસઆઈ પણ આપવામાં આવશે.

અવકૂડામાં ક્યો વિસ્તાર સમાવાયો છે ?
આણંદ નગરપાલિકા, વિદ્યાનગર નગરપાલિકા, કરમસદ નગરપાલિકા, વિઠ્ઠલ ઉદ્યોગનગર, બોરિયાવી, સામરખા, ચિખોદરા, ગામડી, લાંભવેલ, ઝોળ, બાકરોલ, વઘાસી, હાડગુડ, જીટોડીયા, મોગરી, વલાસણ, સંદેશર, ગાના, નાવલી, ગોપાલપુરા, મેઘવાગાના, ખાંધલી, વાંસખીલીયા, વાસદ, રાજપુરા, આંકલાવાડી, અડાસ, નાપાડ તળપદ, નાપાડ વાંટો, વડોદ, ઝાંખરિયા, મોગર, બોરિયા તથા મોરડનો સમાવેશ થાય છે.

ક્યાં ક્યો ઝોન બનશે
 ફૂડ પાર્ક : બોરિયાવી ખાતે ફૂડ પાર્ક બનશે. અહીં ખેતિવિષયક ક્ષેત્ર હોવાથી ખેડૂત, વેપારી અને ઉત્પાદકોને ફાયદો થશે. અહીં ફૂડપાર્ક બનતાં મલ્ટી કોલ્ડ સ્ટોરેજ, ડ્રીપ ફ્રીઝ, પલ્પીંગ, પેકેઝીંગ ઉદ્યોગ સ્થપાશે.

લોઝીસ્ટીક પાર્ક : સૌરાષ્ટ્ર સાથે ઝડપથી વેપાર થાય તે માટે લોઝીસ્ટીક પાર્ક બનશે. જેમાં આણંદ - તારાપુર - ધોલેરા - ભાવનગર અને આણંદ - તારાપુર - બગોદરા - રાજકોટ સેકશનને જોડતાં ધોરી માર્ગ બનશે.

સ્ટુડન્ટ હાઉસીંગ : આણંદ અને વિદ્યાનગરમાં દાયકા પહેલાં પ૦ શૈક્ષણિક સંસ્થા હતી. જે દાયકા દરમિયાન વધીને ૧૮૦ થઈ ગઈ છે. જેમાં આશરે ૨૦ હજાર વિદ્યાર્થી બહારથી આવી અભ્યાસ કરે છે, જેમને રહેવા માટે ખાસ સ્ટુડન્ટ હાઉસીંગ ઝોન બનશે. જ્યાં તેમને માળખાકીય સુવિધા, રહેણાંક મળે તે માટે ખાસ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે.

ટ્રાન્જીસ્ટ ઓરિએન્ટેડ ડેવલોપમેન્ટ એરિયા : અવકૂડામાંથી પસાર થતાં ૩૦ મિટર કે તેથી વધુ પહોળાઈના રસ્તાની બન્ને બાજુ ટ્રાન્જીસ્ટર ઓરિએન્ટેડ ડેવલોપમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં એફએસઆઈ આપવામાં આવશે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિકાલ : કચરાના નિકાલ માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત વાંસખીલીયા નજીક ડિસ્પોઝેબલ સાઇટ અને રી-સાયકલીંગ પ્લાન્ટ નાંખવામાં આવશે. આ ઉપરાંત સામરખા પાસે ઓગ્રેનીક વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ વિકસાવવામાં આવશે. કચરામાંથી ઉર્જા‍ ઉત્પન્ન કરવા માટે કરમસદ ખાતે પ્લાન્ટ બનાવવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીયલ ઝોન : આણંદ શહેર નજીક સામરખા ચોકડી નજીક ઇન્ડસ્ટ્રીઝયલ ઝોન બનશે. આ ઉપરાંત વાસદ નજીક ઇન્ડસ્ટ્રીઝય ઝોનની પ્રમોઝલ મુકવામાં આવી છે.

આઈટી ને સ્પોર્ટ્સ માટે પણ ઝોન :
બાકરોલમાં પ્રપોઝ્ડ સ્પોર્ટ્સ ઝોન. જોગણી માતા મંદિર રોડ પર આઈટી એન્ડ નોલેજ ઝોન ઉભો કરવામાં આવશે.
આણંદ: મિલ્કસિટીને ફરતે બનશે રિંગ રોડ, સૂચિત નકશો જાહેર
ક્યાં હેતુ માટે કેટલી જમીનની ફાળવણી
હેતુ વિસ્તાર (હે.) ટકા
ગામતળ ૩૬૧.૧૭ ૧.૨૮
રેસીડેન્ટ ઝોન-૧ ૭૯૮.૪૧ ૨.૮૩
રેસીડેન્ટ ઝોન-૨ પપ૪૨.પ૪ ૧૯.૬૨
કોમર્શીયલ ૩૩૪.૨૭ ૧.૧૮
ઇન્ડસ્ટ્રીયલ એરિયા ૭૩૧.પ૮ ૨.પ૯
પબ્લીક પરપઝ ૯૨૮.૮૩ ૩.૨૯
પબ્લીક યુટીલીટી ૧૭૪.૬૩ ૦.૬૨
રી-ક્રિયેશનલ યુઝ ૪૭.પ૪ ૦.૩૭
રિઝર્વ પ૪.૦૦ ૦.૧૯
રીકન્ટીઝન્સ ઝોન ૪૭૧.૪૦ ૧.૬૭
ટ્રાન્સપોર્ટેશન ૨૩૯પ.૨પ ૮.૪૮
વોટર બોડી ૯૯૪.૧૮ ૩.પ૨

૧પ બ્રિજ બનશે
અવકૂડાના જાહેર કરેલાં સૂચિત નકશામાં વિવિધ પ્રકારના ૧પ બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ફ્લાય ઓવરબ્રિજ -પ, રેલવે ઓવરબ્રિજ - ૬, બ્રિજ ઓવર કેનાલ - ૪ નો સમાવેશ થાય છે.

રસ્તાને બન્ને બાજુ વૃક્ષારોપણ થશે
અવકૂડામાં સમાવષ્ટિ સ્ટેટ હાઈવે ૪પ મિટર, રીંગરોડ ૭પ મિટરના બનશે. તેની બન્ને બાજુ ૨ મિટરની ફૂટપાથ રહેશે. જોકે, આ રસ્તાઓની બન્ને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવશે. જે ગ્રીન આણંદની ઓળખ ચાલુ રાખશે.
 
ગરમ અને સુકી આબોહવા
૪૦થી ૪૦ મહત્તમ તાપમાન
૮થી ૧૦ લઘુત્તમ તાપમાન
૭૨૩ મિમિ સરેરાશ વરસાદ
જિલ્લાના કુલ વાહનો ૩,૧૮,પપ૨
શિક્ષણ દર : પુરૂષ ૯૦.પ૭, મહિ‌લા ૭૨.૬૮ સરેરાશ ૮૨.૦૩

અવકૂડામાં સમાવિષ્ઠ ૩૨ ગામડાં
૧૯૬૧ની વસતી ૧,૬૨,પ૪૬
૨૦૧૧ની વસતી પ,૦૧,પ૩૬
૨૦૧૩ની વસતી પ,૧૬,૧૯૭
૨૦૨૩ની વસતી અંદાજે ૬,૨૯,૬પ૭
૨૦૩૩ની વસતી અંદાજે ૭,૭૩,૪૭૪

જમીનનો કેવો ઉપયોગ
ખેતીવિષયક ૧પ૪૧૦ હેક્ટર
ડેવલોપમેન્ટ ૧૨૮૩૩.૮૧ હેક્ટર
કુલ ૨૮૨૪૩.૮૧ હેક્ટર 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports