Translate

Monday, June 23, 2014

શિબુલાલ અમેરિકામાં 700થી વધુ એપાર્ટમેન્ટ્સના માલિક

બેંગલોર : બિલ ગેટ્સ અને જેફ બેઝોસ દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીઓ માઈક્રોસોફ્ટ અને એમેઝોન સિયેટલ કદાચ સૌથી વધુ લોકોને રોજગારી આપતી હશે , પરંતુ અહીં ઇન્ફોસિસના એસ ડી શિબુલાલ પણ ઓછા મહત્ત્વના વ્યક્તિ નથી . કુશળ રિયલ એસ્ટેટ રોકાણકાર અને ઇન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિયેટલમાં 700 થી વધુ એપાર્ટમેન્ટની માલિકી ધરાવે છે .

શિબુલાલની ફેમિલિ ઓફિસ ઇનોવેશન્સ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ઇન્ડિયાની માલિકી અને સંચાલન હેઠળના ફ્લેટ અમેરિકાના નોર્થવેસ્ટ પેસિફિક કોસ્ટ પર સિયેટલ તથા બેલેવ્યૂમાં પથરાયેલા છે . અહીં વિશ્વની કેટલીક સૌથી મોટી કંપનીઓ હાજરી ધરાવે છે . માઈક્રોસોફ્ટ , એમેઝોન , સ્ટારબક્સ અને બોઇંગના સિનિયરથી મધ્યમ લેવલના કર્મચારીઓ તેમના ભાડુઆત છે .

રિયલ એસ્ટેટમાં અડધાથી વધારે રોકાણ શિબુલાલની ફેમિલી ઓફિસ દ્વારા થયું છે જેમાં ભારતમાં રિસોર્ટ્સ અને પ્રોજેક્ટ્સ સામેલ છે . શિબુલાલની ફેમિલી ઓફિસનું સંચાલન કરતા શેન્થિલ કુમાર એન જણાવે છે કે , લાંબા ગાળે ફુગાવા સામે રક્ષણ આપવામાં રિયલ એસ્ટેટ સૌથી વધારે અસરકારક એસેટ હોવાનું અમે માનીએ છીએ .

સિયેટલનાં મોટા ભાગનાં એપાર્ટમેન્ટ છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં ખરીદવામાં આવ્યાં છે અને ફેમિલી ઓફિસના સ્ટાફ દ્વારા તેનું સંપૂર્ણ સંચાલન થાય છે . કુમારે જણાવ્યું કે , એસેટ ક્લાસનાં ઘણાં પેટા સેગમેન્ટમાં સારું વળતર મળ્યું છે તથા ભાવ વધવાની સારી સંભાવના ધરાવે છે . તેઓ નજીકના ભવિષ્યમાં અમુક રીતે ફિક્સ્ડ ઇન્કમ સાધનો છે જે વધુ સારા એસેટ મેનેજમેન્ટ દ્વારા કરન્ટ યીલ્ડ વધારવા સક્ષમ છે .

અમેરિકામાં રિયલ એસ્ટેટના ટ્રેન્ડ વિશે માહિતગાર એક વ્યક્તિએ કહ્યું કે શિબુલાલના એપાર્ટમેન્ટ્સનું મૂલ્ય 10 કરોડ ડોલર ( રૂ .600 કરોડ ) થી વધારે હોઈ શકે છે . શિબુલાલનો પરિવાર યુરોપમાં પણ રિયલ્ટીમાં રોકાણ કરવા વિચારે છે . ફેમિલી ઓફિસે જર્મનીમાં બર્લિન અને ફ્રેન્કફર્ટમાં એક - એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ખરીદ્યા છે .

આઇઆઇએમ બેંગલોર અને બીઆઇટીએસ પિલાનીના ગ્રેજ્યુએટ શેન્થિલ કુમાર 2005 માં ફેમિલી ઓફિસમાં જોડાયા હતા . તેઓ કહે છે કે રોકાણ ભૌગોલિક તથા કરન્સીની દૃષ્ટિએ અમને વૈવિધ્ય આપે છે .

ધનાઢ્ય ભારતીયોની ફેમિલી ઓફિસે વિદેશનાં બજારોમાં તક શોધવાનું શરૂ કર્યું છે . વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીની ફેમિલી ઓફિસ પ્રેમજી ઇન્વેસ્ટ અમેરિકા અને ચીનમાં ટેક્ નોલોજી કંપનીઓમાં સીધું રોકાણ કરવા વિચારી રહી છે . ઉદ્યોગના અંદાજ પ્રમાણે ભારતમાં આવી 40 થી 50 ફેમિલી ઓફિસ છે જેની પાસે 15 થી 20 અબજ ડોલર ( રૂ .88,000 કરોડથી રૂ .1.2 લાખ કરોડ ) ની મૂડી છે . 30 અબજ ડોલરની બજારમૂડી ધરાવતી ઇન્ફોસિસમાં શિબુલાલ , તેમનાં પત્ની કુમારી , પુત્રી શ્રુતિ અને પુત્ર શ્રેયસ કુલ મળીને 2.2 ટકા હિસ્સો ધરાવે છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports