Translate

Friday, June 27, 2014

ક્રેડિટ કાર્ડનો ફ્રોડ ગ્રાહક નહીં, બેન્કે પુરવાર કરવો પડશે

બેન્કને ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો દુરુપયોગ થયો હોવાની વાત સમજાવવા ગ્રાહકોએ હવે માથાકૂટ નહીં કરવી પડે . રિઝર્વ બેન્કના એકમે જારી કરેલા નિર્દેશ પ્રમાણે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના દુરુપયોગના કિસ્સામાં ગ્રાહકે ગોલમાલ કરી છે સાબિત કરવાની જવાબદારી હવે બેન્કની રહેશે . ઉલ્લેખનીય છે કે , કસૂરવાર નહીં હોવાનું પુરવાર કરવાની જવાબદારી અગાઉ ગ્રાહકની હતી .

ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન અંગેના વિવાદમાં ગ્રાહકો ઘણી વખત બિલ ચૂકવવાનો ઇનકાર કરતા હોય છે . તેને લીધે બેન્ક ગ્રાહક પાસેથી લેટ પેમેન્ટ પેનલ્ટી વસૂલે છે . નવો નિયમ રિઝર્વ બેન્કના એકમ બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા ( BCSBI) તૈયાર કર્યો છે .

જેમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ / એટીએમ કાર્ડના વિવાદિત ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહક જવાબદાર હોવાનું પુરવાર કરવાની જવાબદારી બેન્કની રહેશે . નિયમમાં જણાવ્યા અનુસાર ‘‘ અમે ( બેન્ક ) તમારી દલીલ સ્વીકારીએ તો તમારું ( ગ્રાહકનું ) ટ્રાન્ઝેક્શન અધિકૃત નહીં હોવા અંગે પુરાવો આપવાની જવાબદારી અમારી રહેશે .

રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર કોમર્શિયલ બેન્કના ઓમ્બડ્ઝમેનને 2012-13 માં મળેલી કુલ ફરિયાદમાં 25 ટકા હિસ્સો એટીએમ , ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સંબંધી ટ્રાન્ઝેક્શનનો હતો .

પિન આધારિત ઓથેન્ટિફિકેશન તેમજ દરેક ક્રેડિટ , ડેબિટ અને એટીએમ ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકને મેસેજ જેવા પગલાંથી કાર્ડનો દુરુપયોગ અટકાવવામાં મદદ મળી છે . ઉપરાંત , એટીએમ મશીન્સમાં ઇનબિલ્ટ કેમેરા પણ ગેરરીતિ અટકાવવામાં ઉપયોગી છે . તમામ બાબતોને લીધે બેન્ક ટ્રાન્ઝેક્શનની ખાતરી વધુ સારી રીતે કરી શકે છે . નવા નિયમમાં બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન અથવા ગેરરીતિના કિસ્સામાં ગ્રાહકની જવાબદારી રૂ .10,000 રહેશે .

BCSBI અમુક કિસ્સામાં કાર્ડના દુરુપયોગની જવાબદારી ગ્રાહક પર પણ રાખી છે . ગ્રાહકે - મેઇલ , મોબાઇલ નંબર કે પોસ્ટલ એડ્રેસની માહિતી બેન્કમાં અપડેટ નહીં કરાવી હોય તો કાર્ડના દુરુપયોગની જવાબદારી બેન્કની નહીં રહે .

ઉપરાંત , ગ્રાહક જ્યાં સુધી કાર્ડની ગેરરીતિની જવાબદારી બેન્કને નહીં આપે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના દુરુપયોગની જવાબદારી તેની રહેશે . જોકે , બેન્કને કાર્ડ ખોવાયું કે ચોરાયું હોવાની અથવા પિન કે પાસવર્ડની માહિતી જાહેર થઈ હોવાની માહિતી ગ્રાહક બેન્કને આપશે ત્યારથી કોઈ પણ પ્રકારના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનની જવાબદારી ગ્રાહકની નહીં રહે .

BCSBI ના ચેરમેન એસી મહાજને જણાવ્યું હતું કે , કૌભાંડીઓ ઘણી વખત ટેક્‌નોલોજીના ઉપયોગથી સિસ્ટમની સુરક્ષા ભંગ કરવામાં સફળ રહે છે અને અન્યને નુકસાન કરે છે . એટલે નવો નિયમ કાર્ડધારકોને રક્ષણ આપશે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports