Translate

Monday, June 23, 2014

નિફ્ટી 7484-7462થી નીચે જશે તો વધુ નરમાઈ

નિફ્ટી 7484-7462થી નીચે જશે તો વધુ નરમાઈનિફ્ટી આશરે 7500 ના સ્તરે કોન્સોલિડેટ થઈ રહ્યો હતો , પરંતુ દરેક દિવસે તે નવી નીચી સપાટીને સ્પર્શી રહ્યો છે , જે બજારની મજબૂતાઈ થોડી ખરાબ થઈ હોવાનો સંકેત આપે છે . જો નિફ્ટી 7,484 અને 7,462 કરતાં નીચા સ્તરે જશે તો આપણે બજારમાં વધુ નરમાઈની ધારણા રાખી શકીએ છીએ અને ઇન્ડેક્સ નજીકના ગાળામાં 7,200 ના સ્તરને પણ સ્પર્શ કરી શકે છે . બજાર માટેનો પ્રતિરોધ આશરે 7,606 અને 7,650 ના સ્તરે છે .

રેટિંગ એજન્સી ફિચે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં મજબૂત સરકાર અને આર્થિક પરિબળોમાં સ્થિરતાની પૂર્વભૂમિકામાં ભારતની જાહેર ક્ષેત્રની બેન્કોનું રેટિંગ આઉટલૂક હાલના સમયગાળામાં સ્થિર છે . 2011 થી આવેલી આર્થિક નરમાઈથી બિનકાર્યક્ષમ અસ્કામતોમાં વધારો તથા સમસ્યાજનક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ધિરાણને કારણે જાહેર ક્ષેત્રની બેન્કોને સૌથી વધુ માઠી અસર થઈ છે .

ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવમાં તીવ્ર ઉછાળાને પગલે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને પાંચ મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો છે . મે મહિનામાં ડબલ્યુપીઆઇ ફુગાવો અગાઉના મહિનાના 5.20 ટકાથી વધીને 6.01 ટકા થયો હતો . ફુગાવો ગયા વર્ષના સમાન મહિનામાં 4.58 ના સ્તરે હતો . ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો 9.50 ટકાના સ્તર સાથે ફરી બે આંકડા તરફ આગળ વધી રહ્યો હોય તેમ લાગે છે .

બજારમાં ઊંચી વોલેટિલિટીની ધારણા રાખીને રોકાણકારો જૂન સિરીઝમાં નિફ્ટીનો 7,500 નો પુટ ઓપ્શન અને 7,600 નો કોલ ઓપ્શન ખરીદી શકે છે . ઊંચું જોખમ લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો નિફ્ટી જૂન સિરીઝમાં 7,500 નો પુટ ઓપ્શન ખરીદી શકે છે .

મારુતિ , એનએમડીસી , હિન્દાલ્કો , બીપીસીએલ , રિલાયન્સ , એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવાં કાઉન્ટર્સ હાલમાં નબળાં છે અને શેરોમાં વધુ ઘટાડો થઈ શકે છે . આનાથી વિરુદ્ધ ટાટા મોટર્સ , મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા ( એમ એન્ડ એમ ) , ટીસીએસ , ઇન્ફોસિસ અને એચસીએલ ટેક જેવાં કાઉન્ટર્સ બજારને સપોર્ટ કરી શકે છે .

ડોલર સામે રૂપિયો નબળો છે અને તે નજીકના ગાળામાં 60.4 અને 60.68 ની સપાટી ફરી દર્શાવી શકે છે . સોનામાં ઔંશ દીઠ 1,300 ડોલરથી ઊંચા સ્તરે હકારાત્મક વલણ છે અને તે નજીકના ગાળામાં 1,338 અને 1,350 ડોલરના સ્તરને સ્પર્શી શકે છે .

સોનામાં ઔંશ દીઠ 1,305 ડોલર અને 1,292 ડોલરના સ્તરે સપોર્ટ છે . ક્રૂડ ઓઇલમાં હકારાત્મક વલણ છે અને તે ઇરાકની તંગદિલીને કારણે ટૂંકા ગાળામાં 107.75 થી 108 ડોલરના સ્તરને સ્પર્શે તેવી શક્યતા છે . ક્રૂડ ઓઇલમાં બેરલ દીઠ 106 અને 105.35 ડોલરે સપોર્ટ છે .

સપ્તાહ માટે ચીનના બજારનો મુખ્ય ટ્રિગર એચએસબીસી મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ફ્લેશ ડેટા છે . જાપાનના બજાર માટે મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ફ્લેશ , ફુગાવો , કોર ઇન્ફ્લેક્શન અને રિટેલ સેલ્સના આંકડા મહત્ત્વનાં પરિબળો છે .

યુરોઝોનમાં માર્કિટ કોમ્પ પીએમઆઇ ફ્લેશ ડેટા , માર્કિટ મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ફ્લેશ અને માર્કિટ સર્વિસિસ પીએમઆઇ ફ્લેશ ડેટા પર બજારની નજર રહેશે . ઉપરાંત ગ્રાહકો અને બિઝનેસ કોન્ફિડન્સના ડેટા પણ મહત્ત્વનાં પરિબળો છે . અમેરિકાના બજારમાં પીએમઆઇ , હોમ સેલ્સ , કન્ઝ્યુમર કોન્ફિડન્સ , રોઇટર્સ મિશગન કન્ઝ્યુમર કોન્ડિડન્સ , જોબલેસ ડેટા ડેટા જેવા આર્થિક આંકડા મહત્ત્વના છે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports