Translate

Monday, June 23, 2014

વિમાનો દાવો નામંજૂર થવાના સામાન્ય કારણો

Picture
તમારા જીવનની સુરક્ષા માટે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારની જરૂરિયાતોનું રક્ષણ કરવા માટે વિમો એ મહત્વનું જોખમ કવચ છે. એ માત્ર ત્યારે જ ઉપયોગી છે કે જ્યારે તમે એક સહેલી અને  વિવાદ રહિત ક્લેઈમ અંગે સમજૂતિ કરાઈ હોય ! તેમ છતાં એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં વિમા કંપનીઓ દ્વારા ક્લેઈમ અંગે કોઈ સમજૂતિ થઈ ન હોય, જે પીડા અને યાતનામાં ઉમેરો કરે છે કે જેને તમારે અથવા તમારા પરિવારે સહન કરવું જ પડે છે. આપણે કેટલાક દાખલાઓ જોઈએ કે જ્યારે વિમા કંપની દ્વારા તમારો વિમાનો દાવો નામંજૂર થાય ત્યારે શું થઈ શકે તેમજ એ ઘટના ટાળવા શું કરવું જોઈએ.

અરજીપત્રકમાં ખોટી માહિતી : આ એક સૌથી મોટુ કારણ છે કે જેના લીધે વિમાનો ક્લેઈમ નામંજૂર થઈ શકે છે. અરજીપત્રકમાં તમારા વિશે તમે પૂરી પાડેલી માહિતીના આધારે કોઈ પણ પ્રકારની વિમા પોલીસી ઈસ્યૂ થાય છે. તમે જે પ્રિમિયમની ચુકવણી કરો છો તેનો આધાર પણ આ માહિતી પર જ છે. તમારા ક્લેઈમ નો દરજ્જો નક્કી કરવા આ મુદ્દો ખુબ જ મહત્વનો બને છે. પોલિસી ધારક તરીકે તમારી એ ફરજ બને છે કે તમારા વિશેની પ્રત્યેક રજૂઆત પ્રમાણિક અને પારદર્શી હોય જેમ કે ઉંમર, આવક, વ્યવસાય, જીવન પદ્ધતિ, ટેવો, તમારી પાસે અન્ય પોલિસી હોય તો તે અંગેની વિગતો વગેરે. માહિતીઓ સામાન્ય રીતે છેતરપિંડીના હેતુથી અથવા હકીકતોને એકઠી કરવામાં પડતી મુશ્કેલીઓના કારણે ખોટી રીતે રજૂ થાય છે.  હંમેશા સત્યને વફાદાર રહો અને સાચી વિગતો જ આપો,  જેને સંતાડવી એ પાછળથી દાવો નામંજૂર થવાનો મૂળ મુદ્દો બની જશે

અરજીપત્રક ભરવા એજંટની મદદ લો : કેટલીક વાર ફોર્મમાં ખોટી માહિતી આપવામાં આવી હોય છે. કારણ કે તમારામાં તમારી જાતે ફોર્મમાં માહિતી ભરવાની ધીરજ હોતી નથી અને એજંટને તમે એ કામ કરવાનું સોંપો છો. યાદ રાખો કે એજંટને તમારા વિમાના દાવાને લગતા લાભો પાકતી મુદતે તમને મળે એ બાબતમાં કોઈ રસ નથી હોતો. પરિણામ સ્વરૂપે એ તમને તમારા પરિવારને લગતી વિગતો તેમજ મેડિકલ હિસ્ટ્રીની વિગતો પૂછવાની તસદી લેતો નથી. તેને તો માત્ર તમને પોલિસી વેચવામાં અને કમિશન કમાવામાં જ રસ છે. જ્યારે તમે તમારા એજંટ પર આંધળો વિશ્વાસ મુકો છો ત્યારે તમે અયોગ્ય પોલિસીઓ ખરીદવાનું તેમજ ભૂલથી ખોટી વિગતો આપવાનું બંધ કરો છો.

 માટે તમારે પોલિસી ખરીદતા પહેલા એની વિગતો કાળજીપૂર્વક વાંચવાનું યાદ રાખવું જોઈએ અને પછીની તારીખે દાવાને નામંજૂર થયાનો આઘાત મળતો અટકાવવા માટે તમારા અરજીપત્રકમાં સંભાળપૂર્વક બધી વિગતો તમારે જાતે જ ભરવી જોઈએ.

મેડિકલને લગતા કારણો : મોટા ભાગની વિમા પોલિસીઓ મેડિકલ ટેસ્ટની જરૂરિયાત પર ભાર મૂકે છે તેમ છતાં ઘણી પોલિસીઓ આ બાબતને આદેશાત્મક ગણતી નથી. પોલિસી ધારક પણ સામાન્ય રીતે અવરોધોને ટાળવા તેમજ ઝડપથી પોલિસી ખરીદવા માટે મેડિકલ ટેસ્ટ લેવાની બાબતે આગ્રહપૂર્વક કહેતો નથી. તેમ છતાં એક વાત હંમેશા વધુ સારી ગણાય કે પોલિસી ખરીદતા પહેલા પૂર્વે અસ્તિત્વમાં આવેલા મેડિકલ કારણોના પાલન થવા સારું દાવાને નામંજૂર થતો અટકાવવા કંપનીના ડૉક્ટર દ્વારા ટેસ્ટ થઈ જવો જોઈએ. ફરીથી જોઈએ તો ત્યાં ઘણી એવી મેડિકલ શરતો છે કે જે રોજિન્દા ટેસ્ટનું સંચાલન થતું હોય ત્યાં સામે આવતી નથી. તમારે હંમેશા તમારી અને જો પોલિસી પારિવારિક પ્રવાહી સ્થિતિ ધરાવતી હોય તો તમારા પરિવારની મેડિકલ હિસ્ટ્રી રજૂ કરવી જ જોઈએ. આ વિગતોમાં તમારી આલ્કોહોલ તેમજ તમાકૂના સેવનની બાબતોનો ઉલ્લેખ તમારે કરવાનો હોય છે. આવું એટલા માટે પણ મહત્વનું છે કે કેટલીક મેડિકલ રજૂઆતોને ધ્યાનમાં લઈને પ્રિમિયમની રકમ નિર્ધારિત કરવાનું બને છે. આ તમામ રજૂઆતો સપાટી પર લાવીને રજૂ કરવાથી પાછળની તારીખોમાં દાવાને નામંજૂર થતો અટકાવી શકાય છે.

વારસદાર અંગેની ખોટી માહિતી : વિમાની પોલિસીમાં વારસદાર અંગેની સાચી માહિતીઓ જાળવતા રહેવું એ ખૂબ જ અગત્યનું છે. જ્યારે એક અપરિણિત વ્યક્તિ પોલિસી લે છે ત્યારે સામાન્ય રીતે તેના માતા - પિતાને પોતાની પોલિસીના વારસદાર તરીકે નીમે છે. પરંતુ લગ્ન બાદ મોટા ભાગના લોકો વારસદાર તરીકે પોતાના જીવનસાથીનું નામ અપડેટ કરવાનું ભૂલી જાય છે. આ જોખમી બની શકે છે કારણ કે ત્યાં એવી ઘણી શક્યતાઓ છે કે જો વિમેદારનું મૃત્યુ થાય અને અગાઉ તેના માતા - પિતા પણ મૃત્યુ પામ્યા હોય ! અન્ય એક એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે કે પોલિસી ધારકના મૃત્યુ પૂર્વે જ મુખ્ય વારસદાર મરી જાય ! આવું બને તો પરિવારની અથવા અંગત રીતે સંબંધિત અન્ય કોઈ વ્યક્તિનું નામ વારસદાર તરીકે તાત્કાલિક મુકી દેવું જોઈએ. આવું બધું કરવાનું સાવ સાદું હોવા છતાં મોટા ભાગના લોકો દ્વારા તેને વારંવાર અવગણવામાં આવતું હોય છે. જ્યારે તમે તમારા વારસદારને લગતી માહિતીઓ ખરા સમયે સાચી રીતે અપડેટ કરતા નથી ત્યારે અત્યંત મુશ્કેલીભર્યું બને છે. આ પદ્ધતિને અનુસરવું અશક્ય ન હોય તો તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરો અને ખરેખરા વ્યક્તિ કે જેને વિમાના દાવાનો લાભ મળવો જોઈએ તેના પક્ષમાં દાવો પાસ કરાવો.

પોલિસી બંધ થઈ જાય ત્યારે : સામાન્ય રીતે તમામ પોલિસીઓ માટે વિમા કંપની દ્વારા પ્રિમિયમ ભરવાની તારીખ પસાર થઈ ગયા બાદ પણ પ્રિમિયમ ભરી શકાય તે માટે વધારાનો સમય ફાળવવામાં આવ્યો હોય છે. કેટલાક લોકો આ વધારાના સમયગાળામાં પણ પ્રિમિયમ ભરવાનું ભૂલી જઈ શકે છે. તેના પરિણામ સ્વરૂપે તેઓની પોલિસી બંધ થઈ જાય છે. જો કે કેટલાક કિસ્સાઓમાં વધારાના સમયગાળા બાદ પ્રિમિયમ ન ભરાયું હોય અને પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો તેઓનો દાવો નામંજૂર થઈ જાય છે, આથી વિમાના લાભ જેને મળવાના છે તેને દાવાનો કોઈ લાભ મળતો નથી. માટે યાદ રાખો કે તમે તમારું પ્રિમિયમ સમયસર ભરો અને પોલિસી બંધ થવાનું અને એ કારણે દાવો નામંજૂર થવાનું ટાળો.

આમ ઉપર દર્શાવ્યા પ્રમાણે કેટલાક સામાન્ય કારણો છે કે જેના કારણે વિમાનો દાવો નામંજૂર થઈ શકે છે. યાદ રાખો કે તમારી જાતનું અને તમારા પરિવારનું સમયે સમયે જરૂરિયાત મુજબ રક્ષણ કરવા માટે સક્રિય રીતે તમારે કામ કરતા રહેવું જોઈએ.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 09
22:30 10-Year Note Auction 1 4.435% 4.310%
23:30 FOMC Minutes 3
Thursday, Apr 10
02:20 Fed's Hammack speech 2
03:00 Fed's Kashkari speech 2
04:31 RICS Housing Price Balance 1 2% 8% 11%
15:30 RBA Governor Bullock speech 3
18:00 Initial Jobless Claims 4-week average 1 223K
18:00 Initial Jobless Claims 2 223K 219K
18:00 Continuing Jobless Claims 1 1.880M 1.903M
18:00 Building Permits (MoM) 1 -0.8% -3.2%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener