Translate

Monday, June 9, 2014

સોનું એક માસમાં રૂ.1000 સસ્તું થશે

સોના સિવાયની એસેટમાં રોકાણ કરવાનું ટાળતા શહેરી મધ્યમ વર્ગ , નીચલા મધ્યમ વર્ગ તથા ગ્રામીણ પરિવારો માટે સારા સમાચાર છે . સોના ઉદ્યોગના વિશ્લેષકોનું માનવું છે કે એક મહિનાના સમયગાળામાં સોનાના ભાવમાં હજુ દસ ગ્રામે રૂ .1,000 નો ઘટાડો થઈ શકે છે અને તેમાં આયાત ડ્યૂટીમાં સંભવિત ઘટાડાને ધ્યાનમાં નથી લેવાયો .

ઇમ્પોર્ટ ડ્યૂટી અત્યારે 10 ટકાની ઊંચી સપાટીએ છે . છેલ્લાં બે સપ્તાહમાં સોનાનો ભાવ દસ ગ્રામે રૂ .2,000 જેટલો ઘટીને શુક્રવારે રૂ .26,805 થયો હતો જે એક સમયે રૂ .33,000 હતો . પણ સોનાના સિક્કા અને બાર માટે રોકાણલક્ષી માંગ નીકળી નથી . ભાવ હજુ ઘટવાની શક્યતા છે તેથી સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ .25,000 સુધી પહોંચે પછી ખરીદી થશે તેમ લાગે છે . મોદી સરકાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં બજેટમાં સોનાની 10 ટકા આયાત ડ્યૂટીમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે .

કીમતી ધાતુઓના ટોચના વિશ્લેષકો , અર્થશાસ્ત્રીઓ અને જેમને તાજેતરમાં સોનાની આયાત કરવા મંજૂરી અપાઈ છે તે અગ્રણી ટ્રેડિંગ હાઉસના વડાઓ માને છે કે સોનાના ભાવમાં હજી પણ ઘટાડો થશે કારણ કે તેના પ્રીમિયમમાં ઘટાડો થયો છે જે બેન્કો દ્વારા સોનાનો પુરવઠો ચાર્જ કરવા બદલ વસૂલવામાં આવે છે . મજબૂત રૂપિયાની સાથે વિદેશના સોના બજારમાં પણ નબળો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જ્યાંથી ભારતીય ભાવના સંકેતો મળે છે .

સોના પરનું પ્રીમિયમ ૨૧ મેના રોજ પ્રતિ ઔંસ (32 ગ્રામ ) 85 ડોલર હતું જે પુરવઠો વધવાના લીધે 30 મેના રોજ ૩૬ ડોલર થઈ ગયું હતું . પ્રીમિયમ શુક્રવારે છઠ્ઠી જૂને વધારે ઘટીને ફક્ત 20 ડોલર થઈ ગયું હતું , યુકે સ્થિત GFMS થોમસન રોઇટર્સના સુધીશ નામ્બિયાહે જણાવ્યું હતું કે ચલણ અને વિદેશમાં સોનાના દર વધતાઓછા અંશે 59.17 ડોલર અને પ્રતિ ઔંસ રૂ .1,252 ડોલર રહેવાના છે .

30 મેથી જૂન દરમિયાન પ્રીમિયમમાં 16 ડોલરનો ઘટાડો થયો હતો , કારણ કે પુરવઠો વધવાના લીધે તેનો ભાવ શુક્રવારે પ્રતિ દસ ગ્રામે ઘટીને રૂ . 26,805 થઈ ગયો હતો , જે સપ્તાહ પહેલાં રૂ . 27,125 હતો . વ્યાપક પાયે અપેક્ષિત ડ્યૂટી કાપ વગર ભાવ વધીને પ્રતિ 10 ગ્રામ રૂ . 25,700 સુધી થઈ શકે . તેના માટે રૂપિયાનું મૂલ્ય અને વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં નરમાઈની સાથે અમેરિકન અર્થતંત્રમાં થયેલો નવસંચાર કારણભૂત છે તેમ નામ્બિયાહે જણાવ્યું હતું .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports