Translate

Monday, June 9, 2014

મોદી નવેમ્બરમાં વાઇબ્રન્ટ ઇન્ડિયા સમિટ માટે સજ્જ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને લીધે નરેન્દ્ર મોદી કોર્પોરેટ મહારથીઓના માનીતા બની ગયા હતા . હવે વડાપ્રધાન તરીકે તે નવેમ્બરમાં સફળતાને વાઇબ્રન્ટ ઇન્ડિયા સમિટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે દોહરાવવા તૈયાર છે .
સમિટની સંભવિત તારીખ 4-6 નવેમ્બરની આસપાસ રહેશે . સમયે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઓન ઇન્ડિયાની બેઠકનું આયોજન થવાનું છે .

ઇવેન્ટ સાથે તેઓ ભારતને વિશ્વભરમાં ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવા માંગે છે . હજુ યોજના પ્રારંભિક તબક્કે છે , પરંતુ માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર સીઆઇઆઇ અને અન્ય બિઝનેસ ગૃહો વડાપ્રધાન કાર્યાલય ( PMO) ના સંપર્કમાં છે .

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રારંભથી મોદી સાથે કામ કરનાર એક અધિકારીએ કહ્યું હતું કે , મોદીજીને વાઇબ્રન્ટ ઇન્ડિયા સમિટના આયોજનમાં ભારે રસ છે . વાઇબ્રન્ટ ગુજરાતની એક ઇવેન્ટે ગુજરાતને વિશ્વના નકશા પર મૂકી દીધું હતું અને તેને લીધે રાજ્યમાં નોંધપાત્ર વિદેશી રોકાણ આકર્ષવામાં સફળતા મળી હતી . ઉલ્લેખનીય છે કે , 2013 માં યોજાયેલા છેલ્લા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અનિલ અંબાણીએ મોદીને રાજાઓના રાજા ( નરેન્દ્ર ) અને મોટા ભાઈ મુકેશ અંબાણીએ બહોળા વિઝન ધરાવતા લીડર ગણાવ્યા હતા .

નરેન્દ્ર મોદીએ હવે કેન્દ્રમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં છે ત્યારે ભારતમાં રસ વધી રહ્યો છે . ઉપરાંત , અર્થતંત્રમાં નિરાશાનો માહોલ દૂર થશે એવો આશાવાદ પ્રબળ બની રહ્યો છે . સીઆઇઆઇના ડિરેક્ટર જનરલ ચંદ્રજિત બેનરજીએ ઇટીને કહ્યું હતું કે , ભારતને વિશ્વસ્તરે તમામ સંભાવનાઓ સાથે રજૂ કરવાનો યોગ્ય સમય છે .

ભારતમાં વૈશ્વિક રોકાણકારોનો રસ વધી રહ્યો છે . જાપાન સહિતના દેશોએ પૂછપરછ વધારી છે . તેમના મતે ભારતમાં રોકાણનો સારો સમય છે . જોકે , બેનરજીએ જણાવ્યું હતું કે , “ હજુ આખરી નિર્ણય લેવાયો નથી અને તમામ બાબતો ચર્ચાના તબક્કે છે .

પીએમઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે , મોદી હાલ સંસદના સત્રમાં અને ત્યાર પછી બજેટ તેમજ અમેરિકા સહિતના વિદેશ પ્રવાસમાં વ્યસ્ત રહેશે . તેઓ નવેમ્બરની આસપાસ પ્રકારની ઇવેન્ટના આયોજનનો ઇરાદો ધરાવતા હતા . મોદી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઓન ઇન્ડિયા ની બેઠક વખતે વાઇબ્રન્ટ ઇન્ડિયા સમિટ ગોઠવવા ઇચ્છુક હતા . ઉલ્લેખનીય છે કે , વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નવી સરકાર સાથે મુલાકાત માટે તમામ અગ્રણી વૈશ્વિક કંપનીઓ અને રોકાણકારો હાજર હોય છે .

સીઆઇઆઇના બેનરજીએ જણાવ્યું હતું કે , માહોલ ઉત્સાહનો છે નિશ્ચિત છે . વૈશ્વિક કંપનીઓ અને રોકાણકારો સીઆઇઆઇ દ્વારા દર વર્ષે યોજાતા પાર્ટનરશિપ સમિટ ની પણ રાહ જોઈ રહ્યા છે . ઇવેન્ટનું આયોજન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કરવામાં આવે છે . જયપુરમાં જાન્યુઆરી 2015 માં યોજાનારા આગામી સમિટમાં તેમને નોંધપાત્ર પ્રતિસાદની આશા છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports